keyboard_backspace

Indian Philanthropy List 2021 : જાણો દેશના ટોપ 10 દાનવીર ઉદ્યોગપતિઓ, જે કરે છે રોજ આટલા કરોડનું દાન

એડલગિવ હુરુન ઈન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ 2021 મુજબ અઝીમ પ્રેમજીએ કોરોના રોગચાળાથી પ્રભાવિત વર્ષ દરમિયાન તેમના ચેરિટી અને સામાજિક સેવાના કાર્યોમાં લગભગ એક ક્વાર્ટરનો વધારો કર્યો છે.

Google Oneindia Gujarati News

મુંબઈ : ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજી તેમના પરોપકારી કાર્યો માટે ફરી એકવાર ચર્ચામાં છે. વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજીએ નાણાકીય વર્ષ 2020-21માં કુલ રૂપિયા 9,713 કરોડનું દાન આપ્યું છે, એટલે કે, અઝીમ પ્રેમજીએ નાણાકીય વર્ષ 2020-21માં દરરોજ રૂપિયા 27 કરોડનું દાન કર્યું છે.

એડલગિવ હુરુન ઈન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ 2021 મુજબ અઝીમ પ્રેમજીએ કોરોના રોગચાળાથી પ્રભાવિત વર્ષ દરમિયાન તેમના ચેરિટી અને સામાજિક સેવાના કાર્યોમાં લગભગ એક ક્વાર્ટરનો વધારો કર્યો છે. યાદી અનુસાર ચેરિટી વર્ક કરનારા ભારતીયોમાં અઝીમ પ્રેમજી નંબર વન પર છે. તો ચાલો જાણીએ દેશના ટોપ-10 બિઝનેસમેન કોણ છે, જે ચેરિટીના મામલે આગળ છે.

Indian Philanthropy List 2021
  1. એડલગિવ હુરુન ઈન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ 2021 અનુસાર, વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજી ચેરિટીના મામલે નંબર વન પર છે. નાણાંકીય વર્ષ 2020-21માં પ્રેમજીએ 9,713 કરોડ રૂપિયા એટલે કે, દરરોજ 27 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.
  2. HCLના શિવ નાદર બીજા નંબર પર છે. શિવ નાદરે ચેરિટી કાર્ય માટે 1,263 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. નાદર તેમની સફળતાનો શ્રેય તેમને તેમના જીવનની શરૂઆતમાં મળેલ શિક્ષણ અને શિષ્યવૃત્તિને આપે છે.
  3. ત્રીજા નંબરે મુકેશ અંબાણી છે, એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીએ 577 રૂપિયા દાનમાં આપ્યા છે. ગયા વર્ષે 30 માર્ચ 2020ના રોજ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કોવિડ-19 સામેની લડાઈમાં સમર્થન આપવા માટે પીએમ કેર ફંડમાં 500 કરોડ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રાહત ફંડ અને ગુજરાતના મુખ્ય પ્રધાન રાહત ફંડમાં 5-5 કરોડનું દાન આપવાની જાહેરાત કરી હતી.
  4. ચોથા નંબર પર આદિત્ય બિરલાના કુમાર મંગલમ બિરલા છે. કુમાર મંગલમ બિરલા ટોપ 10માં સ્થાન મેળવનાર સૌથી યુવા ઉદ્યોગસાહસિક છે. કુમાર મંગલમ બિરલાએ આ નાણાકીય વર્ષમાં 377 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.
  5. પાંચમા નંબર પર વેદાંતના સ્થાપક અને અધ્યક્ષ અનિલ અગ્રવાલ છે. અગ્રવાલ સપ્ટેમ્બર 2014 થી તેમના પરોપકારી પ્રભાવને વિસ્તારી રહ્યા છે, જ્યારે તેમણે તેમની 75 ટકા સંપત્તિ દાનમાં આપી દીધી હતી. જેમણે નાણાકીય વર્ષ 2020-21માં 215 કરોડનું દાન કર્યું છે.
  6. પીરામલ એન્ટરપ્રાઈઝના અજય પીરામલ છઠ્ઠા નંબર પર છે. જેમણે ભારતમાં કોવિડ 19 રોગચાળો શરૂ થયા બાદ પીએમ કેર ફંડમાં 25 કરોડ આપવાનું વચન આપ્યું હતું. અજય પીરામલે આ નાણાકીય વર્ષ 2020-21માં 1976 કરોડનું દાન આપ્યું છે.
  7. નંદન નિલેકણી, ઇન્ફોસિસના સહ-સ્થાપક અને ચેરમેન, એડલગિવ હુરુન ઇન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ 2021માં સાતમા ક્રમે છે. જેમણે આ નાણાકીય વર્ષમાં 159 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.
  8. ધર્માદાઓની યાદીમાં હિન્દુજા બંધુઓ, શ્રીચંદ હિન્દુજા અને ગોપીચંદ હિન્દુજા આઠમા સ્થાને છે. જેમણે આ નાણાકીય વર્ષમાં 133 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. 1968 માં સ્થપાયેલ, હિન્દુજા ફાઉન્ડેશન જળ વ્યવસ્થાપન, હેલ્થ કેર, શિક્ષણ, ગ્રામીણ વિકાસ, તેમજ કલા અને સંસ્કૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
  9. દેશના બીજા સૌથી અમીર વ્યક્તિ અને અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણી યાદીમાં આઠમા નંબરે છે. તેમણે આપત્તિ રાહત માટે 130 કરોડનું દાન આપ્યું છે.
  10. ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સના સુધીર મહેતા અને સમીર મહેતા એડલગીવ હુરુન ઈન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટમાં 10મા ક્રમે છે. તેમણે આ નાણાકીય વર્ષમાં 82 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.
English summary
Indian Philanthropy List 2021 : These 10 businessmen of India are on top in terms of charity and social service.
Related News
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X