World Liver Day 2022 : આ ખરાબ આદતોથી થશે લીવરને નુકસાન, આજે જ બદલાવો જીવનશૈલી
'વર્લ્ડ લીવર ડે' એટલે કે વિશ્વ યકૃત દિવસ દર વર્ષે 19મી એપ્રીલના રોજ ઉજવવામાં આવે છે. તેનો હેતુ આપણા શરીરમાં લીવરના મહત્વ વિશે આપણને જાગૃત કરવાનો છે. આ ખાસ અંગ વિના આપણે શરીરના સ્વાસ્થ્યની કલ્પના પણ કરી શકતા નથી.
World Liver Day 2022 : 'વર્લ્ડ લીવર ડે' એટલે કે વિશ્વ યકૃત દિવસ દર વર્ષે 19મી એપ્રીલના રોજ ઉજવવામાં આવે છે. તેનો હેતુ આપણા શરીરમાં લીવરના મહત્વ વિશે આપણને જાગૃત કરવાનો છે. આ ખાસ અંગ વિના આપણે શરીરના સ્વાસ્થ્યની કલ્પના પણ કરી શકતા નથી. લીવરને કોઈપણ પ્રકારનું નુકસાન આપણા જીવનને જોખમમાં મૂકી શકે છે.

લીવરનું ખાસ ધ્યાન રાખવું
લીવર એ આપણા શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. મગજ પછી તે બીજું સૌથી જટિલ અંગ છે, કારણ કે તે રોગપ્રતિકારક શક્તિ, પાચન અને ચયાપચય સહિતશરીરના ઘણા મહત્વપૂર્ણ કાર્યોમાં મદદ કરે છે. હેપેટાઈટીસ બી અને હેપેટાઈટીસ સી અને અન્ય ઘણા કારણોસર લીવર ખરાબ રીતે પ્રભાવિત થાય છે.

યકૃતના સારા સ્વાસ્થ્ય માટે શું કરવું?
શરીરને હાઇડ્રેટેડ રાખો, નિયમિત સમયાંતરે પાણી પીતા રહો, તે કુદરતી ડિટોક્સિફાઇંગ એજન્ટ તરીકે કામ કરે છે અને લીવરને શરીરમાંથી ગંદકી દૂર કરવામાં મદદ કરેછે.
ખરાબ કોલેસ્ટ્રોલવાળા ખોરાકને છોડીને તંદુરસ્ત ચરબીવાળો ખોરાક ખાવાનું શરૂ કરો. અખરોટ, એવોકાડો અને ઓલિવ ઓઈલનું સેવન કરો.
લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી લીવરનું સ્વાસ્થ્ય સારું રહે છે. તમારા રોજિંદા આહારમાં પાલક, બ્રોકોલી ખાવાથી આ અંગ કુદરતી રીતે સાફ થઈ જાય છે.
તમારા રોજિંદા આહારમાં ફળોની માત્રામાં વધારો કરો, જો તમે વિટામિનથી ભરપૂર ફળો ખાઓ તો તે વધુ સારું રહેશે.
નિયમિત કસરત કરવાથી લીવરનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

આ આદતોથી લીવરને નુકસાન થશે
- સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટથી દૂર રહો, તળેલી વસ્તુઓ લીવરને નુકસાન પહોંચાડવામાં મહત્વનો ભાગ ભજવે છે.
- પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહો, કારણ કે તેમાં હાઈ ગ્લાયકેમિક ઈન્ડેક્સ હોય છે, જે ફેટી લીવરનું કારણ બને છે.
- ફેટી લિવરની સમસ્યા રેડ મીટના સેવનથી થાય છે, માંસ ભલે પ્રોટીનનો ભરપૂર સ્ત્રોત હોય, પરંતુ તે વધુ ખાવું નુકસાનકારક છે.
- એવી વસ્તુઓનું સેવન ઓછું કરો જેમાં ખાંડનું પ્રમાણ ખૂબ વધારે હોય જેમ કે મીઠાઈ, ચોકલેટ, કેન્ડી વગેરે.
- આલ્કોહોલનું સેવન લીવર પર ખરાબ અસર કરે છે, તેથી તમે જેટલી જલ્દી આ ખરાબ આદત છોડો તેટલું સારું.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
