GSEB ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનુ પરિણામ જાહેર, 27.83 વિદ્યાર્થીઓ થયા પાસ
ગુજરાત બોર્ડના ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનુ પરિણામ આજે જાહેર કરવામાં આવ્યુ છે.
અમદાવાદઃ ગુજરાત બોર્ડના ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનુ પરિણામ આજે જાહેર કરવામાં આવ્યુ છે. પરીક્ષાનુ પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યુ છે. 12 સામાન્ય પ્રવાહના કુલ 1,30,388 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યુ હતુ જેમાંથી 1,14,193 વિદ્યાર્થીઓએ જ પરીક્ષા આપી હતી. પરિણામ જાહેર થયા બાદ કુલ પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓમાંથી માત્ર 31,785 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. ધોરણ12 સામાન્ય પ્રવાહમાં કુલ 27.83 ટકા પરિણામ આવ્યુ છે.

12 સામાન્ય પ્રવાહમાં રિપીટર વિદ્યાર્થીઓની વાત કરીએ તો કુલ 89,106 વિદ્યાર્થીઓમાંથી 78,215 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 19,032 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જ્યારે વિદ્યાર્થીનીઓની વાત કરીએ તો 40,727 વિદ્યાર્થીનીઓમાંથી 35,439 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 12,564 ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઈ હતી. આ મુજબ 35.45 ટકા વિદ્યાર્થીનીઓ અને 24.32 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. છોકરીઓ વધુ સંખ્યામાં પાસ થઈ છે. વળી, 113 વિદ્યાર્થીઓ 20 ટકા પાસિંગ ધોરણનો લાભ મળવાથી પાસ થયા છે.
તમને જણાવી દઈએ કે 12 કૉમર્સમાં 112 રિપીટર વિદ્યાર્થીઓમાંથી 102 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 43 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. વળી, 26 વિદ્યાર્થીનીઓમાંથી 22 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી જેમાં 11 વિદ્યાર્થીનીઓ પાસ થી હતી. આમ, કૉમર્સમાં 42.16 ટકા રિપીટર વિદ્યાર્થીઓ અને 50 ટકા રિપીટર વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. કૉમર્સાં પણ વિદ્યાર્થીનીઓ વધુ સંખ્યામાં પાસ થઈ છે.
ઉત્તર બુનિયાદી પ્રવાહમાં 305માંથી 264 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 95 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જ્યારે 112 વિદ્યાર્થીનીઓમાંથી 91 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 40 વિદ્યાર્થીનીઓ પાસ થઈ હતી. આમ, ઉત્તર બુનિયાદી પ્રવાહમાં 35.98 ટકા વિદ્યાર્થીઓ અને 43.96 ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઈ હતી. ઉલ્લેખનીય છે કે રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળતા રિપીટર વિદ્યાર્થીઓએ પણ માસ પ્રમોશનની માંગણી કરી હતી પરંતુ શિક્ષણ વિભાગે માંગ સ્વીકારી નહોતી અને છેવટે પરીક્ષા યોજવામાં આવી હતી.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો




Click it and Unblock the Notifications
