For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GSEB 12th Exam: ગુજરાત બોર્ડે ધોરણ 12ની પરીક્ષા રદ કરી, જાણો નવી તારીખ ક્યારે જાહેર થશે

GSEB 12th Exam: ગુજરાત બોર્ડે ધોરણ 12ની પરીક્ષા રદ કરી, જાણો નવી તારીખ ક્યારે જાહેર થશે

By Staff
|
Google Oneindia Gujarati News

ગુજરાત બોર્ડ, જીએસઈબી 12ની પરીક્ષા 2021ને આગલી સૂચના સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘોષણા કરી કે ધોરણ 12ની પરીક્ષાઓ પછીની તારીખમાં આયોજિત કરાશે. તેમણે કહ્યું કે ગુજરાત 12મું બોર્ડ પરીક્ષા 2021 આયોજિત કરવા માટે હાલની સ્થિતિ યોગ્ય નથી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ 12માની પરીક્ષા પહેલાં 15 મે 2021ના રોજ યોજનાર હતી.

Gujarat

મુખ્યમંત્રીએ એમ પણ ઉલ્લેખ કર્યો કે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણનો વિકલ્પ પસંદ કરવા માટે 12માના માર્ક જરૂરી છે. એવામાં પરીક્ષાના પરિણામ જરૂર જાહેર કરાશે. 12માની પરીક્ષા પછીની તારીખોમાં આયોજિત કરાશે. રાજ્યનું શિક્ષણ વિભાગ સ્થિતિની સમીક્ષા કરશે અને સમય આવવા પર યોગ્ય નિર્ણય લેશે.

Cyclone Tauktae: ઉગ્ર થયું વાવાઝોડું, કેટલીય જગ્યાએ ઝાડ ઉખડ્યાં, ફ્લાઈટ્સ રદCyclone Tauktae: ઉગ્ર થયું વાવાઝોડું, કેટલીય જગ્યાએ ઝાડ ઉખડ્યાં, ફ્લાઈટ્સ રદ

મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં એક કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠક 15મેના રોજ શરૂ થઈ હતી, જેમાં તમામની સહમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ 13 મે 2021ના રોજ રાજ્ય સરકારે ધોરણ 10ની પરીક્ષા રદ કરી હતી. રાજ્યમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો હતો. આની સાથે જ રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોસનની ઘોષણા કરી હતી.

English summary
GSEB 12th Exam: Gujarat Board cancels standard 12 exam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X