For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Teeth Whitening Tips : દાંત સાફ કરવાનો રામબાણ ઇલાજ, દૂર થશે મોં ની દુર્ગંધ

દાંતોની પિળાશ, ખરાબ દાંત અને શ્વાસની દુર્ગંધને કારણે લોકોને ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકી શકે છે. આ કારણે લોકો અન્ય લોકો વાત કરતા અચકાય છે. ઘણા લોકોને હંમેશા ફરિયાદ રહે છે કે, રોજ બ્રશ કરવા છતા પણ તેમના દાંત સાફ થતા નથી.

|
Google Oneindia Gujarati News

Teeth Whitening Tips : દાંતોની પિળાશ, ખરાબ દાંત અને શ્વાસની દુર્ગંધને કારણે લોકોને ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકી શકે છે. આ કારણે લોકો અન્ય લોકો વાત કરતા અચકાય છે. ઘણા લોકોને હંમેશા ફરિયાદ રહે છે કે, રોજ બ્રશ કરવા છતા પણ તેમના દાંત સાફ થતા નથી.

આ સાથે તેમના મોંમાંથી દુર્ગંધ પણ આવતી હોય છે. જો તમને પણ આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપચાર જણાવી રહ્યા છીએ, જેનાથી તમારા દાંત ચમકવા લાગશે.

બેકિંગ સોડા વડે ચમકાવો દાંત

બેકિંગ સોડા વડે ચમકાવો દાંત

દાંતને મોતીની જેમ ચમકાવવા માટે તમે ખાવાનો સોડાનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક ચપટી મીઠું અને અડધી ચમચી ખાવાનોસોડા મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણને બ્રશમાં લગાવો અને દાંતને હળવા હાથે સાફ કરો. તેનાથી દાંત મજબૂત બનશે.

વિનેગર આપશે દાંતને ચમક

વિનેગર આપશે દાંતને ચમક

જો તમે દાંતને પોલીશ કરવાની સાથે મોઢાની દુર્ગંધ દૂર કરવા માંગો છો, તો સફેદ સરકો (વિનેગર) સારો વિકલ્પ બની શકે છે. આ માટેસવારે બ્રશ કર્યા બાદ, સરકો અને પાણીની સમાન માત્રાથી કોગળા કરવા જોઇએ. તેનાથી દાંતમાં ચમક તો આવશે જ, સાથે સાથે મોંનીદુર્ગંધ પણ દૂર થશે.

સ્ટ્રોબેરી અને મીઠાથી મળશે દાંતોની ચમક

સ્ટ્રોબેરી અને મીઠાથી મળશે દાંતોની ચમક

દાંત સાફ કરવા માટે મીઠું અને સ્ટ્રોબેરી પણ કામ કરશે. આ માટે સ્ટ્રોબેરીને મિક્સ કરો અને તેમાં એક ચપટી મીઠું મિક્સ કરો અને પછી તેનેબ્રશ પર લગાવો અને દાંત સાફ કરો. આનાથી તમે તમારા દાંત મોતીની જેમ ચમકવા લાગશે.

આદુ અને મીઠાથી દૂર થશે મોંની દુર્ગંધ

આદુ અને મીઠાથી દૂર થશે મોંની દુર્ગંધ

મોંની દુર્ગંધ દૂર કરવા માટે આદુ અને મીઠુંનો ઉપયોગ કરી શકાય છે. આ માટે પાણીમાં આદુ અને મીઠું નાખીને ગરમ કરો અને પછીહૂંફાળા પાણીથી કોગળા કરો. આનાથી મોઢાની દુર્ગંધ દૂર થશે અને દાંતની પીળાશ ઓછી થશે.

English summary
Teeth Whitening Tips : A panacea for teeth cleaning
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X