For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'શતકવીર' બૉલીવુડના અભિનેતાઓ આ નામથી બન્યા લોકપ્રિય

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 25 એપ્રિલ : બૉલીવુડ 100 વર્ષ પૂર્ણ કરવા જઇ રહ્યું છે. બૉલીવુડે આ સો વર્ષમાં અનેક યાદગાર ફિલ્મો, અભિનેતાઓ, અભિનેત્રીઓ, ડિરેક્ટર્સ, ગીતો આપણને આપ્યા છે. વિવિધ વૈવિધ્યસભર વિષયોને સહેલાય અને સહજતાથી પડદાં પર રજૂ કરીને લોકોને મનોરંજનની સાથે મેસેજ આપવાનું કામ પણ બૉલીવુડના એક દોરે કર્યું હતું. તો એક દોરમાં માત્ર મસાલા ફિલ્મો (જેમાં દૂર સુધી અર્થ અને સંદેશો ના હોય) તેવી ફિલ્મો આપીને લોકોને કાલ્પનિક દૂનિયામાં લઇ જવાનું કામ પણ બૉલીવુડે કર્યું છે.

આ બધાની વચ્ચે બૉલીવુડમાં પોતાના અભિનય થકી લોકોમાં એક અલગ જ છાપ ઉભી કરવામાં સફળ નિવડેલા અભિનેતાઓ લોકોમાં પોતાના એક અલગ નામ અને પાત્રથી જાણીતા બન્યા હતા. કોઇક ભારત કુમાર કહેવાયુ તો કોઇ ગ્રેટ શોમેન. કોઇ ટ્રેજડી કિંગ બન્યુ તો કોઇ કિંગ ખાન. કોઇ જ્યબિલી કુમાર બન્યુ તો કોઇ ખિલાડી કુમાર. કોઇ એવરગ્રીન બન્યુ તો કોઇ હી મૅન અને કોઇ એંગ્રી યંગમૅન બન્યુ તો કોઇ બેડ બૉય.

ત્યારે અમે અહીં એવા જ અભિનેતા અંગે જણાવી રહ્યાં છીએ જેને તેના ફેન્સ ફોલોઅર્સ વિવિધ હુલામણા નામથી સંબોધે છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ આ અભિનેતાઓને.

બોલિવુડના અભિનેતાઓ આ નામથી બન્યા લોકપ્રિય

બોલિવુડના અભિનેતાઓ આ નામથી બન્યા લોકપ્રિય

રાજ કપૂરઃ જ્યાં બોલિવુડમાં એક તરફ હીરોને સ્ટાઇલિશ, પાવરફૂલ દર્શાવવામાં આવે છે, ત્યાં એક એવા અભિનેતા પણ હતા કે જેઓ ફિલ્મમાં હંમેશા એક સામાન્ય અને ભોળા વ્યક્તિ તરીકે જ જોવા મળતા હતા. જી હાં, એ નામ છે રાજ કપૂર. મેરા નામ જોકર, આવારા, શ્રી 420 અને આગ સહિતની તેમની ફિલ્મોના કારણે તેમને બોલિવુડના ગ્રેટ શો મેન તરીકે ઓળખ મળી હતી. આજે પણ જ્યારે તેમને યાદ કરવામાં આવે છે ત્યારે ધ ગ્રેટ શો મેન રાજ કપૂર તેમ કહીં ને જ સંબોધવામાં આવે છે.

બોલિવુડના અભિનેતાઓ આ નામથી બન્યા લોકપ્રિય

બોલિવુડના અભિનેતાઓ આ નામથી બન્યા લોકપ્રિય

દેવ આનંદઃ ચહેરા પર એક ચમક, યુવાનોને પણ શરમાવી દે તેવી સ્પીરીટ અને ચાર્મિંગ લૂકના કારણે બોલિવુડના આ અભિનેતાને હંમેશા એવર ગ્રીન દેવ આનંદ તરીકે જ સંબોધવામાં આવતા હતા. તેમણે તેમના કરતા અડધી ઉમરની અભિનેત્રીઓ સાથે પણ એક યુવાન એક્ટર જે પ્રકારે પડદા પર અભિનયની છાંટ રેડે છે, તેવી છાંટ તેમણે રેડી હતી.

બોલિવુડના અભિનેતાઓ આ નામથી બન્યા લોકપ્રિય

બોલિવુડના અભિનેતાઓ આ નામથી બન્યા લોકપ્રિય

રાજેન્દ્ર કુમારઃ આ બોલિવુડનુ એક એવું નામ છે કે, જ્યારે પણ તેમની ફિલ્મ રજૂ થતી હતી તે સિલ્વર જ્યૂબલી અથવા તો ગોલ્ડન જ્યૂબલી જ સાબિત થતી હતી અને તેના કારણે આ અભિનેતાને રાજેન્દ્ર કુમાર નહીં પરંતુ જ્યૂબલી કુમાર તરીકે બોલાવવામાં આવતા હતા.

બોલિવુડના અભિનેતાઓ આ નામથી બન્યા લોકપ્રિય

બોલિવુડના અભિનેતાઓ આ નામથી બન્યા લોકપ્રિય

દિલીપ કુમારઃ મોહમ્મદ યુસુફ ખાનમાંથી દિલીપ કુમાર બન્યા બાદ જ્યારે પણ તે પડદાં પર આવતા ત્યારે તેઓ તેમના ડાયલોગ અને હાવભાવ થકી એક કરૂણાનો માહોલ રચી નાખતા હતા. તેમની આ જ અદાના કારણે આજે પણ તેમને બોલિવુડના ટ્રેજડી કિંગ તરીકે સંબોધવામાં આવે છે.

બોલિવુડના અભિનેતાઓ આ નામથી બન્યા લોકપ્રિય

બોલિવુડના અભિનેતાઓ આ નામથી બન્યા લોકપ્રિય

મનોજ કુમારઃ દેશભક્તિ પર બનેલી મોટાભાગની ફિલ્મો, શહીદ, પુરબ પશ્ચિમ, ક્રાન્તિ વિગેરે ફિલ્મોમાં એક દેશભક્ત નાગરીકની ભૂમિકા ભજવીને મનોજ કુમાર તમામ ફિલ્મ ચાહકોમાં ભારત કુમારના હુલામણા નામથી જાણીતા બની ગયા છે. છેલ્લા ઘણા વર્ષોથી રૂપેરી પડદાથી દૂર રહ્યાં હોવા છતાં પણ જ્યારે તેમના નામનો ઉલ્લેખ જ્યાં પણ થાય છે ત્યા સાથે ભારત કુમાર જરૂરથી કહેવામાં આવે છે.

બોલિવુડના અભિનેતાઓ આ નામથી બન્યા લોકપ્રિય

બોલિવુડના અભિનેતાઓ આ નામથી બન્યા લોકપ્રિય

ધર્મેન્દ્રઃ ધરમ ગરમ હોય કે પછી હીમેન બોલિવુડના આ બિંદાસ્ત અભિનેતાને લોકો ધર્મેન્દ્ર કરતા વિશેષ હીમેન તરીકે જ સંબોધે છે, ફિલ્મી પડદાં પરની તેમના હીમેન રૂપને કારણે તેઓને ફિલ્મ રસીકો હીમેન તરીકે સંબોધે છે.

બોલિવુડના અભિનેતાઓ આ નામથી બન્યા લોકપ્રિય

બોલિવુડના અભિનેતાઓ આ નામથી બન્યા લોકપ્રિય

રાજેશ ખન્નાઃ બોલિવુડના આ ઓરીજીનલ સુપરસ્ટારને લોકો કાકાના નામથી જ સંબોધે છે. એટલું જ નહીં પરંતુ જ્યારે પણ રાજેશ ખન્નાના નામનો ઉલ્લેખ થાય છે ત્યારે તેમને કાકા કહીંને જ બોલાવવામાં આવે છે, તેમના બાળકો, મિત્રો અને તેમની પત્ની પણ એક સમયે તેમને કાકા જ કહેતા હતા.

બોલિવુડના અભિનેતાઓ આ નામથી બન્યા લોકપ્રિય

બોલિવુડના અભિનેતાઓ આ નામથી બન્યા લોકપ્રિય

અમિતાભ બચ્ચનઃ સતત નિષ્ફળ ફિલ્મો આપ્યા બાદ જ્યારે અમિતાભ બચ્ચને જંજીર ફિલ્મ હિટ આપી અને ત્યાર પછી તેમની એક પછી એક એંગ્રી ઇમેજવાળી ફિલ્મો પડદા પર ધમાલ મચાવવા માંડી ત્યારથી તેમને એંગ્રી યંગમેન કહીંને જ સંબોધવામાં આવ્યા. આ ઉપરાંત તેમને બોલિવુડના રિયલ ડોન, શહેનશાહ અને સદીના મહાનાયક પણ કહેવામાં આવે છે.

બોલિવુડના અભિનેતાઓ આ નામથી બન્યા લોકપ્રિય

બોલિવુડના અભિનેતાઓ આ નામથી બન્યા લોકપ્રિય

જીતેન્દ્રઃ ફિલ્મ ઉછળકૂદ કરતા દ્રશ્યો આપીને જીતેન્દ્રની એક અલગ જ ઓળખ ફિલ્મ રસીકોમાં ઉદ્દભવી હતી. ફિલ્મ જગત સાથે જોડયેલી અને ફિલ્મના ચાહકોએ તેમને જમ્પિંગ જેકનું બીરુદ આપ્યું હતું.

બોલિવુડના અભિનેતાઓ આ નામથી બન્યા લોકપ્રિય

બોલિવુડના અભિનેતાઓ આ નામથી બન્યા લોકપ્રિય

શત્રુગ્ન સિન્હાઃ અમિતાભ બચ્ચન સાથેના વિખવાદના કારણે ચર્ચામાં રહેલા રાજકારણી અને અભિનેતા શત્રુગ્ન સિન્હા તેમના ડાયલોગ્સ અને ડાયલોગ્સ બોલવાની છટાના કારણે ઘણા લોકપ્રિય થયા હતા અને તેમનો ડાયલોગ 'અબે... ખામોશ' આજે પણ તેમની ઓળખ બની ગયો છે, તેમના આ અંદાજના કારણે જ તેમના ફેન્સ ફોલોઅર્સ તેમને શોટગન કહીંને સંબોધે છે.

બોલિવુડના અભિનેતાઓ આ નામથી બન્યા લોકપ્રિય

બોલિવુડના અભિનેતાઓ આ નામથી બન્યા લોકપ્રિય

સંજય દત્તઃ ખલનાયક, મુન્નાભાઇ સહિતના નામથી જાણીતા બનેલા સંજય દત્તને 1993માં મુંબઇ વિસ્ફોટ વખતે ગેરકાયદે રીતે હથિયાર રાખવાના મામલે જેલ થયા બાદ રજૂ થયેલી ખલનાયક ફિલ્મ બાદ ખલનાયક કહીંને સંબોધવામાં આવતો હતો, પરંતુ મુન્નાભાઇ શ્રેણીની બન્ને ફિલ્મોમાં તેના ઉક્ત નામ કરતા અલગ જ ભૂમિકા ભજવીને સંજય દત્ત પોતાના ફેન્સમાં મુન્નાભાઇના નામથી લોકપ્રિય બન્યો છે.

બોલિવુડના અભિનેતાઓ આ નામથી બન્યા લોકપ્રિય

બોલિવુડના અભિનેતાઓ આ નામથી બન્યા લોકપ્રિય

આમિર ખાનઃ ફિલ્મોની પસંદગી, એક્ટિંગ સહિતની અનેક બાબતોમાં સો ટકા પરફેક્શનનો આગ્રહ રાખવાના કારણે બોલિવુડનો આ અભિનેતા તેના ચાહકો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધ પરફેક્ટનિસ્ટ તરીકે જાણીતો બન્યો છે.

બોલિવુડના અભિનેતાઓ આ નામથી બન્યા લોકપ્રિય

બોલિવુડના અભિનેતાઓ આ નામથી બન્યા લોકપ્રિય

શાહરુખ ખાનઃ 'કિંગ ખાન' ફિલ્મના તમામ પાસામાં પોતાનું સો ટકા અર્પિત કરીને દિલ્હીના આ છોરાએ બોલિવુડમાં પોતાનું એક અલગ સ્થાન મળેવ્યું છે. તેને રોમાન્સનો બાદશાહ કહીને બોલાવાય છે અથવા તો તેને બોલિવુડનો કિંગ ખાન કહીને સંબોધે છે. જે સમયે ખાન તિકડીનો જાદૂ બોલિવુડમાં ચાલતો હતો ત્યારે શાહરુખ ત્રણેય ખાનની ઉપર હતો અને ત્યારથી તેને કિંગ ખાન કહેવામાં આવે છે.

બોલિવુડના અભિનેતાઓ આ નામથી બન્યા લોકપ્રિય

બોલિવુડના અભિનેતાઓ આ નામથી બન્યા લોકપ્રિય

અક્ષય કુમારઃ ફિલ્મોમાં કોમેડી અને ઇમેશનની સાથો-સાથ એકથી એક ખતરનાક સ્ટંટ કરવાના કારણે અક્ષય કુમારને ખિલાડી કુમાર કહીને સંબોધવામાં આવે છે. અક્ષયની ખિલાડી ઇમેજ તેની એક પછી એક રજૂ થયેલી ખિલાડી સિરિઝની ફિલ્મોના કારણે બંધાઇ હતી.

બોલિવુડના અભિનેતાઓ આ નામથી બન્યા લોકપ્રિય

બોલિવુડના અભિનેતાઓ આ નામથી બન્યા લોકપ્રિય

સલમાન ખાનઃ બોલિવુડમાં બધા પોતાના કામ અને પોતાની પ્રકૃતિના કારણે એક અલગ ઓળખ મેળવવામાં સફળ રહ્યાં છે, આવી જ રીતે સલમાન ખાન પણ એવો અભિનેતા છે જે તેના ગુસ્સા અને સાથી અભિનેતા સાથેના ઝઘડા અને વિવાદોના કારણે એક બેડ બોય તરીકે જાણીતો બન્યો છે.

English summary
bollywood completed its 100 years and here is the nick name of bollywood's superstar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X