For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UPSC Prelims 2020: પરીક્ષા ટળશે કે નહિ, જાણો સુપ્રીમ કોર્ટમાં શું થયું

UPSC Prelims 2020: પરીક્ષા ટળશે કે નહિ, જાણો સુપ્રીમ કોર્ટમાં શું થયું

|
Google Oneindia Gujarati News

સંઘ લોક સેવા આયોગની સિવિલ સેવા પ્રારંભિક પરીક્ષા 2020 સ્થગિત કરવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં 28 સપ્ટેમ્બર 2020ના રોજ સુનાવણી થઈ. સુનાવણી દરમ્યાન UPSCએ પરીક્ષા ફરીથી સ્થગિત કરવામાં અસમર્થતા જતાવી.

upsc

કોર્ટમાં શું થયું

યૂપીએસસી તરફથી વકીલ નરેશ કૌશિકે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, 'મને લાગે છે કે પરીક્ષા સ્થગિત કરવાની વાત પર સહમત થવું બિલકુલ સંભવ નથી. અત્યારના હાલાતને ધ્યાનમાં રાખતાં એકવાર પરીક્ષા સ્થગિત થઈ ચૂકી છે. પરંતુ બીજીવાર આવું કરવું પરીક્ષાની આખી પ્રક્રિયાને ક્ષતિ પહોંચાડશે.'

જેના પર કોર્ટે યૂપીએસસીને નિર્દેશ આપ્યો કે તેઓ સોગંધનામા દ્વારા સુપ્રીમ કોર્ટને પરીક્ષા સ્થગિત ના કરવાનું તાર્કિક કારણ જણાવે. કોર્ટે આયોગને સોગંધનામું જમા કરાવવા માટે એક દિવસનો સમય આપ્યો છે. આની સાથે જ મામલાની આગલી સુનાવણી માટે 30 સપ્ટેમ્બરની તારીખ આપી છે.

શું છે સમગ્ર મામલો

વાકસીરેડ્ડી ગોવર્ધન સાઈ પ્રકાશ સહિત અન્ય યૂપીએસસી ઉમેદવારોએ મળીને સુપ્રીમ કોર્ટમાં સિવિલ સેવા પરીક્ષાને ફરીથી સ્થગિત કરવાની માંગ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું કે યૂપીએસસીની પરીક્ષાની તારીખ બેથી ત્રણ મહિના આગળ વધારી દેવામાં આવે. કોરોના વાયરસ મહામારી અને દેશના કેટલાય ભાગોમાં પૂર જેવા બગડેલા હાલાતને કારણે કેટલાય ઉમેદવારો માટે પરીક્ષામાં સામેલ થઈ શકવું શક્ય નહિ હોય. યૂપીએસસી દ્વારા અત્યારે પરીક્ષા કરાવવી સંવિધાનના અનુચ્છેદ 19 (1) (જી) અંતર્ગત અમારા અધિકારોનું હનન હશે.

કોવિડ-19 વેક્સીનના અપડેટ માટે સરકારે ઑનલાઈન પોર્ટલ લૉન્ચ કર્યુંકોવિડ-19 વેક્સીનના અપડેટ માટે સરકારે ઑનલાઈન પોર્ટલ લૉન્ચ કર્યું

વર્તમાન શેડ્યૂઅલ મુજબ યૂપીએસસી સિવિલ સેવા પ્રારંભિક પરીક્ષા 2020 (UPSC Civil Servicses Prelims Exam 2020) નું આયોજન 4 ઓક્ટોબર 2020ના રોજ થનાર છે. પરંતુ આ પરીક્ષા નક્કી કરાયેલી તારીખે થશે કે નહિ તેના પર સુ્પ્રીમ કોર્ટ આગામી 30 સપ્ટેમ્બ 2020ના રોજ ફેસલો સંભળાવી શકે છે.

English summary
Supreme court asked UPSC board to submit Affidavit by tomorrow
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X