Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CUCET 2021: આ વર્ષે નહીં યોજાય કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, UGC ની જાહેરાત

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) એ આ વર્ષે સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટેની પ્રવેશ પરિક્ષા રદ કરી દીધી છે. યુજીસીએ આ નિર્ણય કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને લીધો છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) એ આ વર્ષે સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટેની પ્રવેશ પરિક્ષા રદ કરી દીધી છે. યુજીસીએ આ નિર્ણય કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને લીધો છે. યુજીસીએ કહ્યું છે કે, શૈક્ષણિક સત્ર 2021-22 માટે કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા લેવામાં નહીં આવે.

CUCET

યુજીસીએ માહિતી આપી હતી કે, કોવિડ-19 ને જોતાં સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયા પહેલાની જેમ જ રહેશે. પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા શૈક્ષણિક સત્ર 2022-2023થી લઈ શકાય છે. યુજીસીએ ટ્વિટ કરીને કહ્યું કે, કોવિડ -19 મહામારીને ધ્યાનમાં રાખીને, શૈક્ષણિક સત્ર 2021-22 દરમિયાન સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયા અગાઉના નિયમો મુજબ કરવામાં આવશે. સેન્ટ્રલ યુનિવર્સિટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CUCET) 2022-23 સત્રથી લાગુ કરવામાં આવી શકાય છે.

ઉલ્લેખનિય છે કે, આ વખતે CUCET-2021 નવી એજ્યુકેશન પોલિસી -2020 અનુસાર થવાનું હતુ. આ માટે કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં કોમન એન્ટ્રન્સ પરીક્ષા લેવાવાની હતી. આ પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે, વિદ્યાર્થીઓને કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં પ્રવેશ ફાળવવાનો હતો. CUCETનું આયોજન નેશનલ ટેસ્ટિંગ એજન્સી કરવાની હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X