For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમે ખૂબ જ ખુશ હોવ, ત્યારે કેમ છલકાય છે આંખો? આ રહ્યા વૈજ્ઞાનિક કારણો

તમે જોયું હશે કે, જ્યારે પણ આપણે ખૂબ ખુશ હોઈએ છીએ ત્યારે ઘણી વખત હસતી વખતે આપણી આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. સામાન્ય ભાષામાં તેને ખુશીના આંસુ પણ કહેવામાં આવે છે. તમે કદાચ આંસુ પાછળનું વિજ્ઞાન નહીં જાણતા હોવ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : તમે જોયું હશે કે, જ્યારે પણ આપણે ખૂબ ખુશ હોઈએ છીએ ત્યારે ઘણી વખત હસતી વખતે આપણી આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. સામાન્ય ભાષામાં તેને ખુશીના આંસુ પણ કહેવામાં આવે છે. તમે કદાચ આંસુ પાછળનું વિજ્ઞાન નહીં જાણતા હોવ. તો ચાલો જાણીએ આંસુ પાછળનું વિજ્ઞાન, આવું કેમ અને કેવી રીતે થાય છે?

આંસુ નિકળવાના 2 કારણો

આંસુ નિકળવાના 2 કારણો

એક રિપોર્ટ અનુસાર, હસતી વખતે રડવાના 2 કારણો આપવામાં આવ્યા છે, એટલે કે આંસુ. આમાં પહેલું કારણ જણાવવામાં આવ્યું છે કે, જ્યારે આપણે ખુલીને હસીએછીએ ત્યારે આપણા ચહેરાના કોષો અનિયંત્રિત રીતે કામ કરવા લાગે છે. જ્યારે આવું થાય છે, ત્યારે મગજનો અંકુશ આપણી લૅક્રિમલ ગ્રંથિઓમાંથી પણ દૂર થઈ જાયછે અને આંસુ બહાર આવે છે.

લાગણી થાય ત્યારે નીકળે છે આંસુ

લાગણી થાય ત્યારે નીકળે છે આંસુ

તેનું બીજું કારણ એ માનવામાં આવે છે કે, વધારે હસવાની સ્થિતિમાં વ્યક્તિ ભાવુક થઈ જાય છે. વધુ પડતા લાગણીશીલ થવાથી ચહેરાના કોષો પર વધારાનું દબાણપડે છે, જેના કારણે તમારા આંસુ નીકળી જાય છે. આમ કરવાથી આપણું શરીર આંસુ દ્વારા આપણા તણાવને સંતુલિત કરવાનો પ્રયાસ કરે છે.

વધુ લાગણીશીલ હોય છે સ્ત્રીઓ

વધુ લાગણીશીલ હોય છે સ્ત્રીઓ

વાસ્તવમાં, આ સમગ્ર પ્રક્રિયા દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય શકે છે. ઘણા લોકો ઓછું રડે છે, જ્યારે ઘણા લોકો ખૂબ જ ઝડપથી લાગણીશીલ થઈ જાય છે. વળી,સ્ત્રી કે પુરુષ હોવાનો પણ આ સમગ્ર પ્રક્રિયામાં ફરક પડે છે.

એવું માનવામાં આવે છે કે, સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ લાગણીશીલ હોય છે. આવી સ્થિતિમાં મહિલાઓ સાથેહાસ્યમાં આંસુ આવવાની શક્યતા વધુ જોવા મળે છે.

હોર્મોન્સની મહત્વપૂર્ણ ભૂમિકા

હોર્મોન્સની મહત્વપૂર્ણ ભૂમિકા

બાલ્ટીમોરની યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના મનોવૈજ્ઞાનિક રોબર્ટ પ્રોવિનના જણાવ્યા અનુસાર, વધુ કે ઓછા ભાવુક થવામાં હોર્મોન્સ મુખ્ય ભૂમિકા ભજવે છે.

રોબર્ટપ્રોવિનના કહેવા પ્રમાણે, જ્યારે આપણે રડીએ છીએ ત્યારે મગજનો જે ભાગ હસવામાં સક્રિય હોય છે, તે પણ સક્રિય થાય છે. સતત હસવા કે રડવાના કિસ્સામાં મગજનાકોષો પર વધુ તાણ આવે છે.

આવી સ્થિતિમાં શરીરમાં કોર્ટિસોલ અને એડ્રેનાલિન નામના હોર્મોન્સ નીકળે છે. હસતી વખતે કે રડતી વખતે શરીરમાં વિપરીત પ્રતિક્રિયા માટે આ હોર્મોન્સ જવાબદારહોય છે.

નોંધનીય છે કે, હસતા અને રડતા સમયે ખુશીનું પહેલું આંસુ જમણી આંખમાંથી અને દુ:ખનું પહેલું આંસુ ડાબી આંખમાંથી આવે છે.

English summary
Why are your eyes got tears when we are so happy? These are scientific reasons
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X