પતિએ કહ્યુ જો! બહાર વરસાદ આવે છે, અને પછી શું થયુ જુઓ
જો! બહાર વરસાદ આવે છે
મે મારી પત્નીને કહ્યુ - જો! બહાર વરસાદ આવે છે.
મારી પત્ની બોલી - વિચારતા પણ નહિ,
ઘરમાં ચણાનો લોટ નથી...
ડુંગળી બહુ મોંઘી છે અને
આજે કામવાળી પણ નથી આવી...
બધા વાસણો એઠા પડ્યા છે...અને હાં...
હવે દારૂ પીવા માટે બરફ પણ ના માંગતા...
સવારથી લાઈટો ગઈ છે અને
ફ્રિઝમાં ઠંડુ પાણી પણ નથી...
આમ પણ છોકરાઓ મોટા થઈ ગયા છે...
હવે ઘરમાં આ બધુ બિલકુલ નહિ ચાલે...
મને પોતાની તરફ ધારીને જોતો જોઈને પત્ની રોકાઈને બોલી
મારી બાજુ તો જોતા પણ નહિ...
મારી કમરમાં આમ પણ દુખે છે...
લો બોલો... હવે પતિ એટલુ પણ ના કહી શકે કે વરસાદ પડી રહ્યો છે!!! 


.............................

વાઈઇફના ગાલ પર
ગુલાબનું ફૂલ મારશો તો
ઈગ્લીંશ વાઈફઃ યુ આર સો નોટી....
પંજાબી વાઈફઃ તુસ્સી વડ્ડે રોમેન્ટીક હોજી...
ગુજરાતી વાઈફઃ શું ગાંડાવેડા કરો છો?
ગધેડા જેવા....
આંખમાં વાગ્યુ હોત તો...














Click it and Unblock the Notifications
