For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જૉબ સર્ક્યુલરમાં લખ્યુ હતુ - '2021 પાસ ઉમેદવાર પાત્ર નથી', હવે HDFC બેંકે આપવી પડી સફાઈ

બેંક તરફથી જાહેર કરવામાં આવેલ એક જાહેરાતમાં એક એવી લાઈન લખવામાં આવી છે તે બાદ સર્ક્યુલર સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસ સામે આખો દેશ દોઢ વર્ષથી વધુ સમયથી લડી રહ્યો છે. કોરોનાના કારણે દેશની આર્થિક સ્થિતિ ઉપરાંત શિક્ષણ પર પણ તેની મોટી અસર પડી છે. છાત્રોને આ વાયરસથી બચાવવા માટે પરીક્ષા પણ રદ કરવામાં આવી હતી અને પરીક્ષા આપ્યા વિના જ તેમને પ્રમોટ કરવામાં આવ્યા છે આ દરમિયાન એચડીએફસી બેંક તરફથી છાપામાં આપવામાં આવેલ સર્ક્યુલરથી ઉમેદવારોમાં હોબાળો મચી ગયો છે. વાસ્તવમાં બેંક તરફથી જાહેર કરવામાં આવેલ એક જાહેરાતમાં એક એવી લાઈન લખવામાં આવી છે તે બાદ સર્ક્યુલર સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યુ છે.

hdfc

કોરોનાના કારણે પસાર થયેલો સમય કહેવા માટે તો છાત્રો માટે સરળ હોઈ શકે છે પરંતુ હવે પરીક્ષા, એડમિશન અને જૉબની સંભાવનાઓ માટે ઘણી બધી ચિંતાઓ સામે ઝઝૂમવુ પડી રહ્યુ છે. કારણકે હાલમાં જ એચડીએફસી બેંક તરફથી કાઢવામાં આવેલ જૉબની ઑફર ઉમેદવાર માટે ચિંતા વધારવાનુ કામ કરી રહી છે. નવા ગ્રેજ્યુએટ પોતાના કરિયર માટે ટેન્શનમાં છે. નોકરીઓ માટે વધતી ચિંતાઓ વચ્ચે ખાનગી બેંકની આ એડથી લોકોની ચિંતા વધારી દીધી છે.

'2021 બેચના સ્ટુડન્ટ્સ વેકેન્સી માટે પાત્ર નથી'

વાસ્તવમાં એચડીએફસી બેંકે તમિલનાડુના મદુરાઈમાં નોકરી માટે છાપામાં એક જાહેરાત જાહેર કરી હતી. આ એડમાં સ્પષ્ટ લખ્યુ હતુ કે વર્ષ 2021 બેચની સ્ટુડન્ટ્સ આ વેકેન્સી માટે પાત્ર નથી. એડમાં જણાવ્યા મુજબ મદુરાઈમાં 3 ઓગસ્ટે સવારે 10 વાગ્યાથી સ્નાતકો માટે લૉક-ઈન ઈન્ટરવ્યુની ઘોષણા કરવામાં આવી હતી. જાહેરાતમાં ઈન્ટરવ્યુના લોકેશન અને વર્ક લોકેશન વિશે પણ જણાવવામાં આવ્યુ હતુ પરંતુ ઉંમરના માપદંડની બરાબર નીચે એક એવી લાઈન લખી હતી જેણે લોકોને ચોંકાવી દીધા છે. જેમાં લખવામાં આવ્યુ હતુ, '2021 બેચના સ્ટુડન્ટ્સ વેકેન્સી માટે પાત્ર નથી'

બેંકે બાદમાં જાહેર કરી સફાઈ

વળી, હવે જ્યારે જૉબ એડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અને લોકો ટીકા કરવા લાગ્યા ત્યારે વિવાદ વધ્યા બાદ બેંક મેનેજમેન્ટ તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યુ. બેંકે કહ્યુ કે આ એક ટાઈપો છે અને અમને ભૂલ બદલ દુઃખ છે. બેંકના પ્રવકતાએ જણાવ્યુ કે 2021માં ગ્રેજ્એશન પાસ કરનાર પણ જૉબ માટે અપ્લાય કરી શકે છે. તેમણે ઉંમરની શરત પૂરી કરવાની રહેશે. WIONના રિપોર્ટ મુજબ પ્રવકતાએ જણાવ્યુ કે નોકરીની જાહેરાતનુ યોગ્ય વર્ઝન બાદમાં છાપામાં છાપવામાં આવ્યુ હતુ. બેંક તરપથી વિવાદ વધ્યા બાદ એ એડને હટાવીને નવી જાહેરત જાહેર કરી દેવામાં આવી છે.

આ તરફ લોકો વચ્ચે બેંક તરફતી જાહેર કરવામાં આવેલ નોકરીની જાહેરાત ઘણી ચર્ચામાં રહી. કોઈએ આને અર્થવિહીન ગણાવ્યુ જ્યારે કોઈ આને કોરોના બેચની મજાક ગણવા લાગ્યા. આ બધા વચ્ચે આવી જાહેરાત એ યુવાનોનુ મનોબળ તોડવાનુ કામ કરી રહ્યા છે જે બેંકમાં પોતાનુ કરિયર બનાવવાની ઈચ્છા રાખે છે. વળી, ઘણા સવાલ પણ સામે આવવાના છે જેના જવાબની યુવાનો રાહ જોશે.

English summary
HDFC bank clarification for its job advertisement '2021 passed out candidates are not eligible'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X