દૂધમાં કેટલુ પાણી છે અથવા બીજી કોઈ મિલાવટ છે કે નહિ, ઘરે બેઠા સરળતાથી આ રીતે કરો ચેક

અમે આજે તમને જણાવી રહ્યા છે મિલાવટી દૂધને ઓળખવાની રીત અને નુકશાન વિશે.

નવી દિલ્લીઃ આમ તો દૂધ સૌથી પૌષ્ટિક આહારમાંનુ એક માનવામાં આવે છે. આમાં વિટામિન, કેલ્શિયમ, પ્રોટીન, નિયાસિન, ફૉસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં મળી રહે છે. પરંતુ આજના સમયમાં બજારમાં મળતા દૂધમાં વિવિધ પ્રકારની મિલાવટ કરવામાં આવે છે. જેનાથી તેની પૌષ્ટિકતા પર નકારાત્મક અસર તો પડે જ છે. ઘણી વાર તો આનાથી તમારા શરીરને નુકશાન થવાની સંભાવના પણ રહે છે. કેમિકલ્સ મિલાવવાના કારણે તે લિવર અને કિડની પર ખૂબ જ ખરાબ અસર કરે છે. અમે આજે તમને જણાવી રહ્યા છે મિલાવટી દૂધને ઓળખવાની રીત અને નુકશાન વિશે.

ચેક કરો દૂધમાં કેટલુ છે પાણી

ચેક કરો દૂધમાં કેટલુ છે પાણી

શું તમે વધુ પાણી મિશ્રિત દૂધ પીતા નથીને. દૂધમાં વધુ પડતું પાણી દૂધના પોષક તત્વોને નષ્ટ કરે છે અને તે તમારા ખિસ્સાને પણ ભારે બનાવે છે. દૂધમાં પાણીની ભેળસેળ તપાસવા માટે તમારી આંગળીના છેડા પર અથવા વળેલી સપાટી પર દૂધનુ એક ટીપુ મૂકો અને તેને નીચે વહેવા દો. જો દૂધ સ્થિર રહે અને ધીમે ધીમે વહેતુ હોય તો તેમાં પાણી ઓછુ છે. નહીં તો તેમાં ખૂબ પાણી છે. આ સિવાય ધ્યાન રાખો કે જ્યારે તમે કોઈ અન્ય વસ્તુના પ્લેન પીસ પર દૂધના ટીપાં નાખો. આ પછી તેને થોડુ નમાવો. જો દૂધનુ સફેદ નિશાન છોડીને ટીપુ ધીમે ધીમે વહેતુ હોય તો તેનો અર્થ એ કે દૂધમાં પાણીની ભેળસેળ નથી. જો તે સફેદ નિશાનો છોડતુ નથી તો તેનો અર્થ એ છે કે પાણીમાં ભેળસેળ કરવામાં આવી છે.

નુકશાન: પાણીમાં ભેળવવાથી દૂધ પાતળુ થઈ જાય છે. જેનાથી તે ઓછુ ફાયદાકારક બને છે.

સિન્થેટીક દૂધની ઓળખ

સિન્થેટીક દૂધની ઓળખ

કૃત્રિમ દૂધ એટલે કે નકલી દૂધ કુદરતી દૂધમાં રસાયણો અને સાબુ જેવી વસ્તુઓનું મિશ્રણ કરીને બનાવવામાં આવે છે. કૃત્રિમ દૂધ તેના ખરાબ સ્વાદથી જ જાણી શકાય છે. ઘસવામાં આવે ત્યારે તે સાબુ જેવું લાગે છે અને ગરમ થવા પર પીળુ થઈ જાય છે.

નુકશાનઃ યુરિયા, લોન્ડ્રી ડિટર્જન્ટ, સોડા સ્ટાર્ચ અને ફોર્મેલિનને કૃત્રિમ દૂધ બનાવવા માટે મિશ્રિત કરવામાં આવે છે. આ ફૂડ પોઇઝનિંગનુ કારણ બની શકે છે. જેના કારણે ઉલ્ટી અને ઝાડા થવાની ફરિયાદ થઈ શકે છે. આ સિવાય કિડની અને લીવર પર પણ તેની ખરાબ અસર પડે છે.

જાણો દૂધમાં યુરિયાની હાજરી

જાણો દૂધમાં યુરિયાની હાજરી

દૂધમાં યુરિયા ઉમેરવાથી, દૂધની ગંધ કે સ્વાદમાં કોઈ ફેરફાર થતો નથી, તેથી તેને ઓળખવુ થોડુ મુશ્કેલ છે. આ માટે અડધી ટેબલસ્પૂન દૂધ અને સોયાબીન પાવડરને એકસાથે મિક્સ કરો અને બરાબર હલાવો. પાંચ મિનિટ પછી લિટમસ પેપરને ત્રીસ સેકન્ડ માટે ડુબાડી રાખો. જો લિટમસ પેપરનો રંગ વાદળી થઈ જાય તો તેનો અર્થ દૂધમાં યુરિયા છે.

દૂધમાં ડિટર્જન્ટની ઓળખ કેવી રીતે કરશો

દૂધમાં ડિટર્જન્ટની ઓળખ કેવી રીતે કરશો

5ml થી 10ml દૂધ લો અને તેને સમાન પ્રમાણમાં પાણીમાં મિક્સ કરો. આ મિશ્રણને સારી રીતે હલાવો. જો દૂધમાં ડિટર્જન્ટ ભેળવવામાં આવ્યો તો દૂધમાં જાડા સાબુવાળા ફીણ આવવા લાગે છે. ડિટર્જન્ટને હલાવવાથી દૂધમાં સહેજ ફીણ આવવા લાગશે.

નુકશાન: ડીટરજન્ટ સાથે મિશ્રિત દૂધમાં સોડા ખૂબ વધારે હોય છે જે કિડની, લીવર અને હોર્મોન્સ વગેરેને નુકસાન પહોંચાડે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X