For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વન રક્ષકની 334 જગ્યાઓની ભરતી હાથ ધરાશે, આ ભરતી બાદ નવી જગ્યાઓ ભરવાની જાહેરાત!

ગુજરાત સહિત ભારતભરમાં બેરોજગારો રસ્તા પર ઉતરી રહ્યા છે ત્યારે ગુજરાતથી એક સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા વન વિભાગની મૌકુફ રહેલી ભરતી પુરી કરવાની જાહેરાત કરવામાં આવી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : ગુજરાત સહિત ભારતભરમાં બેરોજગારો રસ્તા પર ઉતરી રહ્યા છે ત્યારે ગુજરાતથી એક સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા વન વિભાગની મૌકુફ રહેલી ભરતી પુરી કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં એક પછી એક પેર ફુટી રહ્યા છે ત્યારે હવે આ ભરતીની જાહેરાત કરવામાં આવી તો છે પરંતુ આ ભરતી પુરી થાય છે કે કેમ તે પણ એક મોટો સવાલ રહેશે.

job

વન વિભાગની ભરતીની વાત કરીએ તો, આ ભરતીમાં વન રક્ષકની ક્લાક-3ની 334 જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે. આ ભરતી પ્રકિયા આ પહેલા મૌકુફ રાખવામાં આવી હતી, હવે તેને પુર્ણ કરવામાં આવશે. આ સિવાય વિભાગની જાહેરાત મુજબ આ ભરતી પ્રક્રિયા પુર્ણ થયા બાદ વિભાદ દ્વારા ખાલી જગ્યાઓ ભરવા માટે નવી ભરતી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે હાલ ગુજરાત સરકાર માટે ભરતી પ્રકિયા લોઢાના ચણા ચાવવા જેવી અઘરી પ્રક્રિયા થઈ ગઈ છે, કેમ કે લાખ કોશિશ સહિત સરકાર એક પણ ભરતી વિવાદ વગર પુરી કરી શકી નથી. આ ઉપરાંત પેપર લિક થતા સરકારની સતત થુથુ થઈ રહી છે ત્યારે સરકાર આ ભરતી કેવી રીતે વિવાદ વગર પુરી કરશે તે પણ એક સવાલ છે. આ પહેલા ક્લાક, પીજીવીસીએલ અને તલાટીની ભરતી પ્રકિયા વિવાદોનું ઘર બની ચુકી છે.

English summary
Recruitment of 334 posts of Forest Guard will be carried out, announcement of filling new posts after this recruitment!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X