Postal Recruitment 2023 : પોસ્ટ વિભાગમાં બંપર ભરતી, જાણો છેલ્લી તારીખ અને પગાર
Postal Recruitment 2023 : ભારતીય ટપાલ વિભાગ કેન્દ્ર સરકારને આધિન છે. આવામાં જે લોકો કેન્દ્ર સરકારમાં નોકરી વાંચ્છુક છે તેવા ઉમેદવારો માટે સારા સમાચાર છે.
Postal Recruitment 2023 : પોસ્ટ વિભાગ દ્વારા ઓર્ડિનરી ગ્રેડ, જનરલ સેન્ટ્રલ સર્વિસ, ગૃપ સી, નોન ગેજટેડ, નોન મિનિસ્ટ્રિયલ પોસ્ટ માટે ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. ઇચ્છુક ઉમેદવારો ઓફિસિયલ વેબસાઇટ પર જઇને આ ખાલી જગ્યા માટે અરજી કરી શકશે.

અરજી કરવાની છેલ્લી તારીખ
પોસ્ટલ વિભાગની આ ભરતી માટે ઉમેદવારો 31 માર્ચ, 2023 સુધીમાં અરજી કરી શકે છે. ઉમેદવારોની પસંદગી લેખિત કસોટીના આધારેકરવામાં આવશે.

18 થી 27 વર્ષની વયજૂથના ઉમેદવારો અરજી કરી શકે છે
ટપાલ વિભાગની આ ભરતી પરીક્ષામાં 18 થી 27 વર્ષની વયજૂથના ઉમેદવારો અરજી કરી શકે છે. કેન્દ્ર સરકારના નિયમો અનુસારઅનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

હોવું જોઈએ મોટર મિકેનિઝમનું જ્ઞાન
પોસ્ટ વિભાગની આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો, તેમની પાસે હળવા અને ભારે વાહનોમાટે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ. મોટર મિકેનિઝમનું જ્ઞાન હોવું જોઈએ. હળવા અને ભારે વાહન ચલાવવાનો 3 વર્ષનો અનુભવ અને10મું પાસ આવશ્યક છે.

પગાર ધોરણ 19900-63200 હશે
સાતમા પગાર પંચ મુજબ, ટપાલ વિભાગની આ ભરતી માટે પસંદ કરવામાં આવેલા સ્ટાફ કાર ડ્રાઈવરનું પગાર ધોરણ 19900-63200 હશે. આ સાથે ઘણા પ્રકારના ભથ્થા પણ આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
