Chronic Fatigue Syndrome: ઊંઘમાંથી જાગ્યા બાદ પણ રહે છે થાક, જાણો ક્રોનિક ફેટીગ સિન્ડ્રોમ વિશે
Chronic Fatigue Syndrome: દિવસભર કામ અને સ્ટ્રેસ સહન કર્યા બાદ થાક લાગવો જરૂરી છે. આને દૂર કરવા માટે રાત્રે શાંતિપૂર્ણ ઉંઘ લેવી ખૂબ જ જરૂરી છે, પરંતુ જો તમે એવા લોકોમાંથી છો કે, જેઓ રાત્રે સંપૂર્ણ ઊંઘ લીધા પછી પણ સમગ્ર દિવસ બગાસું ખાતા રહે છે.
આ સાથે દિવસભર થાક અનુભવતા હોય છે, કોઈ કામ કરવાનું મન થતું નથી, જેના કારણે જેની અસર તમારા કામ પર પણ પડે છે, તો તે ક્રોનિક ફેટીગ સિન્ડ્રોમ છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, આ સમસ્યા શા માટે થાય છે, તેના લક્ષણો શું છે, અને તેનાથી બચવાના ઉપાયો વિશે જાણીશું.

ક્રોનિક ફેટીગ સિન્ડ્રોમના લક્ષણો
- વિચારવાની અને સમજવાની ક્ષમતાને અસર કરે છે
- સ્મરણ શકિત નુકશાન
- સતત માથાનો દુખાવો
- આખો દિવસ સૂવું
- સ્નાયુઓ અને સાંધામાં દુખાવો
- લાંબા સમય સુધી ઉધરસ
- ઠંડી લાગવી
- અતિશય પરસેવો
- ખરાબ મિજાજ
- આંખમાં બળતરા અને શુષ્કતા
- કામમાં રસનો અભાવ
- ભૂખ ન લાગવી
ક્રોનિક ફેટીગ સિન્ડ્રોમના કારણો
- સામાન્ય રીતે આ સમસ્યા નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને વધુ અસર કરે છે. કામનું દબાણ વધવાથી આવા લોકો થાક અનુભવવા લાગે છે.
- કેટલાક બેક્ટેરિયલ ઇન્ફેક્શન પણ આ માટે જવાબદાર હોઈ શકે છે.
- લો બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત લોકો પણ આ સમસ્યાનો ઝડપથી શિકાર થઈ જાય છે.
- લાંબા સમય સુધી તણાવ અને કોઈપણ પ્રકારના હોર્મોનલ અસંતુલનને કારણે પણ આ સમસ્યા થઈ શકે છે.
ક્રોનિક ફેટીગ સિન્ડ્રોમમાં શું કરવું?
- કેફીનનું સેવન ઓછું કરો.
- આલ્કોહોલ અને નિકોટિન પર પણ નિયંત્રણ રાખો.
- થાકને દૂર કરવા માટે, દિવસ દરમિયાન સૂવાની આદત સારી નથી. કારણ કે તેનાથી રાતની ઊંઘમાં ખલેલ પહોંચે છે.
- તમારું ઓફિસનું કામ ત્યાં જ પૂરું કરો અને ઘરે બેસીને પૂરું કરવાનો પ્રયાસ ન કરો.
- નાની નાની બાબતોમાં તણાવ લેવાની આદત છોડો.
- શરીરને સક્રિય અને ઊર્જાવાન રાખવા માટે કસરત કરો.
- વધુ પડતો વર્કઆઉટ ટાળો.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
