For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેવભૂમિ દ્વારકામાં ઓપન આર્મી ભરતી રેલીમાં જોડાવાની અમૂલ્ય તક, આ તારીખે શરૂ થશે ઑનલાઈન રજિસ્ટ્રેશન

ગુજરાતમાં જામગનર દ્વારા દેવભૂમિ દ્વારકા ખાતે ઓપન આર્મી ભરતી રેલીનુ આયોજન કરવામાં આવ્યુ છે. વાંચો વિગત..

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં જામગનર દ્વારા દેવભૂમિ દ્વારકા ખાતે ઓપન આર્મી ભરતી રેલીનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેના માટે લાયકાત ધરાવતા માત્ર પુરુષ ઉમેદવારોને રેલીમાં ભાગ લેવા જાણ કરવામાં આવી છે. આ ભરતી રેલી સંભવિત 10 ઓક્ટોબર 2020થી 19 ઓક્ટોબર 2020 દરમિયાન યોજાશે. આ રેલીમાં જોડાવા માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનુ રહેશે.

army bharti

આ ભરતી અંતર્ગત સોલ્જર જનરલ ડ્યુટી, સોલ્જર ટેકનિકલ, સોલ્જર નર્સિંગ, સોલ્જર ક્લાર્ક, સ્ટોર કિપર, સોલ્જર ટ્રેડમેન(ધોરણ 10), સોલ્જર ટ્રેડમેન(ધોરણ.8) જેવી વિવિધ પોસ્ટ માટે ભરતી કરવામાં આવનાર છે. આર્મીમાં રેલીમાં ભાગ લેતા પહેલા દરેક ઉમેદવારે www.joinindianarmy.nic.inની વેબસાઈટમાં 15 સપ્ટેમ્બર, 2020થી 30 સપ્ટેમ્બર, 2020 સુધીમાં કોઈ પણ એક કેટેગરીમાં ઑનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનુ રહેશે તથા સમયસર એડમીટ કાર્ડની પ્રિન્ટ કાઢી સાથે લઈ જવાની રહેશે.

આ ઉપરાંત જરૂરી ડોક્યુમેન્ટ, એડમીટ કાર્ડ, 20 પાસપોર્ટ સાઈઝના ફોટા, ડોમીસાઈલ, શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ, NCC કે સ્પોર્ટ્સ સર્ટિફિકેટ, જાતિનો દાખલો, સ્કૂલનુ પ્રમાણપત્ર, સરપંચ/મ્યુનિસિપલ કોર્પોરેશનનુ કેરેક્ટર સર્ટિફિકેટ, બેંક પાસબુક, પાનકાર્ડ, આધારકાર્ડ, પોલિસ કેરેક્ટર પ્રમાણપત્ર, સરપંચ/નગરસેવકનુ રહેણાંકનુ પ્રમાણપત્રની ઓરિજિનલ તેમજ 2 ઝેરોક્ષ કૉપી આર્મી ભરતી રેલીમાં સાથે રાખવાની રહેશે. વળી, નિયમો મુજબ વયમર્યાદામાં છૂટછાટ પણ મળવાપાત્ર છે.

8 ફૂટ લાંબો મગર નદીમાંથી ઘૂસી ગયો શહેરમાં, મોઢુ બાંધીને રેસ્ક્યુ ટીમે આ રીતે કર્યો કાબુમાં8 ફૂટ લાંબો મગર નદીમાંથી ઘૂસી ગયો શહેરમાં, મોઢુ બાંધીને રેસ્ક્યુ ટીમે આ રીતે કર્યો કાબુમાં

English summary
Big opportunity to join the Open Army Recruitment Rally in Devbhoomi Dwarka.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X