For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pregnancy Tips : પ્રેગ્નન્સી ટાળવા માટે ક્યારે સેક્સ ન કરવું, જાણો કેવી રીતે રહે છે પ્રેગ્નનસી?

ઘણા સંશોધનો કહે છે કે, 50 ટકા સ્ત્રીઓને ખબર નથી હોતી કે, ગર્ભાવસ્થા કેવી રીતે અને ક્યારે થાય છે અથવા તેની પાછળનો વાસ્તવિક સ્ત્રોત શું છે.

|
Google Oneindia Gujarati News

Pregnancy Tips : જો તમે સિંગલ વ્યક્તિ છો, એટલે કે, તમે પરિણીત નથી અથવા તમે હજૂ માતા બનવા માટે તૈયાર નથી અને સાથે જ તમે તમારી સેક્સ લાઈફને સંપૂર્ણ રીતે એન્જોય કરવા માગો છો, તો તમારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે, તમે કેવી રીતે આ સમસ્યાનું સમાધાન કરી શકો. કારણ કે ઘણા સંશોધનો કહે છે કે, 50 ટકા સ્ત્રીઓને ખબર નથી હોતી કે, ગર્ભાવસ્થા કેવી રીતે અને ક્યારે થાય છે અથવા તેની પાછળનો વાસ્તવિક સ્ત્રોત શું છે.

માસિક ચક્ર સાથે ગર્ભાવસ્થાનું જોડાણ

માસિક ચક્ર સાથે ગર્ભાવસ્થાનું જોડાણ

પીરિયડ સગર્ભાવસ્થા સાથે સંબંધિત છે એ તો દરેક જણ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, સેફ પીરિયડ દરમિયાન સેક્સ માણવું એક્યારેક કુદરતી ગર્ભનિરોધક તરીકે પણ કામ કરે છે. તમારા માટે આ સુરક્ષિત સમયગાળો શોધવો મહત્વપૂર્ણ છે અને આ માટે તમારે તમારામાસિક ચક્રને સમજવું પડશે.

સેક્સ કરવા ઈચ્છો છો પણ ગર્ભવતી નથી બનવું

સેક્સ કરવા ઈચ્છો છો પણ ગર્ભવતી નથી બનવું

જો તમે સેક્સ લાઈફમાં ખૂબ જ સંકળાયેલા હોવ પરંતુ ગર્ભવતી થવાનો ડર સતાવતો હોય, તો તમારા માટે તમારી સેક્સ જાગૃતિનીપ્રક્રિયાને સમજવી ખૂબ જ જરૂરી છે. આ તમને તમારા માસિક ચક્રનો અંદાજ કાઢવામાં મદદ કરશે. આના દ્વારા તમે તમારા ઓવ્યુલેશનનોસમય જાણી શકશો. હવે તમે વિચારતા હશો કે, આ ઓવ્યુલેશન શું છે, તો ગભરાશો નહીં, અમે તમને જણાવીશું કે તેનો અર્થ શું છે.

ઓવ્યુલેશન શું છે?

ઓવ્યુલેશન શું છે?

ઓવ્યુલેશન એ સમય છે, જ્યારે સ્ત્રી ગર્ભધારણ કરવાની સૌથી વધુ સંભાવના ધરાવે છે. સામાન્ય રીતે, ઓવ્યુલેશન પ્રક્રિયા સમયગાળાનીશરૂઆતના બે અઠવાડિયા પહેલા થાય છે. આ તે સમય છે, જ્યારે સ્ત્રીના અંડાશયમાંથી ઇંડા બહાર આવે છે. આવી સ્થિતિમાં આ પદ્ધતિતમને ઓવ્યુલેશન દરમિયાન સંબંધ બાંધતી વખતે સાવચેત રહેવામાં મદદ કરે છે.

પ્રેગનેન્ટ થવાથી કેવી રીતે બચશો?

પ્રેગનેન્ટ થવાથી કેવી રીતે બચશો?

હવે અમે તમને ફરી એકવાર કહીએ છીએ જેથી તમે તેને સરળતાથી સમજી શકો. સૌ પ્રથમ ઓવ્યુલેશનની પ્રક્રિયા કેવી રીતે થાય છે તેજાણવું મહત્વપૂર્ણ છે. જ્યારે પુરુષનું શુક્રાણુ સ્ત્રીના ઇંડાને મળે છે, ત્યારે તમારે જાણવું જ જોઇએ કે ગર્ભાવસ્થા થાય છે. હવે આ સમગ્રપ્રક્રિયાની વાત કરીએ તો સ્ત્રીના અંડાશયમાંથી ઈંડા નીકળે છે, જે શરીરમાં માત્ર 12 થી 24 કલાક જ જીવિત રહે છે, પરંતુ પુરુષોના શુક્રાણુ 3થી 5 દિવસ સુધી જીવી શકે છે. સામાન્ય રીતે, સ્ત્રીઓનું માસિક ચક્ર 28 દિવસનું હોય છે અને ઓવ્યુલેશન એટલે કે ઇંડા છોડવાની પ્રક્રિયાલગભગ 12, 13, 14 દિવસની આસપાસ થાય છે. આ દરમિયાન જો ઇંડા શુક્રાણુને મળે છે, તો ગર્ભાવસ્થા થાય છે.

પીરિયડ્સ દરમિયાન હું કેવી રીતે ગર્ભવતી થઈ શકું?

પીરિયડ્સ દરમિયાન હું કેવી રીતે ગર્ભવતી થઈ શકું?

ઘણી સ્ત્રીઓના શરીરમાં ઓવ્યુલેશન દરમિયાન પણ રક્તસ્ત્રાવ થાય છે અથવા ક્યારેક યોનિમાર્ગમાંથી રક્તસ્ત્રાવને ભૂલથી પીરિયડ્સ સમજીલેવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમને લાગે કે પીરિયડ્સ ચાલી રહ્યું છે અને પ્રોટેક્શન વિના સેક્સ કરવામાં આવે છે, તો ગર્ભવતીથવાની શક્યતાઓ અનેકગણી વધી જાય છે. આ સિવાય એક બીજી બાબત છે, જેના પર ધ્યાન આપવાની જરૂર છે.

પુરૂષ દ્વારા સ્ખલન બાદ,શુક્રાણુ સ્ત્રીના શરીરમાં 3 દિવસ એટલે કે 72 કલાક સુધી જીવિત રહી શકે છે. આવી સ્થિતિમાં, જો પીરિયડના અંતના દિવસોમાં પ્રોટેક્શનનોઉપયોગ કર્યા વગર સેક્સ કરવામાં આવે છે, તો ગર્ભાવસ્થાની સંભાવના છે.

કોન્ડોમ નો ઉપયોગ કરો

કોન્ડોમ નો ઉપયોગ કરો

આ ઉપરાંત ગર્ભવતી ન થવાનો એક સરળ રસ્તો એ છે કે, પ્રોટેક્શનનો ઉપયોગ કરવો. જોકે, કેટલીકવાર પ્રોટેક્શન પણ 100 ટકા નિશ્ચિતહોતું નથી. આ સાથે જ આજની પેઢી પ્રોટેક્શનનો ઉપયોગ કરવામાં માનતી નથી.

English summary
Pregnancy Tips : When not to have sex to avoid pregnancy, know how to stay pregnant?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X