માહિતી નિયામક અને સિનિયર સબ એડિટરની પ્રિલિમ પરીક્ષાનો કોલ લેટર જાહેર
માહિતી નિયામક અને સિનિયર સબ એડિટરની પ્રિલિમ પરીક્ષાનો કોલ લેટર જાહેર
ગુજરાતમાં માહિતી ખાતા દ્વારા માહિતી નિયામક વર્ગ-1, સહાયક માહિતી નિયામક વર્ગ 2 અને સિનિયર સબ એડિટર તથા માહિતી મદદનીશ વર્ગ-3ની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે કોઈપણ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે તેઓ ojas.gujarat.gov.in પરથી પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે નાયબ માહિતી નિયામક વર્ગ 1 અને સહાયક માહિતી નિયામક (સંપાદન) વર્ગ 2ની પ્રિલિમનરી પરીક્ષા તારીખ 10 એપ્રિલ 2021ના રોજ સવારે 10 વાગ્યે યોજાનાર છે તથા સિનિયર સબ એડિટર વર્ગ 3 તથા માહિતી દમમનીશ વર્ગ 3ની પ્રિલિમનરી પરીક્ષા તારીખ 10 એપ્રિલ 2021ના રોજ બપોરે 3 કલાકે યોજાશે.
કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવો
- સૌથી પહેલાં ojas.gujarat.gov.in વેબસાઈટ પર જાઓ.
- આ વેબસાઈટ પર Call Letter સેક્શન હશે જેમાં ડ્રોપ ડાઉન મેન્યૂમાંથી પ્રિલિમનરી પરીક્ષા કોલ લેટર વિકલ્પ પર ક્લિક કરો.
- ત્યાર બાદ તમને એક નવા પેજ પર લઈ જવામાં આવશે જ્યાં તમારે જોબ સિલેક્ટ કરી કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ લખીને Print Call Letter બટન પર ક્લિક કરવું
- આ બટન પર ક્લિક કરવાથી તમારો કોલ લેટર ખુલી જશે, જેને ભવિષ્યની સુરક્ષા માટે સેવ કરી લેવો.












Click it and Unblock the Notifications
