For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત હાઈકોર્ટમાં DYSOની પોસ્ટ માટે સીધી ભરતીની જાહેરાત

ગુજરાત હાઈકોર્ટમાં ડેપ્યુટી સેક્શન ઑફિસર (DYSO) ની પોસ્ટ માટે યોગ્ય ઉમેદવારો પાસેથી ઑનલાઈન અરજી મંગાવવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ ગુજરાત હાઈકોર્ટમાં ડેપ્યુટી સેક્શન ઑફિસર (DYSO) ની પોસ્ટ માટે યોગ્ય ઉમેદવારો પાસેથી ઑનલાઈન અરજી મંગાવવામાં આવી છે. 63 ડીવાયએસઓની આ ભરતી ડાયરેક્ટ કરવામાં આવશે જેમાં પગારધોરણ રૂ.39,900/- છે. તમને જણાવી દઈએ કે કુલ ડીવાયએસઓની કુલ 63 જગ્યામાંથી જનરલ કેટેગરીના 37, એસટીના 6, SEBC વર્ગના 14, EWSના 6 લોકોની ભરતી કરવામાં આવશે. વળી, મહિલાઓમાં જનરલ કેટેગરીમાં 12, એસટીમાં 2, SEBCમાં 5 અને EWSમાં 2ની ભરતી કરવાની છે.

guj hc

SC કેટેગરીના ઉમેદવાર બિનઅનામત વર્ગમાં અરજી કરી શકશે. જો કે તેમને ફીમાં રાહત મળશે. SC, ST, SEBC, EWS, PH અને એક્સ સર્વિસમેન કેટેગરીના ઉમેદવારોએ 350 રૂપિયા ફી અને બેંકના ચાર્જ સાથે ભરવાના રહેશે જ્યારે અન્ય ઉમેદવારોએ 700 રૂપિયા સાથે બેંક ચાર્જ SBIમાં ભરવાના રહેશે. ડીવાયએસઓની ભરતી માટેની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ અને સમય 6 ઓગસ્ટ, 2021 રાતે 11.59 વાગ્યા સુધીનો છે. વય મર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે 6 ઓગસ્ટ, 2021ના રોજ 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જો કે કેટેગરી મુજબ વયમાં છૂટછાટ લાગુ પડશે. વળી, કોઈ પણ કેટેગરીમાં વયમર્યાદા 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

ભરતી માટે એલીમીનેશન ટેસ્ટ (Objective Type-MCQ)પરીક્ષા 10 ઓક્ટોબર, 2021ના રોજ લેવામાં આવશે. અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાતમાં કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ તેમજ 10 અથવા 12મુ ધોરણ અંગ્રેજી સાથે પાસ કરેલુ હોવુ જોઈએ. તમને જણાવી દઈએ કે વૈકલ્પિક પરીક્ષા 100 ગુણની રહેશે તેમજ મુખ્ય લેખિત પરીક્ષા પણ 100 ગુણની લેવામાં આવશે. મુખ્ય લેખિત પરીક્ષામાં સામાન્ય અંગ્રેજીના 50 ગુણ જ્યારે સામાન્ય જ્ઞાનના 50 ગુણ રહેશે. ઈચ્છુક ઉમેદવારો વધુ માહિતી https://hc-ojas.gujarat.gov.in પરથી મેળવી શકે છે.

English summary
DYSO Recruitment: Announcement of direct recruitment for the post of DYSO in Gujarat High Court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X