For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CBSEનો મહત્વનો ફેસલો, 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર બદલવાનો મોકો મળશે

CBSEનો મહત્વનો ફેસલો, 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર બદલવાનો મોકો મળશે

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને પોતાના પરીક્ષા કેન્દ્રો બદલવાની મંજૂરી આપશે. સીબીએસઈએ બુધવારે જાહેર એક સર્ક્યુલરમાં કહ્યું કે અમને જાણવા મળ્યું કે કેટલાય વિદ્યાર્થીઓ એવી જગ્યાએ નહોતા જ્યાં તેમની સ્કૂલ છે. એવામાં વિદ્યાર્થીઓને એક શહેરથી બીજા શહેરમાં પરીક્ષા સેન્ટર બદલવાની સુવિધા આપવામાં આવશે.

વિદ્યાર્થીઓને જલદી જ સૂચિત કરવામાં આવશે

વિદ્યાર્થીઓને જલદી જ સૂચિત કરવામાં આવશે

સીબીએસઈએ કહ્યું કે, અમારી નોટિસમાં આવ્યું કે કેટલાક વિદ્યાર્થીઓએ જ્યાં તેમની સ્કૂલ નથી એવા શહેરોમાં જવું પડી રહ્યું છે. તેમને સેન્ટર બદલવાની સુવિધા આપવામાં આવશે. આને લઈ અમે વિદ્યાર્થીઓને જલદી જ સૂચિત કરશું કે તેઓ હવે પોતાના પરીક્ષા કેન્દ્ર બદલવાની રિક્વેસ્ટ નાખી શકે છે. સીબીએસઈએ કહ્યું કે જલદી જ આ વિદ્યાર્થીઓને એક્ઝામ સેન્ટર માટે એક્ઝામ સિટી પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. સ્કૂલોને બોર્ડો તરફથી ઓનલાઈન સિસ્ટમમાં રહેતાં આપવામાં આવેલા દિશાનિર્દેશો માનવા પડશે.

બે તબક્કામાં પરીક્ષા આયોજિત થશે

બે તબક્કામાં પરીક્ષા આયોજિત થશે

કોરોના સંક્રમણને કારણે સીબીએસઈ 10મું અને 12માના બોર્ડની પરીક્ષા બે તબક્કામાં આયોજિત કરવામાં આવી રહી છે. જેને લઈ પહેલા તબક્કાની પરીક્ષાનું શેડ્યૂઅલ જાહેર કર્યું છે. સીબીએસઈએ કહ્યું કે ધોરણ 10મુ અને 12મા માટે પહેલા ટર્મની બોર્ડ પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બરમાં ઓફલાઈન આયોજિત કરાશે. સીબીએસઈના પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે કહ્યું કે અમે વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા અને તેમના પ્રદર્શનમાં સુધારા માટે વધુ અવસર પ્રદાન કરવા માટે કામ કરી રહ્યા છીએ.

વેબસાઈટ પર ડેટશીટ જોઈ શકે છે

વેબસાઈટ પર ડેટશીટ જોઈ શકે છે

સીબીએસઈની નવેમ્બર-ડિસેમ્બરમાં ધોરણ 10 અને 12 માટે યોજાનાર પરીક્ષાની ડેટશીટ બોર્ડની વેબસાઈટ CBSE.GOV.IN પર જોઈ શકો છો. 10માની પરીક્ષાઓ 30 નવેમ્બરથી શરૂ થઈ 11 ડિસેમ્બરે પૂરી થશે. 12માની પરીક્ષાએ એક ડિસેમ્બરથી શરૂ થઈ 22 ડિસેમ્બર સુધી ચાલશે.

English summary
Students of std 10 and 12th will be able to change their exam center
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X