RRC apprentice recruitment 2020: રેલવેમાં એપ્રેન્ટીસના 1004 પદ માટે ભરતી, આ રીતે કરો અરજી

રેલવે રિક્રૂટમેન્ટ સેલ(આરસીસી)એ એપ્રેન્ટીસના ઘણા પદો પર ભરતી માટે ફૉર્મ મંગાવ્યા છે.

નવી દિલ્લીઃ રેલવે રિક્રૂટમેન્ટ સેલ(આરસીસી)એ એપ્રેન્ટીસના ઘણા પદો પર ભરતી માટે ફૉર્મ મંગાવ્યા છે અને આના માટે એક અધિસૂચના પણ જારી કરી છે. આ ભરતી દક્ષિણ પશ્ચિમી રેલવેમાં નીકળી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર આ પદો માટે અધિકૃત વેબસાઈટ rrchubli.in પર જઈને ફૉર્મ ભરી શકે છે. ફૉર્મ 9 જાન્યુઆરી સુધી ભરી શકાશે. કુલ પદોની સંખ્યા 1004 છે જેમાંથી 287 પદ હુબલી ડિવિઝન માટે છે, 280 બેંગલુરુ માટે, 217 પદ કેરિઝ રિપેર વર્કશૉપ હુબલી માટે, 177 પદ મૈસૂર માટે છે અને 43 પદ સેન્ટ્રલ વર્કશૉપ મૈસૂર માટે છે.

indian railway

શૈક્ષણિક યોગ્યતા

આ ભરતી માટે મેરિટ લિસ્ટને ધોરણ 8માં અને 10માં મેળવેલ ગુણ અને આઈટીઆઈમાં મળેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે. ઉમેદવારની વય 15 વર્ષથી 24 વર્ષ વચ્ચે હોવી જોઈએ. આ પદો પર સીધી ભરતી થશે. એટલે કે ઉમેદવારે પરીક્ષા કે ઈન્ટરવ્યુ આપવુ નહિ પડે. ફૉર્મ ફીની વાત કરીએ તો સામાન્ય શ્રેણીના ઉમેદવારોએ 100 રૂપિયા ભરવાના રહેશે. આ ફી નૉન રિફન્ડેબલ છે. વળી, એસસી, એસટી, પીડબ્લ્યુડી અને મહિલા ઉમેદવારોએ કોઈ ફૉર્મ ફી ભરવાની નથી. ફૉર્મ ભરવા માટે ઉમેદવારે વેબસાઈટ પર જઈ શકે છે. જેની ડાયરેક્ટ લિંક આ સમાચારમાં નીચે આપેલી છે.

અધિકૃત વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X