Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Job News : બેરોજગારી દર ફેબ્રુઆરીમાં વધીને 7.45 ટકા થયો, ઉત્પાદન અને વપરાશમાં ઘટાડો

Job News : સેન્ટર ફોર મોનિટરિંગ ઇન ઇન્ડિયન ઇકોનોમી (CMIE) એ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીમાં બેરોજગારી દર 7.45 ટકા રહ્યો હતો. જેમાં ગામડાં કરતાં શહેરોમાં બેરોજગારી વધુ છે.

Job News : દેશમાં બેરોજગારી દર એકવાર ફરી વધ્યો છે. ફેબ્રુઆરીમાં બેરોજગારી દર 7.45 ટકા રહ્યો હતો, જે જાન્યુઆરી 7.14 ટકા છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન ઇન્ડિયન ઇકોનોમી (CMIE) દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગ્રામિણ વિસ્તારની સરખામણીમાં શહેરી વિસ્તારોમાં બેરોજગારી વધી છે. ગ્રામ્ય વિસ્તારમાં 7.23 ટકા બેરોજગારી દર છે, જ્યારે શહેરી વિસ્તારમાં 7.93 ટકા બેરોજગારી દર છે.

આંકડા દર્શાવે છે કે, શહેરોમાં બેરોજગારીનો દર જાન્યુઆરીમાં 8.55 ટકાથી ઘટીને 7.93 ટકા થયો છે. ગામડાઓમાં તે 6.48 ટકાથી વધીને 7.23 ટકા થયો છે. ફેબ્રુઆરીમાં સૌથી વધુ બેરોજગારી દર 18 ફેબ્રુઆરીએ હતો, જે 7.84 ટકા હતો.

ડેટા અનુસાર, હરિયાણામાં બેરોજગારીનો દર 29.4 ટકા અને ઉત્તર પ્રદેશમાં 4 ટકા, જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં તે 17.1 ટકા, રાજસ્થાનમાં 28.3 ટકા, હિમાચલમાં 13.9 ટકા અને બિહારમાં 12.3 ટકા છે. ઉત્તરાખંડમાં બેરોજગારીનો દર 2.3 ટકા, મધ્ય પ્રદેશમાં બે અને છત્તીસગઢમાં સૌથી ઓછો બેરોજગારી દર 0.8 ટકા દર છે.

આંકડાઓની સુધારણાને કારણે ઉત્પાદન અને વપરાશમાં ઘટાડો થયો

આંકડાઓની સુધારણાને કારણે ઉત્પાદન અને વપરાશમાં ઘટાડો થયો

ભારતના મુખ્ય આર્થિક સલાહકાર (CEA) વી અનંત નાગેશ્વરને બુધવારના રોજ જણાવ્યું હતું કે, 2022-23ના ડિસેમ્બર ક્વાર્ટરમાંઉત્પાદન ક્ષેત્રનું પ્રદર્શન અને ખાનગી વપરાશ ખર્ચ ઊંચા પાયાની અસરને કારણે નીચું દેખાય છે.

આ સાથે તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષના આંકડાઓમાં સુધારો કરીને જીડીપી વૃદ્ધિનો આધાર વધ્યો છે. નેશનલસ્ટેટિસ્ટિકલ ઓફિસે મંગળવારના રોજ છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ 2019-20, 2020-21 અને 2021-22 માટે જીડીપી વૃદ્ધિ દરના ડેટામાંસુધારો કર્યો હતો.

2022-23 માટે જીડીપીનો બીજો એડવાન્સ અંદાજ પણ બહાર પાડ્યો છે. જો બેઝ ઈફેક્ટ ન વધી હોત તો ડિસેમ્બરક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ 3.8 ટકા અને ખાનગી વપરાશ ખર્ચ 6 ટકા વધ્યો હોત.

2023-24માં વિકાસ દર 5.5 ટકા રહેશે

2023-24માં વિકાસ દર 5.5 ટકા રહેશે

મૂડીઝે બુધવારના રોજ દેશની આર્થિક વૃદ્ધિનું અનુમાન વધાર્યું હતું. જેમાં કહેવામાં આવ્યું છે કે, 2023-24માં જીડીપી વૃદ્ધિ દર 5.5 ટકા રહીશકે છે. આ અગાઉ 4.8 ટકાનો અંદાજ હતો.

સિટી બેંકનો રિટેલ બિઝનેસ ખરીદે છે એક્સિસ

સિટી બેંકનો રિટેલ બિઝનેસ ખરીદે છે એક્સિસ

ભારતમાં સિટી બેંકનો રિટેલ બિઝનેસ હવે એક્સિસ બેંક સાથે મર્જ કરવામાં આવ્યો છે. આ ડીલ 11,603 કરોડમાં થઈ છે. સિટી બેંકના રિટેલબિઝનેસમાં ક્રેડિટ કાર્ડ, પર્સનલ અને હોમ લોન, રિટેલ બેંકિંગ, વીમા સેવાઓ અને અન્યનો સમાવેશ થાય છે.

હવેથી તમામ શાખાઓ,એટીએમ સહિત રિટેલ બિઝનેસને લગતી તમામ સેવાઓ એક્સિસ બેંક દ્વારા પૂરી પાડવામાં આવશે.આ વ્યવસાય સાથે સંકળાયેલા તમામગ્રાહકો અને કર્મચારીઓ પણ Axis નો ભાગ બનશે. સિટી બેંક ઈન્ડિયાના 30 લાખ ગ્રાહકો અને 3,200 કર્મચારીઓ પણ એક્સિસ બનશે.

પેટ્રોલ-ડીઝલ - માંગમાં 13 ટકા સુધીનો વધારો

પેટ્રોલ-ડીઝલ - માંગમાં 13 ટકા સુધીનો વધારો

શિયાળામાં ઘટાડા બાદ, ફેબ્રુઆરી 2023 માં પેટ્રોલ-ડીઝલ (ઈંધણ)ની માંગમાં તીવ્ર વધારો નોંધાયો હતો. ફેબ્રુઆરીમાં પેટ્રોલનું વેચાણવાર્ષિક ધોરણે 12 ટકા વધીને 2.57 મિલિયન ટન થયું છે. કોવિડ અસરગ્રસ્ત 2021ના સમાન મહિનાની સરખામણીમાં વેચાણ 1.57 ટકા વધુછે.

ડીઝલનું વેચાણ ફેબ્રુઆરીમાં 13 ટકા વધીને 6.52 મિલિયન ટન થયું છે. એવિએશન ફ્યુઅલ (ATF)ની માંગ વાર્ષિક ધોરણે 41.3 ટકાવધીને 5,74,200 ટન સુધી પહોંચી છે. રાંધણ ગેસ (LPG)નું વેચાણ 2.43 ટકા વધીને 2.53 મિલિયન ટન પર પહોંચ્યું છે.

વીજળીનો વપરાશ : 9 ટકાથી વધુ વધીને 117.84 બિલિયન યુનિટ થયો

વીજળીનો વપરાશ : 9 ટકાથી વધુ વધીને 117.84 બિલિયન યુનિટ થયો

દેશમાં વીજળીનો વપરાશ વાર્ષિક ધોરણે 9 ટકાથી વધુ વધીને ફેબ્રુઆરી 2023માં 117.84 અબજ યુનિટે પહોંચ્યો છે. આ વધારો ફેબ્રુઆરીમાંઆર્થિક પ્રવૃતિમાં ઝડપી વધારો સૂચવે છે. ફેબ્રુઆરી 2022માં વીજળીનો વપરાશ 108.03 અબજ યુનિટ હતો. ફેબ્રુઆરી 2023 માં, એક જદિવસમાં મહત્તમ માંગ વધીને 209.66 GW થઈ ગઈ હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X