Summer Workout Tips : ગરમીમાં કસરત કરતા સમયે રાખો આ વાતોનું ધ્યાન

Summer Workout Tips : જો તમે ઉનાળાના વર્કઆઉટ દરમિયાન કેટલીક મહત્વની બાબતોનું ધ્યાન રાખતા નથી, તો તેના કારણે તમે બીમાર પડી શકો છો અને વર્કઆઉટમાંથી લાંબો બ્રેક લેવો પડી શકે છે.

Summer Workout Tips : ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. આ સાથે હવે તાપમાનમાં પણ વધારો થઇ રહ્યો છે. આવામાં ફિટનેસ પ્રેમીઓ ગરમી વચ્ચે કસરત કરતા લોકોને પરસેવાની સમસ્યા રહે છે. આ સાથે વર્કઆઉટ કરતા સમયે એનર્જી ઘટી જાય છે. આ સાથે અન્ય ઘણા કારણોને કારણે વર્ક આઉટ પર વિપરીત અસર થાય છે. આજે આપણે આ અહેવાલમાં એ વિશે જાણીશું.

વહેલી સવારે કસરત કરો

વહેલી સવારે કસરત કરો

ઉનાળાની ઋતુમાં, સવારે 9 વાગ્યા પછી જ બહારનું તાપમાન ખૂબ જ ગરમ થવા લાગે છે, તેથી જો તમને સવારે વર્કઆઉટ કરવાનું પસંદહોય, તો સવારે 5 થી 8 કલાકની વચ્ચના સમયગાળામાં તમારું વર્કઆઉટ પૂરું કરો.

બને એટલું વધુ પાણી પીવો

બને એટલું વધુ પાણી પીવો

ઉનાળામાં કસરત દરમિયાન ખૂબ પરસેવો થાય છે, જેના કારણે શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે, તેથી આ માટે યોગ્ય માત્રામાં પાણીપીવું પણ ખૂબ જ જરૂરી છે, પરંતુ કસરત દરમિયાન વધારે પાણી પીવાની ભૂલ ન કરો.

સવારે ઉઠીને 2 ગ્લાસ નવશેકું અથવા સામાન્યગરમ પાણી પીવો. લીંબુ અને મધ મિશ્રિત નવશેકું પાણી પીવું શ્રેષ્ઠ રહેશે. સવારે પર્યાપ્ત માત્રામાં પાણી પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે અનેગતિ પણ યોગ્ય રીતે થાય છે. ફક્ત એટલું ધ્યાનમાં રાખો કે, પાણી પીવા અને કસરત કરવા વચ્ચે ઓછામાં ઓછું 30 થી 40 મિનિટનુંઅંતર હોવું જોઈએ.

એનર્જી ડ્રિંક્સ ન પીવો

એનર્જી ડ્રિંક્સ ન પીવો

કસરત દરમિયાન થાક દૂર કરવા, સ્ટ્રેન્થ અને સ્ટેમિના વધારવા એનર્જી ડ્રિંક્સનો ઉપયોગ ન કરો તો સારું રહેશે. કારણ કે, આ એનર્જીડ્રિંક્સમાં નોંધપાત્ર માત્રામાં ગ્લુકોઝ હોય છે. તેના બદલે ઓછી માત્રામાં સામાન્ય પાણી પીવો.

વર્કઆઉટ બાદ તરત જ સ્નાન ન કરો

વર્કઆઉટ બાદ તરત જ સ્નાન ન કરો

ગરમી અને પરસેવાના કારણે મોટાભાગના લોકો કસરત કર્યા બાદ તરત જ સ્નાન કરી લે છે, પરંતુ આમ કરવાથી તમે બીમાર પડી શકોછો. તેથી વર્કઆઉટ પછી થોડો આરામ કરો, જેથી શરીરનું તાપમાન સામાન્ય થઈ જાય. તમે તેના ઓછામાં ઓછા એક કલાક બાદ સ્નાનકરી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X