For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

India Skills Report: ભારતના 50 ટકા ગ્રેજ્યુએટ પણ નોકરી માટે યોગ્ય નથી, જૉબ માટે મહિલાઓની પહેલી પસંદ

India Skills Report: ભારતના 50 ટકા ગ્રેજ્યુએટ પણ નોકરી માટે યોગ્ય નથી, જૉબ માટે મહિલાઓની પહેલી પસંદ

|
Google Oneindia Gujarati News

India Skills Report 2020-21: ઈન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ 2020 ગુરુવારે જાહેર થયો છે. રિપોર્ટ મુજબ ભારતના 50 ટકા ગ્રેજ્યુએટ પણ નકોરી મેળવવા માટે યોગ્ય નથી. ઈન્ડિયા સ્કિલ્સ રિપોર્ટની આ આઠમી શ્રેણી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ભારતના માત્ર 45.9 ટકા ગ્રેજ્યુએટ જ નોકરી માટે લાયક છે. આ આંકડા પાછલા ત્રણ વર્ષમાં સૌથી ઓછો છે. વર્ષ 2019-20માં આ 46.21 ટકા હતો અને વર્ષ 2018-19માં 47.38 ટકા હતો. આ વખતે ચારથી ત્રણ ટકાની ગિરાવટ છે. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું કે ભારતમા પુરુષોના મુકાબલે મહિલાઓ નોકરી માટે પહેલી પસંદ છે અને પુરુષોથી વધુ મહિલાઓ નોકરી માટે યોગ્ય છે.

india skills report 2020-21

જાણો India Skills Reportમાં શું-શું કહેવાયું?

  • રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું કે મહિલાઓ નોકરી માટે પહેલી પસંદ છે પરંતુ છતાં પણ મહિલાઓના મુકાબલો પુરુષોને નોકરીના મોકા વધુ મળે છે. ભારતમાં નોકરી કરતા કર્મચારીઓમાં 64 ટકા પ્રોફેશનલ્સ પુરુષો છે અને 36 ટકા મહિલાઓ છે.
  • મહિલાઓમાં સૌથી વધુ 46 ટકા બેંકિંગ અને ફાઈનાંશિયલ સેક્ટરમાં કામ કરી રહી છે. જ્યારે ઓનલાઈન બિઝનેસમાં મહિલાઓની સંખ્યા 39 ટકા છે.
  • પુરુષોની વાત કરીએ તો સૌથી વધુ 79 ટકા પુરુષો ઑટોમોટિવ સેક્ટરમાં કામ કરી રહ્યા છે. જ્યારે 74 ટકા લૉજિસ્ટિક્સ સેક્ટરમાં અને 72 ટકા કોર એન્ડ એનર્જી સેક્ટરમાં છે.
  • ઈન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ મુજબ મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક રાજ્યના ગ્રેજ્યુએટ્સ યુવા નોકરી મેળવવા માટે સૌથી વધુ યોગ્ય છે. જ્યારે શહેરોની વાત કરવામાં આવે તો હૈદરાબાદ, બેંગ્લોર અને પુણેના યુવાનો નોકરી મેળવવા માટે સૌથી વધુ યોગ્ય છે. આ વર્ષે મુંબઈ ટોપ 10 શહેરોની યાદીથી બહાર છે.
English summary
India Skills Report: Even 50 per cent of India's graduates are not suitable for the job
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X