જોક્સ: મારા પપ્પા એક નંબરના ડરપોક છે
એક વ્યક્તિએ આલિયાને પૂછ્યું નરેન્દ્ર મોદી સાંજે જ કેમ ચાલે છે સવારે કેમ નથી ચાલતા??
આલિયા- અરે ભાઇ, મોદી PM છે AM નથી
-----
જ્યારે હું રોવ છું કોઇ નથી પૂછતું કે શું થયું ??
જ્યારે હું મુશ્કેલીમાં હોવ છું કોઇ નથી પૂછતું ?? જ્યારે હું દુ:ખી હોવ છું ત્યારેય કોઇ નથી પૂછતું !!
પણ જ્યારે પણ હું દાબેલી વાળાની દુકાનમાં ઊભો, ઊભો, એકલો, એકલો દાબેલી ખાવા બેસું છું. કોઇને કોઇ ત્યાં આવી જ ચઢે છે ને બોલે છું
"શું ભાઇ એકલા એકલા???"

આફ્રિકમાં, એક શ્યામ બોયફેન્ડ્રે તેની શ્યામ ગર્લેફેન્ડને કાળી અંધારી રાતમાં....
દરિયાના તટે, સૂમસામ જગ્યાએ....
રોમેન્ટિક થઇને પૂછ્યું....
.
.
.
.
ડાર્લિંગ, તું છે કે ગઇ??
-------
ચિંટૂ- મારા પપ્પા એક નંબરના ડરપોક છે !!
પિંટૂ- કેમ, શું થયું???
ચિંટૂ- જ્યારે પણ રસ્તો ક્રોસ કરવાનો હોય ત્યારે મને કહે મારી આંગળી પકડ અને મને છોડતો નહીં...
------
ચિંકુ તેના મિત્ર પિંટૂને કહ્યું કે મારી કોલેજ જઇને મારું રિજલ્ટ જોઇ આવ. અને જો મારા મમ્મી પપ્પા, મારી સાથે હોય તો કોડ વર્ડમાં બોલજે
જો હું એક વિષયમાં ફેલ હોવ તો કહેજે
"જય શ્રી રામ"
જો બે વિષયમાં ફેલ હોવ તો કહેજે
"જય શ્રી કૃષ્ણ"
અને ત્રણ વિષયમાં ફેલ હોવ તો કહેજે
"જય અંબે"
પિંટૂ કોલેજથી રિઝલ્ટ જોઇને આવ્યો
ચિંકૂને જોઇને બોલ્યો
"તમામ દેવી દેવતાઓની જય હો"












Click it and Unblock the Notifications
