• search

ઓનલાઇન રૂપિયા કમાવવાની બેસ્ટ 10 રીતો...

By Super Admin
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  [ગેજેટ] કોઇએ સાચુ જ કહ્યું છે કે 'રૂપિયા જ બધું જ હોય છે એવું તો નથી, પણ ભગવાનથી કમ પણ નથી.' હા, રૂપિયામાં કંઇક તો એવું છે જે દરેકજણ તેની તરફ ખેંચાઇ આવે છે. ત્યારે જ તો આજે દરેકજણ પોતાની વધતી જરૂરીયાતોને પૂર્ણ કરવામાં વધારેમાં વધારે રૂપિયા કમાવવાની રીતે શોધવામાં લાગ્યો છે.

  Also Read: "રિલાયન્સ" તમારી કાર માટે, પહેલીવાર, કાર વીમો એક ક્લિકની દૂરી પર

  પછી ભલે તે નોકરી હોય કે બિઝનેસ. પરંતુ શું આપ જાણો છો કે તેના ઉપરાંત વધું એક સાધન છે, અને તે છે ઇંટરનેટ જેના દ્વારા આપ ઓનલાઇન કમાણી કરી શકો છો. જો આપ પણ ઘરે બેઠા બેઠા ઓનલાઇન કમાણી કરવામાં રસ ધરાવતા હોવ તો આ લેખ આપના માટે ફળદાઇ બની રહેશે.

  આવો જાણીએ કે કેવી રીતે આપ ઇંટરનેટ દ્વારા ઓનલાઇન કમાણી કરી શકશો....

  સેલ્ફ પબ્લિશ બુક

  સેલ્ફ પબ્લિશ બુક

  આપની જો લખવામાં રસ હોય તો એવી ઘણી બધી વેબસાઇટ્સ રૂપિયા આપીને ઓનલાઇન બુક લખાવવાનું કામ કરાવે છે. સાથે જ તેની રોયલ્ટી પણ આપે છે. તેમાંથી પ્રમુખ છે એમેઝન. તેના એમેઝન કિંડલ ડાયરેક્ટ પબ્લિશિંગ નામના ફીચર પર આપ કોઇપણ ઓનલાઇન બુક લખીને તેને અહીં પબ્લિશ કરી શકો છો. જ્યારે તે બુકનું વેચાણ થશે તો 70 ટકા સુધીની રોયલ્ટી આપને આપવામાં આવશે. વધારે જાણકારી આપ https://kdp.amazon.com પરથી મેળવી શકો છો.

  તસવીરો વેચો અને કમાણી કરો

  તસવીરો વેચો અને કમાણી કરો

  ઓનલાઇન અનેક વેબસાઇટો છે જેની પર આપ ફોટો સ્ટોક કરી શકો છો. તેમાં સામેલ કેટલાંક પ્રમુખ સાઇટો છે www.shutterstock.com , www.shutterpoint.com અને www.istockphoto.com આ સાઇટ્સમાં સાઇટ્સ સભ્યોને ફોટોઝને સાઇટ પર સબમિટ કરવા પડે છે. સાઇટ પોતાની પોલીસી પ્રમાણે આપને 15-85 ટકા સુધીની રોયલ્ટી આપે છે.

  ઓનલાઇન કામ

  ઓનલાઇન કામ

  www.odesk.com અને www.elance.com વગેરે વેબસાઇટો ઓનલાઇન કમાણીના મામલામાં વિશ્વ પ્રસિદ્ધ છે. જેમાં પહેલા આપનો ટેસ્ટ થાય છે, જોવામાં આવે છે કે આ કામ માટે આપ ઉપયોગી છો કે નહીં. રજીસ્ટ્રેશન થયા બાદ સાઇટ સભ્યો સાથે કરાર કરવામાં આવે છે અને ફ્રીલાંસર રૂપમાં કામ કરાવે છે. પ્રતિ કલાક અન્ય નિયમો પ્રમાણે આપને પેમેન્ટ કરવામાં આવે છે. ઓનલાઇન વર્કમાં કેટલીકવાર છેતરપિંડી પણ થાય છે, માટે સાવધાન રહો.

  ગૂગલ એડસેંસ

  ગૂગલ એડસેંસ

  ગૂગલ એડસેંસ દ્વારા આપવામાં આવતી જાહેરાતોને જ્યારે આપ પોતાના બ્લોગ પર લગાવો છો તો આપને દરેક ક્લિક માટે વળતર મળશે. ગૂગલ એડસેંસ આપને ચિત્ર, વીડિયો, ટેક્સ્ટ, બેનર વગેરેના રૂપિયા આપે છે. તેમાંથી આપ આપના માટે જાહેરાતની પસંદગી કરી શકો છો અને આપના બ્લોગ પર રાખી શકો છો.

  યૂટ્યૂબ પર વીડિયો અપલોડ કરીને

  યૂટ્યૂબ પર વીડિયો અપલોડ કરીને

  યૂટ્યૂબ પણ આપના ઓરિજનલ વીડિયો પર આપને રૂપિયા આપે છે. તેના માટે સૌથી પહેલા www.youtube.com/creators/partner.html
  પર જઇને યૂટ્યૂબ પાર્ટનર પ્રોગ્રામ માટે એપ્લાય કરવું પડે છે. રજિસ્ટ્રેશન પછી આપ પોતાના વીડિયોને અપલોડ કરી શકો છો. યૂટ્યૂબની ટેકનીકી સમિતિ દ્વારા ઓરીજનલાલિટી અને ગુણવત્તામાં પાસ થયા બાદ વીડિયો પર મળનાર જાહેરાતનો હિસ્સો યૂઝર્સને આપવામાં આવે છે.

  બાયલેસ એડ

  બાયલેસ એડ

  આ સાઇટથી સીધી જાહેરાતોને વેચીને આપ રૂપિયા કમાઇ શકો છો. આપના બ્લોગ હેતુ આપવામાં આવનાર જાહેરાત બદલ તે પોતાની કમિશન લઇ લે છે. તેના જાહેરાતદાતાઓ પાસેથી આપ સીધા સંપર્ક કરી શકતા નથી.

  ઇ-ટ્યૂટરથી કરો કમાણી

  ઇ-ટ્યૂટરથી કરો કમાણી

  ઇ-અનેક વેબસાઇટ એવી છે કે જે અનેક વિષયો પર લોકોને પેડ ઇ-ટ્યૂટરની સુવિધા આપે છે. તેમાં www.tutorvista.com અને www.2tion.net
  પ્રમુખ વેબસાઇટ છે. યૂઝર્સે તેની પર રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. ત્યાર બાદ, થોડાક જ કલાકો વંચાવીને સારીએવી કમાણી કરી શકો છો.

  રિવ્યૂ લખીને

  રિવ્યૂ લખીને

  આપ પોતાની લેખનની ક્ષમતા દ્વારા સોફ્ટવેર વગેરે વિષયો પર રિવ્યૂ લખીને પણ રૂપિયા કમાઇ શકો છો. સાથે જ ઇંફોલિંક પણ એક એવું જ માધ્યમ છે.

  એપ્સનો બિઝનેસ

  એપ્સનો બિઝનેસ

  સ્માર્ટફોનથી વધે છે વર્ચસ્વના કારણે આજે એપ ખૂબ જ ઉપયોગ થઇ રહ્યા છે. જો આપની પાસે પણ એપ બનાવવાના સારા આઇડિયા છે તો ઓનલાઇન પ્રશિક્ષણ બાદ ખુદ અથવા તો કોઇ ડેવલપરની સેવાથી પોતાની એપ બનાવડાવી શકો છો. એપ બન્યા બાદ 30-100 ડોલર વાર્ષિક ફીસ, આપીને આપ ગૂગલ, એપ્પલ, માઇક્રોસોફ્ટ વગેરે સ્ટોર પર રજિસ્ટ્રેશન કરાવી શકો છો.

  જૂનો સામાન વેચીને ઓનલાઇન કરો કમાણી

  જૂનો સામાન વેચીને ઓનલાઇન કરો કમાણી

  આપ આપના ઘરનો જૂનો સામાન ઓનલાઇન વેચીને રૂપિયા કમાઇ શકો છો. અનેક વેબસાઇટ પર આપ તેના માટે મફત જાહેરાત પણ આપી શકો છો.

  English summary
  You can make some easy money online doing things you’re already doing. Here are some lifehacks to sta

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more