For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચહેરાની પફીનેસને દૂર કરવા માટે અલાયા ફર્નીચરવાલા અપનાવે છે ઘરેલુ ટીપ્સ

આવો, જાણીએ હેલ્ધી અને ફ્લૉલેસ સ્કીન માટે અલાયા ફર્નીચરવાલા શું કરે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેત્રી અલાયા ફર્નીચરવાલા પોતાની સ્કિન અને ફેશન સ્ટેટમેન્ટ માટે છવાયેલી રહે છે અલાયા ગ્લોઈંગ સ્કીન માટે નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરે છે. અલાયા ઘણીવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાની ગ્લોઈંગ અને ચમકદાર સ્કિનની સિક્રેટ શેર કરે છે. અલાયા સ્કિન સંબંધી સમસ્યાઓને ઠીક કરવા માટે નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરે છે. આવો, જાણીએ હેલ્ધી અને ફ્લૉલેસ સ્કીન માટે અલાયા ફર્નીચરવાલા શું કરે છે.

ચહેરાનો સોજો ઘટાડવા માટે અલાયા કરે છે આ કામ

ચહેરાનો સોજો ઘટાડવા માટે અલાયા કરે છે આ કામ

અલાયા ચહેરાના સોજાને ઘટાડવા માટે સૌથી પહેલા ઉઠ્યા બાદ ચહેર પર આઈસથી મસાજ કરે છે. સવારે ઉઠ્યા બાદ ચહેરા પર પફીનેસ જોવા મળે છે. ચહેરનો સોજાના કારણે ચહેરો ભારે લાગે છે. ચહેરાનો સોજો ઘટાડવા માટે અલાયા આઈસ કે પછી ઠંડા પાણીનો ઉપયોગ કરે છે. ફેસ પરથી સોજો ઘટાડવા માટે તમે પણ આઈસ કે પછી ઠંડા પાણીથી ચહેરાની સફાઈ કરી શકો છો.

ગ્લોઈંગ સ્કીન માટે સ્ટ્રેસ ફ્રી લાઈફ

ગ્લોઈંગ સ્કીન માટે સ્ટ્રેસ ફ્રી લાઈફ

ગ્લોઈંગ સ્કીન માટે સ્કીન કેર પ્રોડક્ટ નહિ પરંતુ ખુદને રિલેક્સ રાખવી પણ ખૂબ જરુરી હોય છે. વધુ સ્ટ્રેસ લેવાના કારણે સ્કીન ડલ અને બેજાન દેખાય છે. વધુ તણાવ લેવાથી ડાર્ક સર્કલ થઈ જાય છે જેનાતી સુંદરતા ઘટી જાય છે. અલાયા સ્ટ્રેસ ઘટાડવા માટે વર્કઆઉટ અને ડાંસ પ્રેકટીસ કરે છે.

ગ્લોઈંગ સ્કીન માટે કૉફી માસ્ક

ગ્લોઈંગ સ્કીન માટે કૉફી માસ્ક

અલાયાની સ્કીન ડ્રાય છે એવામાં તે પોતાની ત્વચાની દેખરેખ માટે કૉફી માસ્કનો ઉપયોગ કરે છે. કૉફી માસ્ક લગાવવાથી સ્કીન નરીશ થાય છે. કૉફી માસ્ક લગાવવાથી ડેડ સ્કીન હટી જાય છે અને ત્વચામાં ગ્લો આવે છે. અલાયા કૉફી માસ્કને ચહેરા પર 20 મિનિટ માટે લગાવે છે. કૉફી માસ્ક બનાવવા માટે કૉફી 2 ચમચી, એક ચમચી મધ, ઑલિવ ઓઈલ 1 ચમચી અને અડધી ચમચી ખાંડ લો. કૉફી, મધ, ઑલિવ ઓઈલ અને ખાંડની મિલાવીને એક પેસ્ટ બનાવી લો. ત્યારબાદ આ પેસ્ટને ચહેરા પર લગાવો. 20 મિનિટ પછી પોતાનો ચહેરો ધોઈ લો.

English summary
Skin Care Tips: Alaya Furniturewalla use these tips to get rid of facial puffiness
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X