હોમ લોન પર ટેક્સ કેવી રીતે બચાવશો?
જો તમે તમારી સેલરીમાંથી ટેક્સ બચાવવા ઈચ્છો છો તો આ શક્ય છે. જી હાં, તમે હોમ લોન લઈને ટેક્સ બચાવી શકો છો.
જો તમે તમારી સેલરીમાંથી ટેક્સ બચાવવા ઈચ્છો છો તો આ શક્ય છે. જી હાં, તમે હોમ લોન લઈને ટેક્સ બચાવી શકો છો. આપણા દેશમાં હોમ લોન પર વિવિધ પ્રકારની છૂટ મળે છે, જેના વિશે મોટા ભાગના લોકોને જાણ નથી. તો ચાલો તમને જણાવીએ કે હોમ લોન પર કેવી રીતે ઈન્કમ ટેક્સની બચત કરી શકાય છે.
આ પણ વાંચો: પર્સનલ લોન લેતા પહેલાં ધ્યાન રાખો આ 5 બાબતો

મૂડી પર ટેક્સ બેનિફિટ
તમે જેટલી રકમની તમે લોન લીધી છે, અને તે લોન પર જેટલું વ્યાજ લાગે છે, તેને વહેંચી દેવામાં આવે છે. અને આ રકમને આપણે ઈએમઆઈ તરીકે ઓળખીએ છીએ. મૂડીને તમારી કુલ આવકમાંથી કાપી લેવામાં આવે છે. એટલા માટે બેન્કની પાસે તમારી તમામ આવકનું વિવરણ હોય છે.

ચૂકવાતા વ્યાજ પર ટેક્સનો લાભ
તમે જે વ્યાજ ચૂકવો છો, તે સેલ્ફ એક્યુપાઈડ પ્રોપર્ટી હોય છે, જેને ઘરની સંપત્તિમાંથી થતી આવત અંતર્ગત 2 લાખ રૂપિય સુધી વધુમાં વધુ કાપ મળી શકે છે. જેને કારણે તમારું કુલ દેવું ઓછું થાય છે. પરંતુ તેને ક્લેમ કરવા માટે લોન લીધી હોય તે વર્ષથી 5 વર્ષની અંદર જ નિર્માણ કે પઝેશન મળી જવું જોઈએ. જો આમ ન થાય તો મળતી છૂટ 30 હજાર સુધી સીમીત થઈ જશે.

પહેલીવાર ઘર ખરીદનાર લોકોને 50 હજાર સુધીની વધારાની છૂટ
જો તમે કેટલીક શરતોનું પાલન કરો છો, તો પહેલીવાર ઘર ખરીદનાર લોકોને 50 હજાર સુધીની વધારાની છૂટ મળી શકે છે. જો તમે તમારી સંપત્તિને ભાડે આપો છો, તો મળતા ભાડા અને નગરનિગમના ટેક્સ વચ્ચે છૂટ અને હોમ લોનનું વ્યાજ તમારું નુક્સાન કરશે.
દાખલા તરીકે જો વાર્ષિક ભાડું 5 લાખ રૂપિયા છે તો કુલ મૂલ્યના 30 ટકા (જે સામાન્ય રીતે ભાડા પર હોય છે) પર છૂટ મળ્યા બાદ 3.5 લાખની રકમ એ તમારું નુક્સાન છે. આર્થિક એક્ટ 2017ના સંશોધન મુજબ તમે તમારી નિશ્ચિત આવક કે અન્ય આવકથી ઉલ્ટુ 2 લાખ સુધીનું નુક્સાન બતાવી શકાય છે. બેલેન્સ (1.5 લાખનું સરપ્લસ) આઠ વર્ષ માટે આગળ વધારી શકાય છે. જો કે આ ફક્ત તમારી ભાડાની આવક સુધી જ સેટ કરી શકાય છે.

પાર્ટનર સાથે મળીને કરો અરજી
ટેક્સ બચાવવામાં જો તમે તમારા પાર્ટનર કે જીવનસાથી સાથે મળીને હોમ લોન લો છો, તો બંનેને ટેક્સ બચાવવતા સમયે આનો લાભ મળશે. જો તમારા પરિવારમાં પુત્ર કે પુત્રી પણ કામ કરતા હોય, તો તમે તેમને પણ લોન લેવામાં સામેલ કરી શખો છો. આમ કરવાથી લોન ત્રણ ભાગમાં વહેંચાઈ જશે. અને ત્રણેયને ફાયદો થશે. ફક્ત એક જ માલિકીની સંપત્તિ પર આવો લાભ થવો શક્ય છે.

નિર્માણાધીન ફ્લેટ ખરીદો
તમને જણાવી દઈએ કે રેડી ટૂ મૂવ ફ્લેટ એટલે કે જેમાં તમે તરત જઈને રહી શકો છો, તેવા ફ્લેટ કે ઘરની કિંમત વધુ હોય છે. પ્રયત્ન કરો કે તમે નિર્માણાધીન ફ્લેટ ખરીદો. સામાન્ય રીતે તે સસ્તા હોય છે, સાથે જ તમારી ઈએમઆઈ લાંબા સમય માટે વહેંચાઈ જાય છે. જેનો લાભ પણ લાંબા ગાળા સુધી મળે છે.

80સી અંતર્ગત મળશે લાભ
કોઈ માલિક, મિત્ર કે ખાનગી લોન આપનાર પાસેથી લોન લેવા પર વ્યાજ પર છૂટ મળે છે. પરંતુ જો લોન લેનાર પાસેથી એક સર્ટિફિકેટ મેળવશો તો તેમાં છૂટ મળી શકે છે. ધ્યાન રાખો કે મૂળ મૂડી 80 સી અંતર્ગત છૂટ માટે યોગ્ય નથી.

સમારકામ માટે ખર્ચની ભરપાઈ
સમારકામ અને મેઈન્ટેન્ટસ માટે કરાયેલો ખર્ચ પણ ઘરની સંપત્તિમાંથી થતી આવકમાંથી બાદ નથી મળતી. જો કે મૂળ મૂલ્યના 30 ટકા પર એક માનક છૂટની મંજૂરી છે, જે એક આઉટ હાઉસ પ્રોપર્ટીના સમારકામ અને મેઈન્ટેન્સન ખર્ચની ભરપાઈ કરે ચે. આ ઉપરાંત નાણાકીય વર્ષ દરમિયાન ચૂકવાયેલા મ્યુનિસિપાલિટીના કરને પણ છૂટ તરીકે મંજૂરી છે.

ભાડે આપી શકો છો ઘર
સૌથી સારો વિકલ્પ છે કે તમે કોઈ બીજાને ઘર ટી પરિપ્રેક્ષ્યથી ભાડે આપી દો. કારણ કે ઘર પર લાગતો ટેક્સ તમારે જ ચૂકવવાનો છે, એટલે ભાડા પર લાગતો ટેક્સ ચૂકવવો વધુ સારો વિકલ્પ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
