For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત હાઈકોર્ટના સિવિલ જજ માટે 219 પદો પર નીકળી ભરતી, 35 વર્ષ સુધીની ઉંમરવાળા ભરી શકે ફોર્મ

ગુજરાત હાઈકોર્ટના સિવિલ જજ માટે ખાલી પડેલા પદો પર ભરતી માટે યોગ્ય ઉમેદવારો પાસેથી આવેદન આમંત્રિત કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી નોકરીની ભરતી બહાર પડવામાં આવી છે. સિવિલ જજ માટે ખાલી પડેલા પદો પર ભરતી માટે યોગ્ય ઉમેદવારો પાસેથી આવેદન આમંત્રિત કરવામાં આવ્યા છે. કુલ 219 પદો પર ભરતી કરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ ભરતી માટે આવંદનની બધી પ્રક્રિયા ઑનલાઈન કરાવવામાં આવશે. જણાવવામાં આવી રહ્યુ છે કે ઉમેદવારો માટે આવેદનની છેલ્લી તારીખ 2 માર્ચ નક્કી કરવામાં આવી છે.

guj hc

ગુજરાત હાઈકોર્ટની અધિકૃત વેબસાઈટ પર ભરતી વિશે માહિતી આપવામાં આવી છે. જે મુજબ સિવિલ જજ માટે યોગ્ય અને ઈચ્છુક ઉમેદવારો ગુજરાત હાઈકોર્ટની અધિકૃત વેબસાઈટ hc-ojas.gujarat.gov.in પર જઈને પોતાનુ આવેદન કરી શકે છે. જે ઉમેદવારોએ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્કૂલમાં ગુજરાતી ભાષાની પરીક્ષા પાસ નથી કરી તેમને મુખ્ય પરીક્ષામાં શામેલ થવા માટે ભાષાની પરીક્ષા આપવી પડશે.

વેબસાઈટ hc-ojas.gujarat.gov.in મુજબ આવેદકોની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ગુજરાત હાઈકોર્ટની અધિકૃત વેબસાઈટ પર એ પણ જણાવવામાં આવ્યુ છે કે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, પીડબ્લ્યુડી અને ભૂતપૂર્વ સૈનિકો માટે મહત્તમ ઉંમર 28 વર્ષની નક્કી કરવામાં આવી છે. આયુ સીમાનો આધાર વર્ષ 2 માર્ચ, 2022 હશે. ઉમેદવારોની પસંદગી પ્રીલિમ્સ પરીક્ષા, મેઈન પરીક્ષા અને ઈન્ટરવ્યુના માધ્યમથી કરવામાં આવશે. વળી, ગુજરાતી ભાષાની પણ પરીક્ષા થશે.

જે યુવાનો આવેદન કરવા માંગે છે તે આ રીતે કરી શકે

હાઈકોર્ટની અધિકૃત વેબસાઈટ hc-ojas.gujarat.gov.in પર જાવ. હવે આ વેબસાઈટના હોમ પેજ પર દેખાઈ રહેલા Job Applicationsની લિંક પર ક્લિક કરો. ત્યારબાદ તમે Apply Nowના બટન પર ક્લિક કરો. આનાથી એક નવા પેજ પર આવી જશો. અહીં દેખાઈ રહેલ સિવિલ જજની ભરતીની નીચે આપેલા Apply Now પર ક્લિક કરો. અહીં તમારુ આવેદન ભરો. આવેદન ફૉર્મ ભરાઈ ગયા પછી તમે આવેદનપત્ર ડાઉનલોડ કરી લો અથવા તેની પ્રિન્ટ પણ કઢાવી લો.

મહત્વપૂર્ણ માહિતી

પદોની સંખ્યા - 219
આવેદનની શરૂઆતની તારીખ - 3 ફેબ્રુઆરી, 2022
આવેદનની અંતિમ તારીખ - 2 માર્ચ, 2022

ગુજરાતી ભાષા પરીક્ષાની તારીખ

પ્રારંભિક પરીક્ષાની તારીખ - 15 એપ્રિલ, 2022
ગુજરાતી ભાષા પરીક્ષાની તારીખ - 15 એપ્રિલ, 2022
મુખ્ય પરીક્ષાની તારીખ - 17 જુલાઈ, 2022
ઈન્ટરવ્યુની તારીખ - 9 ઓક્ટોબર, 2022

English summary
Govt Jobs News: Gujarat High Court Recruitments for 219 Civil Judge Posts, Know how to apply.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X