For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GSEB 12th Result: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ-12 નું પરિણામ જાહેર કર્યું

કોરોના વચ્ચે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 12 નું પરિણામ જાહેર કર્યું છે. શનિવારે સવારે 8:00 કલાકે પરિણામ જાહેર કરાયું છે. હાલ માત્ર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વચ્ચે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 12 નું પરિણામ જાહેર કર્યું છે. શનિવારે સવારે 8:00 કલાકે પરિણામ જાહેર કરાયું છે. હાલ માત્ર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે 1,07,264 વિદ્યાર્થીઓએ પરીક્ષા ફોર્મ ભર્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓને પાસ કરાયા છે. 12 સાયન્સમાં 63,028 છોકરાઓ અને 44,236 છોકરીઓ પાસ થઈ છે. આ તમામ પાસ થતા 100 ટકા પરિણામ જાહેર કરવામા આવ્યું છે. 3,245 વિદ્યાર્થીઓએ A1 રેન્ક મેળવ્યો છે. આ પરિણામ ફક્ત શાળાઓ જ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જોઈ શકશે. આ વર્ષે કોરોનાને કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી. ગુજરાત બોર્ડના નિયમો મુજબ વિદ્યાર્થીઓને આગળ પ્રવેશ માટે તમામ વિષયમાં ઓછામાં ઓછો ડી ગ્રેડ મેળવવો પડશે. પરીક્ષા રદ થયા બાદ બોર્ડે 11 શિક્ષણવિદોની સમિતિ રચી ગુજરાત ધોરણ 12 મૂલ્યાંકન નીતિ 2021 તૈયાર કરી હતી.

Gseb

શાળાઓ આવી રીતે પરિણામ જોઈ શકશે
પગલું 1: ગુજરાત બોર્ડ ની સત્તાવાર વેબસાઇટ gseb.org ની મુલાકાત લો.
પગલું 2: આ પછી, વેબસાઇટ પર 12 માં ધોરણના પરિણામની લિંક પર ક્લિક કરો
પગલું 3: માંગેલી માહિતી સબમિટ કરો.
પગલું 4: પરિણામ સ્ક્રીન પર દેખાશે.
પગલું 5: હવે તમે જોઈ શકો છો.

આ વર્ષે ગુજરાત બોર્ડની 12 માં ધોરણની પરીક્ષા રદ થયા બાદ વિદ્યાર્થીઓનું પરિણામ 10 માં ધોરણથી અત્યારસુધીના પરફોર્મન્સના આધારે જાહેર કરવામાં આવ્યું છે. 50:25:25 પ્રમાણે કરવામાં આવ્યુ છે. એટલે કે કુલ 100 ટકામાંથી 50 ટકા માર્કસ વિદ્યાર્થીના 10 માં બોર્ડની પરીક્ષાના આધારે આપવામાં આવ્યા છે. જ્યારે વર્ગ 11 ની યુનિટ ટેસ્ટના આધારે 25 ટકા અને 12 મા ધોરણમાં લેવામાં આવેલા યુનિટ ટેસ્ટના આધારે બીજા 25 ટકા માર્ક્સ અપાયા છે.

ગુજરાત બોર્ડે 30 જૂને 10માં ધોરણનું પરિણામ જાહેર કર્યું હતું. આ વર્ષે તમામ વિદ્યાર્થીઓ પાસ થયા છે, એટલે કે, પરિણામ 100 ટકા આવ્યું છે. 1700 થી વધુ વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. આ અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર છે. 2020 માં, ફક્ત 1,671 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ સાથે જીએસઇબી 10 ની પરીક્ષા પાસ કરી હતી. એ-2 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 57,362 છે. 1,00,973 વિદ્યાર્થીઓએ બી-1 મેળવ્યો અને 1,50,432 એ બી-2 ગ્રેડ મેળવ્યો છે. 1,85,266 વિદ્યાર્થીઓ સી-1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 72,253 વિદ્યાર્થીઓએ સી-2 ગ્રેડ મેળવ્યો છે અને 1,73,732 એ ડી ગ્રેડ મેળવ્યો હતો.

English summary
Gujarat Board's 12th result has arrived, schools can check this way
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X