For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NEET Exam : NRI વિદ્યાર્થીઓ માટે SC, ST અને OBC ક્વોટા નથી, મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો

NRI NEETમાં પણ ભાગ લઈ શકે છે, પરંતુ હવે તેમના આરક્ષણને લઈને વિવાદ ઉભો થયો છે. તાજેતરમાં બહાર પાડવામાં આવેલા NEET ફોર્મમાં જ્યારે વિદ્યાર્થીઓ NRI માટે પસંદગી કરી રહ્યા હતા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : NRI નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્સામ (NEET)માં પણ ભાગ લઈ શકે છે, પરંતુ હવે તેમના આરક્ષણને લઈને વિવાદ ઉભો થયો છે. તાજેતરમાં બહાર પાડવામાં આવેલા NEET ફોર્મમાં જ્યારે વિદ્યાર્થીઓ NRI માટે પસંદગી કરી રહ્યા હતા, ત્યારે તેમને આગામી પેજ પરની શ્રેણીમાં OBC/SC/STને બદલે માત્ર સામાન્ય કેટેગરીનો વિકલ્પ મેળવી રહ્યા હતા. જેના કારણે આ બાબતને લગતા ઘણા કેસ હાઈકોર્ટ સુધી પહોંચ્યા છે.

NEET Exam

ધ હિન્દુના અહેવાલ મુજબ કુવૈતમાં રહેતા રોહિત વિનોદ નામના વિદ્યાર્થીએ NRI ક્વોટામાંથી NEET ફોર્મ ભર્યું હતું, પરંતુ તેને સામાન્ય વર્ગ પસંદ કરવો પડ્યો, કારણ કે, તે પછાત વર્ગનો છે. આ બાદ તેણે આ મામલો કેરળ હાઈકોર્ટ સમક્ષ ઉઠાવ્યો હતો. આરોગ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, તેમને આ સિદ્ધાંત પર કામ કરી રહ્યા છે કે, ઉમેદવાર માત્ર એક જ ક્વોટા કેટેગરી પસંદ કરી શકે છે, પછી ભલે તે અનેક કેટેગરી માટે લાયકાત ધરાવતા હોય.

વિદ્યાર્થીના પિતા વિનોદ કાર્તિકેરે કહ્યું કે. NRIને સમુદાય આધારિત આરક્ષણ શા માટે ન આપવું જોઈએ? શું અમે ભારતીય નાગરિકો નથી, જેમને બંધારણીય અધિકારોની ખાતરી આપવામાં આવે છે. અમારી સાથે વિદેશીઓની જેમ વર્તન કેમ કરવામાં આવે છે? એ જ રીતે અન્ય ઘણા બાળકોએ પણ આ મુદ્દો ઉઠાવ્યો છે.

રોહિત નામનો બીજો વિદ્યાર્થી પણ કેરળ હાઇકોર્ટમાં ગયો હતો. તેના કેસમાં 13 ઓગસ્ટના રોજ કોર્ટે જણાવ્યું કે, NEET એ તેની અરજીમાં એવી રીતે ફેરફાર કરવો જોઈએ કે પસંદગીની સ્થિતિમાં વિદ્યાર્થીઓ OBC-NCL માટે નિર્ધારિત ક્વોટા સામે MBBS કોર્સમાં પ્રવેશનો દાવો કરી શકે. જો કે, પરીક્ષા 12મી સપ્ટેમ્બરના રોજ છે, પરંતુ આજ સુધી NTA આ ફેરફારો કરી શક્યું નથી.

કેરળ હાઇ કોર્ટમાં તેમના સોગંદનામામાં NTAએ જણાવ્યું હતું કે, NRI ઉમેદવારો માટે OBC કેટેગરીનો સમાવેશ યોગ્ય નથી. NRI પાસે પહેલાથી જ MBBS અભ્યાસક્રમ માટે અલગ અનામત કક્ષા છે. અરજદારને પેટા અનામતનો લાભ આપી શકાતો નથી. નેશનલ મેડિકલ કમિશનના વરિષ્ઠ અધિકારીએ સહમતિ આપી હતી કે, NRI વિદ્યાર્થીઓને સમુદાય આધારિત રિઝર્વેશન પસંદ કરવા માટે અરજી પોર્ટલ બદલી શકાય છે, પરંતુ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમને NRI ક્વોટા બેઠકો માટે અરજી કરી શકતા નથી.

English summary
NRIs can also take the National Eligibility Cum Entrance Examination (NEET), but now there is controversy over their reservation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X