Men Health Tips : પુરુષો રોજ કરો આ સરળ આસન, દૂર થશે ઘણી શારીરિક સમસ્યા

Men Health Tips : બટરફ્લાય પોઝથી ઘણા લાભ થાય છે. આ આસનને કરવા માટે પગને પતંગિયાની જેમ હલાવવાના રહે છે. આ આસન પુરુષો માટે ઘણું ફાયદાકારક હોય છે. આ આસન કરવાથી પુરુષોમાં પ્રોટેસ્ટ કેન્સરનું જોખમ ઓછું થઇ જાય છે.

butterfly

લો સ્ટેમિનાની સમસ્યા દૂર કરે છે - બટરફ્લાય પોઝ પુરુષોમાં થાક અને નબળાઈ અથવા લો-સ્ટેમિનાની સમસ્યાને દૂર કરે છે. જો તમે થાકી ગયા હોવ અથવા તમારો સ્ટેમિના ઓછો હોય, તો તમે બટરફ્લાય પોઝ અજમાવી શકો છો.

બીજી તરફ જે પુરૂષોને પીઠના નિમ્ન દુઃખાવાની સમસ્યા રહે છે, તેમણે બટરફ્લાય પોઝ અવશ્ય કરવું જોઈએ. કારણ કે, આ આસન કરવાથી તમે દુઃખાવાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

પ્રોસ્ટેટ કેન્સર - બટરફ્લાય પોઝ પ્રોસ્ટેટ ગ્રંથિ માટે ફાયદાકારક છે. પ્રોસ્ટેટ ગ્રંથિ સ્વસ્થ હોવાને કારણે પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ પણ ઓછું થાય છે. આ સિવાય આ આસન કરવાથી મૂત્રાશય અને પેટ સંબંધિત અંગો સ્વસ્થ રહે છે. ઉલ્લેખનીય છે કે, આ આસન આંતરડા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.

મસલ્સ મજબુત થાય છે - બટરફ્લાય પોઝ કરવાથી આંતરિક સ્નાયુઓ મજબૂત બને છે, જાંઘની અંદરના ભાગમાં તણાવ રહે છે, તે પણ દૂર

થાય છે. પુરુષોમાં બાઇક ચલાવવાને કારણે, કેટલીકવાર જાંઘના સ્નાયુઓમાં તણાવની લાગણી અનુભવે છે, જેને સુધારવા માટે તમારે બટરફ્લાય પોઝ કરવું જોઈએ. આ આસન કરવાથી થાક પણ દૂર થાય છે, તો બીજી તરફ જે લોકોને નબળાઈની સમસ્યા હોય છે તે દૂર થઈ જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X