RRB NTPC Answer Key: આજે રાતે 8 વાગ્યે આન્સર કી જાહેર થશે, આવી રીતે કરો ડાઉનલોડ
RRB NTPC Answer Key: આજે રાતે 8 વાગ્યે આન્સર કી જાહેર થશે, આવી રીતે કરો ડાઉનલોડ
રેલવે ભરતી બોર્ડ (આરઆરબી) નૉન-ટેક્નિકલ લોકપ્રિય શ્રેણીઓ (NTPC પરીક્ષા)માં ભાગ લેનાર 1.23 કરોડથી વધુ ઉમેરવારો માટે સોમવારે આન્સર કી જાહેર કરશે. આરઆરબી મુજબ આંસર કી આજે રાતે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે. ઉમેદવાર 23 ઓગસ્ટ સુધી આંસર કી ડાઉનલોડ કરી શકે છે.

આન્સર કી તમામ ક્ષેત્ર-આધારિત રેલવે ભરતી બોર્ડની વેબસાઈટ પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ હશે. અલ્હાબાદ ક્ષેત્રના ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ rrbald.gov.in, અમદાવાદ- rrbahmedabad.gov.in, કોલકાતા- rrkolkata.gov.in, ગુવાહાટી- rrbguwahati.gov.inના માધ્યમથી આન્સર કી જોઈ શકે છે.
આવી રીતે ડાઉનલોડ કરો RRB NTPC Answer Key 2019
- તમારા ક્ષેત્રની આરઆરબીની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
- આન્સર કી ડાઉનલોડ કરવા માટે આપવામાં આવેલ લિંક પર ક્લિક કરો.
- રજિસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ ભરો
- જે બાદ તમારી સ્ક્રીન પર આન્સર કી આવી જશે.
- આન્સર કી ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટઆઉટ કાઢી લો જેથી ભવિષ્ય માટે સુરક્ષિત રાખી શકો.
ઉલ્લેખનીય છે કે એનટીપીસી ભરતી પરીક્ષા 35208 ખાલી પદો માટે આયોજિત કરવામાં આવી હતી. એનટીપીસી પદો માટે ચરણબદ્ધ રીતે પરીક્ષા પાછલી સાત ડિસેમ્બરે શરૂ થઈ હતી.












Click it and Unblock the Notifications
