For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#DeleteFacebook : કેવી રીતે તમારું ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરવું

શું તમે તમારું ફેસબુક એકાઉન્ટ ડિલિટ કરવા માંગો છો. શીખો આ પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ અહીં ગુજરાતીમાં.

|
Google Oneindia Gujarati News

ફેસબુકમાં ડેટા લીક થયા પછી સમગ્ર દુનિયામાં #DeleteFacebook ટ્રેડ ચાલી રહ્યો છે. પોલીટિકલ ડેટા ફર્મ કૈમ્બ્રિઝ એનાલિટિકા પર લાગેલા ડેટા ચોરીના આરોપના કારણે ફેસબુક સીઇઓ માર્ક ઝુકરબર્ગની મુશ્કેલીઓ વધી ગઇ છે. અમેરિકામાં વર્ષ 2016મમાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કેમ્બ્રિઝ એનાલિટિકાએ ડોનાલ્ટ ટ્રંપ માટે 5 કરોડ ફેસબુક યુર્ઝર્સનો ડેટા ચોર્યો હતો. આ પછી ડિલિટ ફેસબુક ટ્રેન્ડ હેઠળ લોકો ફેસબુકને ડિલિટ કરી રહ્યા છે. જો તમે પણ ફેસબુકથી કંટાળીને તમારું એકાઉન્ટ ડિલિટ કરવા માંગો છો તો નીચેના સ્ટેપ ફોલો કરી તમે આમ કરી શકો છો.

ફેસબુક

ફેસબુક

દુનિયાભર લોકો હેશટેગ ડિલિટ ફેસબુક દ્વારા પોતાનું ફેસબુક એકાઉન્ટ ડિલિટ કરી રહ્યા છે. અને બીજા લોકોને પણ આમ કરવા અપીલ કરી રહ્યા છે. જો તમને પણ ડર છે કે ફેસબુકે તમારી ખાનગી જાણકારી કોઇ થર્ડ પાર્ટીને આપી શકે છે અને જો તમે પણ વાતથી પરેશાન થઇ ફેસબુક છોડવા માંગો છો. તો ફેસબુક એકાઉન્ટ ડિલિટ તમે બે રીતે કરી શકો છો. આમ કરવું ખુબ જ સરળ છે. એક તો એકાઉન્ટને ડિએક્ટીવેટ કરીને તમે એકાઉન્ટ ડિલિટ કરી શકો છે કે પછી હંમેશા માટે એકાઉન્ટ ડિલિટ પણ કરી શકો છો. વધુ વાંચો.

ડિએક્ટીવેટ

ડિએક્ટીવેટ

જો તમે ફેસબુકને છોડવા નથી માંગતા અને થોડા દિવસ માટે તેમાંથી બ્રેક લેવા માંગો છો તો તમે તમારું એકાઉન્ટ ડિએક્ટીવેટ કરી શકો છો. ડિએક્ટીવેટનો અર્થ તે થાય છે કે તમે જ્યારે ઇચ્છો ત્યારે લોગ ઇન કરી ડિટેલ આપી તમારું એકાઉન્ટ ફરી ઓપન કરાવી શકો છો. એકાઉન્ટ ડિએક્ટિવેટ કરવાથી બીજા લોકો આ એકાઉન્ટ ત્યાં સુધી નહીં જોઇ શકે જ્યાં સુધી તમે બીજી વાર લોગ ઇન નથી કરતા. આ દરમિયાન તમારા તમામ ડેટા, ફોટા અને સ્ટેટસ તેવું ને તેવું જ રહેશે તેમાં કોઇ બદલાવ નહીં આવે.

ડિલિટ એકાઉન્ટ

ડિલિટ એકાઉન્ટ

જો તમે ફેસબુકને હંમેશા માટે છોડવા માંગો છો. અને આ માટે મન બનાવી લીધું છે. અને ઇચ્છો છો કે સોશ્યલ મીડિયા પર તેનો કોઇ ડેટા ના રહે તો તે માટે settingsમાં જઇને General Setting પર ક્લિક કરો. પછી Manage your account પર જઇને Request Account Deletion પર ક્લિક કરો. તે પછી ફેસબુકની પ્રક્રિયા ફોલો કરો. તે વાતનું ધ્યાન રાખજો કે ફેસબુકમાંથી એકાઉન્ટ ડિલિટ થતા 90 દિવસ સુધીનો ટાઇમ લાગી શકે છે. અને આ માટે એક વાર આ પ્રક્રિયામાંથી પસાર થયા પછી ફરી એક વાર આ એકાઉન્ટમાં લોગ ઇન ના કરતા.

ફેસબુક

ફેસબુક

જો કે તમારું એકાઉન્ટ ડિલિટ કરવા પહેલા જો તમે તમારો તમામ ડેટા મેળવવા માંગો છો તો તે માટે ફેસબુક એકાઉન્ટ પર લોગ ઇન કરો. લોગ ઇન પછી Setting ઓપ્શનમાં જઇ General Settingમાં જઇ Manage your account પર ક્લિક કરો. તે પછી Download a copy of your Facebook data પર ક્લિક કરો. ફેસબુક તમને તમારો ડેટા જિપ ફોલ્ડરમાં મોકલશે. આમ તમે આ સમગ્ર પ્રક્રિયા કરી શકો છો.

English summary
Facebook data leak : Here how to permanently delete your facebook account
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X