Stress Relief Tips : તણાવ અને ચિંતા રહેશે દૂર, બસ કરો આ 7 આયુર્વૈદિક ઉપાય

Stress Relief Tips : સ્ટ્રેસનો સામનો કરવા માટે આયુર્વેદિક ઉપાયોનો ઉપયોગ કરવા ખૂબ જ ફાયદાકારક છે. આજે આપણે આ અહેવાલમાં કેટલાક આયુર્વેદિક ઉપાયો વિશે જાણીશું, જેના દ્વારા તણાવ દૂર કરી શકાય છે.

Stress Relief Tips : વર્તમાન સમયમાં ઝડપી અને વ્યસ્ત જીવનશૈલીને કારણે લોકોમાં તણાવ અને ચિંતાનું પ્રમાણ વધી રહ્યું છે. આવામાં લોકો માનસિક રીતે ભાંગી પડે છે અને ડિપ્રેશન એટલે કે હતાશાનો ભોગ બને છે. આયુર્વેદ ભારતીની પ્રાચીન ચિકિત્સા વિજ્ઞાન છે. જે આરોગ્ય અને તંદુરસ્તી માટે ઘણા કુદરતી ઉપાયો સુચવે છે. આયુર્વેદમાં ડિપ્રેશન અને સ્ટ્રેસ દુર કરવાના ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેમાંથી આપણે 7 આયુર્વૈદિક ઉપાય વિશે આ અહેવાલમાં જાણીશું.

Stress Relief Tips

કેટલીક આયુર્વૈદિક જડીબુટ્ટીઓ, તેલ અને રીતો તણાવ ઘટાડવામાં અને ધ્યાન, પ્રાણાયામ અને યોગ જેવા માનસિક શાંતિને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. તેઓ શરીર, મન અને આત્મામાં સંતુલન બનાવવાનું કામ કરે છે. જે કારણે તણાવનો સામનો કરવા માટે આયુર્વેદિક ઉપાયોનો ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક છે.

અશ્વગંધા

અશ્વગંધા

આ ઔષધિ તણાવ ઘટાડવામાં મદદ કરે છે. અશ્વગંધાના મૂળનો પાવડર બનાવી ગરમ પાણી સાથે સેવન કરી શકાય છે.

બ્રાહ્મી

બ્રાહ્મી

બ્રાહ્મી મનને શાંત કરવામાં અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે. બ્રાહ્મીની ચા બનાવીને પી શકાય છે.

જટામાંસી

જટામાંસી

જટામાંસી શાંતિ અને તણાવ ઘટાડવા માટે ઉપયોગી છે. તેને પાવડર બનાવીને ગરમ પાણી સાથે પી શકાય છે.

યોગ અને પ્રાણાયામ

યોગ અને પ્રાણાયામ

યોગ અને પ્રાણાયામ તણાવ ઘટાડવામાં મદદ કરે છે. યોગમાં વિવિધ આસનોનો સમાવેશ થાય છે, જે તણાવ ઘટાડવામાં મદદ કરે છે. પ્રાણાયામ માનસિક શાંતિ લાવવામાં મદદ કરે છે.

સરસવનું તેલ

સરસવનું તેલ

સરસવનું તેલ શરીરના તણાવને ઘટાડવામાં મદદ કરે છે. તેને નાભિ પર લગાવીને મસાજ કરી શકાય છે.

તુલસીનો છોડ

તુલસીનો છોડ

તુલસી તણાવ ઘટાડવામાં મદદ કરે છે અને માનસિક શાંતિ લાવે છે. તમે તુલસીની ચા બનાવીને પી શકો છો.

સફેદ મુસળી

સફેદ મુસળી

સફેદ મુસળી તણાવ ઘટાડવામાં અને એનર્જી વધારવામાં મદદ કરે છે. તેને પાવડર સ્વરૂપમાં લઈ શકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X