ISRO Recruitment 2021: ISROમાં એપ્રેન્ટિસ પોસ્ટ માટે પડી ભરતી, આ લોકો કરો એપ્લાય
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)માં નોકરી મેળવવાની સારી તક છે. ડિપ્લોમા કોર્સ અથવા એન્જિનિયરિંગની ડિગ્રી કરનારા લોકો આ નોકરી માટે અરજી કરી શકે છે. ઇસરોએ એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજીઓને મંગાવી છે. સંબંધિત શાખામાંથી એન્જિનિ
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)માં નોકરી મેળવવાની સારી તક છે. ડિપ્લોમા કોર્સ અથવા એન્જિનિયરિંગની ડિગ્રી કરનારા લોકો આ નોકરી માટે અરજી કરી શકે છે. ઇસરોએ એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજીઓને મંગાવી છે. સંબંધિત શાખામાંથી એન્જિનિયરિંગમાં ડિગ્રી અથવા ડિપ્લોમા ધરાવતા યુવાનો આ માટે અરજી કરી શકે છે. કોમર્શિયલ પ્રેક્ટિસમાં ડિપ્લોમા (Commercial Practices) ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ છે.

ખાલી જગ્યાની વિગતો
- ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ - 13 પોસ્ટ
- ટેકનિશિયન એપ્રેન્ટિસ - 10 પોસ્ટ
- કોમર્શિયલ પ્રેક્ટિસમાં ડિપ્લોમા - 20 પોસ્ટ
એજ્યુકેશન ક્વોલિફીકેશન
- ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ: ભારતીય યુનિવર્સિટી દ્વારા ફર્સ્ટ ક્લાસ સાથે એન્જિનિયરિંગ ડિગ્રી હોવી જોઈએ.
- ટેકનિશિયન એપ્રેન્ટિસ: ભારતીય યુનિવર્સિટી દ્વારા ફર્સ્ટ ક્લાસ સાથે એન્જિનિયરિંગ ડિગ્રી પાસ કર્યુ હોવુ જોઈએ.
- કોમર્શિયલ પ્રેક્ટિસમાં ડિપ્લોમા: રાજ્ય દ્વારા માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ઓછામાં ઓછા 60% ગુણ સાથે વાણિજ્યિક પ્રેક્ટિસમાં ડિપ્લોમા કરેલ હોવું જોઈએ.
પગાર ધોરણ
- ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ - 9000
- ટેકનિશિયન એપ્રેન્ટિસ - 8000
આ રીતે કરો અરજી
- અરજી કરવા માટે, ઉમેદવારોએ પહેલા ઇસરોની વેબસાઇટ isro.gov.in પર જવું પડશે.
- અહીં આવેદનપત્ર મળશે. તેને ભરીને અને વિષયમાં દસ્તાવેજોની પીડીએફ ફાઇલ સાથે અરજી કરવા માટેની (સંબંધિત કેટેગરીનું નામ) અરજી કરવી પડશે.
- મેઇલ આઈડી છે- [email protected].












Click it and Unblock the Notifications
