For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાની ઉંમરમાં આ ખરાબ આદતોના કારણે પડે છે કરચલીઓ અને ફાઈન લાઈન્સ

આવો, જાણીએ એ ખરાબ આદતો વિશે જેના કારણે કરચલીઓ થઈ જાય છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વધતી ઉંમરના લક્ષણ ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. વધતી ઉંમર સાથે ચહેરા પર ફાઈન લાઈન્સ આવવા લાગે છે. ત્વચાની દેખરેખ કરીને ચહેરા પર ફાઈન લાઈન્સ અને કરચલીઓને ઘટાડી શકાય છે. ખરાબ આદતોના કારણે નાની ઉંમરમાં ચહેરા પર ફાઈન લાઈન્સ આવવા લાગે છે. આવો, જાણીએ એ ખરાબ આદતો વિશે જેના કારણે કરચલીઓ થઈ જાય છે.

ઉંધા સૂવુ

ઉંધા સૂવુ

જ્યારે તમે ઉંધા સૂઈ જાવ છો ત્યારે તમારો ચહેરો ઓશીકા પર હોય છે. તમારા માથાનુ વજન સતત સ્કીન પર પડે છે. દબાણના કારણે સ્લીપ માર્કસ બની જાય છે. ધીમે ધીમે આ સ્લીપ માર્કસ પરમેનેન્ટ રિંકલ કે કરચલીમાં ફેરવાઈ જાય છે. ઉંધા સૂવાથી આંખોમાં સોજા પણ દેખાય છે. સૂતી વખતે સિલ્કના ઓશીકાનો ઉપયોગ કરો. ત્વચાની દેખરેખ માટે પીઠના ઉંધા ન સૂવુ જોઈએ.

સ્મોકિંગ અને ડ્રિંક

સ્મોકિંગ અને ડ્રિંક

આંખો અને લિપ્સ પાસે કરચલીઓનુ સૌથી મોટુ કારણ સ્મોકિંગ કરવુ છે. વધુ સ્મોકિંગ અને ડ્રિંક કરવાથી આંખો અને લિપ્સની આસપાસ કરચલી પડી જાય છે. વધુ ડ્રિંક કરવાથી સ્કીન ડીહાઈડ્રેટ થઈ જાય છે જેનાથી ચહેરા પર કરચલી આવવા લાગે છે. ત્વચાની દેખરેખ માટે સ્મોકિંગ અને ડ્રિંક ન કરવુ જોઈએ.

એંટી એજિંગ પ્રોડક્ટનો ઉપયોગ ન કરવો

એંટી એજિંગ પ્રોડક્ટનો ઉપયોગ ન કરવો

મહિલાઓ ઘણી વાર પોતાની ત્વચાની દેખરેખ માટે એંટી એજિંગ પ્રોડક્ટનો ઉપયોગ નથી કરતી. ચહેરા પર ફાઈન લાઈન અને કરચલી આવ્યા બાદ ચહેરા પર એંટી એજિંગ પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ. પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી ફાઈન લાઈન અને કરચલી ઓછી થઈ જાય છે. ત્વચાની દેખરેખ માટે એંટી એજિંગ બ્યૂટી પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ.

આંખો રગડવી

આંખો રગડવી

થાક પછી ઘણી વાર લોકો આંખોને રગડે છે. આંખોની આસપાસની સ્કીન ઘણી સૉફ્ટ અને નાજુક હોય છે. આંખોની આસપાસની સ્કીનને રગડવાથી ત્વચાનુ કૉલેજન તૂટી જાય છે જેનાથી સ્કીન લટકવા લાગે છે. સાથે જ સ્કીન ઢીલી પડી જાય છે જેના કારણે કરચલીઓ દેખાય છે.

English summary
Skin care tips: These bad habits cause wrinkles on face.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X