For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું તમે શાકભાજીના નામે ઝેર તો નથી ખાઈ રહ્યાને? EWGએ જાહેર કર્યુ 12 ઝેરી શાકભાજી-ફળનુ લિસ્ટ

EWGએ 2022 'ડર્ટી ડોઝેન' પ્રકાશિત કર્યુ છે જેમાં વધુ જંતુનાશકોનો ઉપયોગ કરાયેલ તાજા ફળ અને શાકભાજીઓનુ લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ફળ અને શાકભાજી ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. એ શરીરને બિમારીઓથી દૂર રાખીને આપણને તંદુરસ્ત રહેવામાં મદદ કરે છે. પરંતુ હાલમાં જ એન્વાયરમેન્ટ વર્કિટ રિપોર્ટ 2022(ઈડબ્લ્યુજી)એ 2022 'ડર્ટી ડોઝેન' પ્રકાશિત કર્યુ છે જેમાં વધુ જંતુનાશકોનો ઉપયોગ કરાયેલ તાજા ફળ અને શાકભાજીઓનુ લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ડર્ટી ડોઝેન મૂળ રીતે ઈડબ્લ્યુજી(EWG)તરફતી બનાવવામાં આવેલ એક હાઈ-પ્રોફાઈલ વાર્ષિક લિસ્ટ છે. આ લિસ્ટમાં 12 સૌથી વધુ જંતુનાશકો અને દૂષિત રીતે ઉગાડવામાં આવેલ ફળો અને શાકભાજીના નામોની યાદી છે. આ રિપોર્ટ અમેરિકી એક્ટિવિસ્ટ ગ્રુપ દ્વારા દર વર્ષે જાહેર કરવામાં આવે છે.

સૌથી વધુ જંતુનાશકોવાળા ફળ-શાકભાજી

સૌથી વધુ જંતુનાશકોવાળા ફળ-શાકભાજી

શિમલા મરચુ, મસ્ટર્ડ ગ્રીન્સ, પાલક અને અન્ય લીલા પાનવાળી શાકભાજીની સાથે-સાથે સ્ટ્રૉબેરીમાં સૌથી વધુ જંતુનાશકોનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ફળોમાં સફરજન, દ્રાક્ષ અને નેક્ટરીન છે. ચેરી, પીચ, અજમો, ટામેટા અને નાસપતિ એવા અમુક ખાદ્ય પદાર્થો છે જેનાથી બચવુ જોઈએ.

આમાં મળ્યા ઓછી જંતુનાશક

આમાં મળ્યા ઓછી જંતુનાશક

EWGના એક રિપોર્ટમાં એ પણ બતાવવામાં આવ્યુ છે કે સૌથી ઓછા જંતુનાશકની માત્ર વધારનાર ફળ અને શાકભાજી કયા છે. આ લિસ્ટમાં શામેલ 70% ફળો અને શાકભાજીઓમાં કોઈ હાનિકારક કેમિકલ નહોતુ, માત્ર 5 ટકા ફળો અને શાકભાજીઓમાં 2 કે વધુ જંતુનાશકો હતા. 46 ફળો અને શાકભાજીઓના લિસ્ટમાં આવાકાડોમાં જંતુનાશકોનુ સ્તર સૌથી ઓછુ હતુ. ત્યારબાદ સ્વીટકૉર્ન, અનાનસ, ડુંગળી, મશરુમ, ખરબૂજા, કેરી, તરબૂજ, શકરકંદ, કીવી, ટેટી, વટાણા અને પપૈયા હતા.

શું કહે છે વિશેષજ્ઞ

શું કહે છે વિશેષજ્ઞ

ઈડબ્લ્યુજીના જંતુનાશક વિશેષજ્ઞોનુ કહેવુ છે કે કોઈએ પણ ફળ અને શાકભાજીનુ સેવન ન કરવુ જોઈએ જેને ઉગાડવાની રીત કંઈ પણ હોય. એવા શાકભાજી અને ફળો ખરીદવા જે ઑર્ગેનિક હોય. ઑર્ગેનિક ફૂડનુ સેવન કરવાથી વ્યક્તિના શરીરમાં વધેલા હાનિકારક કેમિકલ અને જંતુનાશકની માત્રા ઝડપથી ઘટવા લાગે છે.

જંતુનાશકોના જોખમ

જંતુનાશકોના જોખમ

હાવર્ડ યુનિવર્સિટી દ્વારા હાલમાં જ કરાયેલ એક અધ્યયનમાં જાણવા મળ્યુ છે કે વધુ માત્રામાં જંતુનાશકો અને અન્ય વિષાયુક્ત પદાર્થો સાથે શાકભાજીઓ અને ફળોનુ સેવન કરવાથી વિવિધ હ્રદય સ્થિતિઓ સાથે-સાથે પ્રારંભિક મૃત્યુદર વિકસિત થવાનુ જોખમ થઈ શકે છે.

English summary
List of fruits and vegetables contain large amount of pesticides: EWG
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X