આગામી વર્ષે યોજનાનાર 10 અને 12મા ધોરણની પરીક્ષાને લઈ CBSએ નોટિસ જાહેર કરી
આગામી વર્ષે યોજનાનાર 10 અને 12મા ધોરણની પરીક્ષાને લઈ CBSએ નોટિસ જાહેર કરી
નવી દિલ્હીઃ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે આગલા વર્ષે યોજાનાર ધોરણ 10 અને 12ની પરીક્ષાઓને લઈ એક સત્તાવાર નોટિસ જાહેર કરી છે. જેનાથી બધા પ્રકારની અટકળો પર લગામ લાગી ગઈ છે. પોતાના નિવેદનમાં સીબીએસઈએ કહ્યું કે બોર્ડ પરીક્ષાની તારીખોને લઈ જે કંઈપણ ફેસલો લેવામાં આવશે, તે વિશે બોર્ડની વેબસાઈટ પર યોગ્ય સમયે સૂચિત કરી દેવામાં આવશે. સીબીએસઈનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે કેટલાય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધોરણ 10 અને 12મા બોર્ડ અને પ્રેક્ટિકલ પરીક્ષાઓની તારીખોને લઈ કોઈ પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેનાથી સ્કૂલો, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા વધી રહી છે.

પોતાના નિવેદનમાં સીબીએસઈએ કહ્યું કે, બોર્ડ મહામારીને સમયમાં વિદ્યાર્થીઓ અને વાલીઓની સ્થિતિથી અજાણ નથી અને માટે સીબીએસઈ જેકંઈપણ ફેસલો લેશે તે બધા હિતધારકો સાથે પરામર્શ કર્યા બાદ જ લેશે. ફેસલાની જાણકારી પણ બોર્ડની વેબસાઈટ પર યોગ્ય સમયે આપી દેવામાં આવશે. અગાઉ પ્રેસ ઈનફોર્મેશન બ્યૂરોએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એવા મીડિયા રિપોર્ટને ફગાવી દીધા હતા જે સીબીએસઈ પરીક્ષાની તારીખ સંબંધિત હતા.
જ્યારે 2 ડિસેમ્બરે જાહેર સીબીએસઈના નિવેદનમાં કહેવામાં આવ્યું કે સીબીએસઈ બોર્ડ પરીક્ષા 2021 ઑફલાઈન અને લેખિત મોડમાં જ થશે. પરીક્ષા ક્યારે આયોજિત થશે અને પરીક્ષા આયોજિત કરવા માટે સીબીએસઈ પરીક્ષાની તારીખ શું હશે, તેના પર હજી વિચાર વિમર્શ ચાલુ છે. આગામી ધોરણ 10મું અને 12ાની બોર્ડની પરીક્ષાને લઈને પણ ફેસલો લેવામાં આવશે, તેની જાણકારી સીબીએસઈની વેબસાઈટ પર આપવામાં આવશે. અગાઉ એક દિવસ પહેલાં લાઈવ આવી કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોના સવાલોના જવાબ આપ્યા હતા. તેમણે સીબીએસઈને લઈને પણ જણાવ્યું હતું કે આનના પાઠ્યક્રમમાં 30 ટકાની કમી કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
