Railway Recruitment 2022 : રેલ્વેમાં 10 પાસ પર 3000 જગ્યા માટે ભરતી, મેરિટથી થશે સીધી પસંદગી
શું તમે રેલ્વે વિભાગમાં નોકરી મેળવવા મહેનત કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે જ છે. દક્ષિણ રેલ્વે દ્વારા આ વખતે એપ્રેન્ટિસના ઘણી પોસ્ટમાં ભરતી કરવામાં આવશે. આ અંગે રેલ્વે દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
Railway Recruitment 2022 : શું તમે રેલ્વે વિભાગમાં નોકરી મેળવવા મહેનત કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે જ છે. દક્ષિણ રેલ્વે દ્વારા આ વખતે એપ્રેન્ટિસના ઘણી પોસ્ટમાં ભરતી કરવામાં આવશે. આ અંગે રેલ્વે દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતી માટે 1 ઓકટોબરથી અરજી મેળવવાની શરૂ થઇ ગઇ છે. દક્ષિણ રેલ્વે વિભાગની 3150 પોસ્ટ માટેની ભરતી પ્રક્રિયામાં 10 પાસ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે.

આ પોસ્ટ માટે ભરતી
રેલ્વે ભરતી સેલ દ્વારા દક્ષિણ રેલ્વે માટે ફિટર, વેલ્ડર, કારપેન્ટર, પેઇન્ટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન, મશીનિસ્ટ, વાયરમેન, લાઇનમેન અને મેસન જેવી વિવિધ જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે.
સરકારી નોકરી ઇચ્છુક ઉમેદવારો માટે આ સુવર્ણ તક છે. જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, તેમને 2 વર્ષ માટે તાલીમ આપવામાં આવશે, ત્યારબાદ તેમને આમાંથી કોઈપણ પદ પર નિયુક્ત કરવામાં આવશે.
અરજીની પ્રક્રિયા 1 ઓક્ટોબરથી શરૂ થઈ છે, આ ભરતી માટે તમે છેલ્લી તારીખ 31 ઓક્ટોબર સુધી અરજી મોકલાવી શકો છો.

ભરતી માટે ઉંમર અને લાયકાત
આ રેલ્વે પોસ્ટ માટે 15 થી 24 વર્ષની વયના લોકો અરજી કરી શકે છે. આરક્ષિત વર્ગ માટે વય છૂટછાટ આપવામાં આવે છે. OBC કેટેગરી માટે 3 વર્ષ અને SC/ST માટે 5 વર્ષની છૂટછાટ છે, જ્યારે અલગ-અલગ વિકલાંગ માટે ઉપલી વય મર્યાદામાં 10 વર્ષની છૂટ આપવામાં આવી છે. આ અરજી કરવા માટે ઉમેદવારે 10 પાસ કરેલું હોવું જોઈએ.

કેવી રીતે થશે પસંદગી
દક્ષિણ રેલ્વેમાં એપ્રેન્ટિસની 3150 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. ઉમેદવારોએ પસંદગી માટે કોઈપણ પ્રકારની પરીક્ષા આપવાની રહેશે નહીં, પરંતુ મેરિટ લિસ્ટના આધારે તેમની પસંદગી કરવામાં આવશે.

ભરતી માટે અરજી કરવાની ફી
SC, ST, OBC અને દિવ્યાંગોએ અરજી માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં. જનરલ કેટેગરીના લોકોએ 100 રૂપિયા ફી ભરવાની રહેશે.
નોકરી વાચ્છુક ઉમેદવારો દક્ષિણ રેલ્વેની વેબસાઈટ sr.indianrailways.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ ભરતી પ્રકિયા અંગે વધુ માહિતી માટે, તમે સધર્ન રેલવેની વેબસાઈટ પર જઈને સૂચના જોઈ શકો છો.
-
Dhurandhar 2 BO Collection Day 13: 1400 કરોડને પાર ‘ધુરંધર 2’, બોક્સ ઓફિસ પર 13માં દિવસે રચ્યો ઈતિહાસ -
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ











Click it and Unblock the Notifications
