For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્યપ્રદેશ શિક્ષણ બોર્ડનું ધોરણ 12 નું પરિણામ જાહેર કરાયું, તમામ વિદ્યાર્થીઓને પાસ કરાયા

મધ્યપ્રદેશ શિક્ષણ બોર્ડનું ધોરણ 12 નું પરિણામ જાહેર કરાયું, તમામ વિદ્યાર્થીઓને પાસ કરાયા

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યું છે.

result

તમને જણાવી દઈએ કે, આ વખતે બોર્ડે 12 માં ધોરણના 7 લાખ 33 હજાર વિદ્યાર્થીઓમાંથી કોઈને પણ ફેઈલ નથી કર્યા. તમામ વિદ્યાર્થીઓ પાસ કરાયા છે. વિદ્યાર્થીઓ તેમના રોલ નંબરની મદદથી તેમના પરિણામો ચકાસી શકે છે. પરિણામ બોર્ડની વેબસાઈટ mpresults.nic.in, mpbse.mponline.gov.in, mpbse.nic.in પર જોઈ શકાશે.

મધ્યપ્રદેશની શિવરાજસિંહ ચૌહાણ સરકારમાં શિક્ષણમંત્રી ઈન્દરસિંહ પરમારે પરિણામ જાહેર કર્યું હતું. 52 ટકા વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયા છે, જ્યારે 40 ટકા વિદ્યાર્થીઓ સેકન્ડ ક્લાસ સાથે અને 8 ટકા વિદ્યાર્થીઓને થર્ડ ક્લાસ સાથે પાસ થયા છે.

શિક્ષણ રાજ્યમંત્રી ઈન્દરસિંહ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે સપ્ટેમ્બરમાં પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટે 1 ઓગસ્ટથી 10 ઓગસ્ટ 2021 સુધી નોંધણી કરાવી શકશે. વિદ્યાર્થીઓ એક વિષય અથવા તમામ વિષયોમાં પરિક્ષા આપી શકશે. આ વર્ષે કોરોના વાયરસને કારણે પરીક્ષાઓ લેવામાં આવી ન હતી. આંતરિક મુલ્યાંકનના આધારે પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે. પરીક્ષા માટે આશરે 7 લાખ 50 હજાર વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. જેમાના તમામ વિદ્યાર્થીઓને સફળ જાહેર કરાયા હતા.

English summary
Madhya Pradesh Education Board's standard 12 result declared, all the students passed. મધ્યપ્રદેશ શિક્ષણ બોર્ડનું ધોરણ 12 નું પરિણામ જાહેર કરાયું, તમામ વિદ્યાર્થીઓને પાસ કરાયા
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X