For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્વીટર પરનથી આવતો સારો રિસ્પોન્સ? તો રાખો આ વાતો નું ધ્યાન

જો તમે ટ્વિટરનો ઉપયોગ કરો છો અને સતત ટ્વિટ કર્યા પછી, મુદ્દા ઉઠાવવા છતાં, તમારા ટ્વિટનો કોઈ જવાબ નથી અથવા અધિકારીઓનો જવાબ નથી આવતો, તો સ્વાભાવિક છે કે તમને પણ લાગે છે કે, ટ્વીટર કોઈ કામનું નથી.

|
Google Oneindia Gujarati News

જો તમે ટ્વિટરનો ઉપયોગ કરો છો અને સતત ટ્વિટ કર્યા પછી, મુદ્દા ઉઠાવવા છતાં, તમારા ટ્વિટનો કોઈ જવાબ નથી અથવા અધિકારીઓનો જવાબ નથી આવતો, તો સ્વાભાવિક છે કે તમને પણ લાગે છે કે, ટ્વીટર કોઈ કામનું નથી. આવું તમારી અને અમારી સાથે ઘણી વખત બન્યું છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલીક ટિપ્સ ફોલો કરીને તમે તમારા ટ્વીટ પર યુઝર્સનો ટ્રાફિક વધારી શકો છો.

ટ્વીટ પર વધુને વધુ યુઝર્સને શામેલ કરી શકો?

ટ્વીટ પર વધુને વધુ યુઝર્સને શામેલ કરી શકો?

જો તમારી પાસે હજૂ સુધી આ વિશે કોઈ માહિતી નથી, તો આજે અમે તમને આ સમાચારમાં જણાવવા જઈ રહ્યા છીએ કે, કેવી રીતે તમેતમારા ટ્વીટ પર વધુને વધુ યુઝર્સને શામેલ કરી શકો છો, સાથે જ અધિકારીઓ અને મંત્રીઓનું ધ્યાન તમારા ટ્વિટ પર દોરી શકો છો.

ટ્વીટ કરતી વખતે ખાસ ધ્યાન રાખો

ટ્વીટ કરતી વખતે ખાસ ધ્યાન રાખો

ટ્વીટ કરતી વખતે એવી ભાષાનો ઉપયોગ કરો, જે અઘરી ન હોય તેમજ લોકો સરળતાથી સમજી શકે. જો તમે ગુજરાતીનો ઉપયોગ કરીરહ્યા છો, તો તેમાં કોઈ ભૂલ ન હોવી જોઈએ, આ સાથે, જો તમે અંગ્રેજીનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તે એવું હોવું જોઈએ કે, લોકો સરળતાથીસમજી ન શકે.

કોઈએ એવી ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ કે, જે કોઈ પ્રદેશ પૂરતી મર્યાદિત હોય અથવા તેના વિશે બહુ ઓછા લોકોજાણે છે. આવી સ્થિતિમાં તમારા ટ્વીટ પર યુઝર્સની પ્રતિક્રિયા ઓછી હશે.

જરૂરી છે યોગ્ય ટેગીંગ

જરૂરી છે યોગ્ય ટેગીંગ

જો તમે ટ્વીટ કરી રહ્યા છો અને કોઈ ચોક્કસ વ્યક્તિને સંબોધિત કરી રહ્યાં છો, તો તમારા ટ્વિટમાં તેના ટ્વિટર અકાઉન્ટને પણ ટેગકરવાનું ભૂલશો નહીં.

જો તે સંસ્થા છે, તો તમારે તે સંસ્થાને ટેગ કરવાની સાથે સાથે તેની સંબંધિત સંસ્થાઓને પણ ટેગ કરવી જોઈએ, આનોઅર્થ એ છે કે, થોડા કલાકોમાં તમારી ટ્વીટને સારો પ્રતિસાદ મળે છે, આ સાથે જ તે અકાઉન્ટ સાથે જોડાયેલા લોકો પણ તમારી ટ્વીટજોઈને તમારી સાથે જોડાવાનું શરૂ થઈ જશે.

અપ્રિય ભાષા ટાળો

અપ્રિય ભાષા ટાળો

જો તમને લાગતું હોય કે, અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને તમે તમારા ટ્વીટરની પહોંચ વધારી શકો છો અને તમારી ટ્વીટની રીચ પણવધારી શકો છો, તો એવું નથી, કારણ કે આમ કરવાથી તમારે જેલ જવું પડી શકે છે અથવા તમને પોલીસ સ્ટેશન લઇ જઈ શકાય છે. આસાથે સાથે તમે કોર્ટના કેસમાં પણ ફસાઈ શકો છો.

ટ્વીટ્સ ટૂંકી અને પોઇન્ટ ટુ પોઇન્ટ રાખો

ટ્વીટ્સ ટૂંકી અને પોઇન્ટ ટુ પોઇન્ટ રાખો

ટ્વીટ કરતી વખતે, તમને એક વિશેષ અક્ષર મર્યાદા આપવામાં આવે છે, પરંતુ તેમ છતાં તમારો પ્રયાસ ટ્વીટને શક્ય તેટલો ટૂંકોરાખવાનો હોવો જોઈએ, જેથી તમારી વાત સામેની વ્યક્તિ સુધી સરળતાથી પહોંચી જાય અને તે આખી ટ્વીટ પણ વાંચી શકે, જેનો રિસ્પોન્સસારો છે.

English summary
Officials are not responding on Twitter? Do this while tweeting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X