For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2018માં બોલિવુડને એક પછી એક મળ્યા 9 ઝટકા, મહિનાઓ સુધી રહ્યુ શોકમાં

વર્ષ 2018 બોલિવુડ માટે ઘણા સરપ્રાઈઝથી ભરેલુ રહ્યુ. વળી, આ વર્ષે ઘણા શોક પણ મળ્યા... વર્ષની શરૂઆતમાં જ એક એવી પ્રતિભા દુનિયાને અલવિદા કહી ગઈ જેના માટે માત્ર બોલિવુડ જ નહિ દુનિયાભરના લોકોએ શોક મનાવ્યો.

|
Google Oneindia Gujarati News

વર્ષ 2018 બોલિવુડ માટે ઘણા સરપ્રાઈઝથી ભરેલુ રહ્યુ. વળી, આ વર્ષે ઘણા શોક પણ મળ્યા... વર્ષની શરૂઆતમાં જ એક એવી પ્રતિભા દુનિયાને અલવિદા કહી ગઈ જેના માટે માત્ર બોલિવુડ જ નહિ દુનિયાભરના લોકોએ શોક મનાવ્યો. આજે પણ તેમના જવાનુ દુઃખ સહુને છે. વળી, આ વર્ષના અંત સુધી આ સિલસિલો ચાલુ રહ્યો. ઈન્ડસ્ટ્રીની ઘણી જાણીતી હસ્તીઓ દુનિયા છોડી ગઈ. અમુકનું નિધન તો એટલુ ચોંકાવનારુ હતુ કે કોઈને વિશ્વાસ નહોતો આવતો.

બધા મોત શોક આપનાર

બધા મોત શોક આપનાર

કોઈનુ નિધન બિમારીથી થયુ તો કોઈનું એટેકથી પરંતુ બધા મોત શોક આપનાર હતા. આ વર્ષે બોલિવુડની સૌથી પહેલી ફીમેલ સુપરસ્ટાર એટલે કે શ્રીદેવી પણ દુનિયા છોડી જતી રહી. આ મોત માત્ર તેમના પરિવાર માટે જ નહિ પરંતુ ફેન્સ અને દુનિયાભર માટે શ્રીદેવીનું અચાનક મોત સદમા આપનારુ હતુ. તેના મોતનું કારણ આજે પણ મિસ્ટ્રી બનેલુ છે.

માત્ર શ્રીદેવી જ નહિ આ વર્ષે બોલિવુડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ ઘણી હસ્તીઓએ આપણને અલવિદા કહી દીધુ. આગળ જાણો આ વર્ષે દુનિયા છોડીને જનારા 9 સ્ટાર્સ વિશે અને જાણો કેટલી ચોંકાવનારી હતી આ દૂર્ઘટનાઓ -

શ્રીદેવી

શ્રીદેવી

શ્રીદેવીને બોલિવુડે આ વર્ષ 24 ફેબ્રુઆરીએ ખોઈ દીધી. દુબઈની એક હોટલમાં તેનુ મોત નીપજ્યુ હતુ. 54 વર્ષની શ્રીદેવી હોટલના બાથટબમાં ડૂબેલી હાલતમાં મળી આવી હતી.

શ્રીવલ્લભ વ્યાસ

શ્રીવલ્લભ વ્યાસ

લગાનમાં ઈશ્વર કાકાની ભૂમિકા નિભાવી ચૂકેલ અભિનેતા શ્રી વલ્લભ વ્યાસ પણ આ વર્ષે દુનિયાને અલવિદા કહી હયા. તેમનું નિધન લાંબી બિમારીના કારણે થયુ.

નરેન્દ્ર ઝા

નરેન્દ્ર ઝા

શાહરુખની રઈસમાં વિલનની ભૂમિકા નિભાવનાર શાનદાર અભિનેતા નરેન્દ્ર ઝાનું મોત હાર્ટ એટેકના કારણે થયુ હતુ.

કવિ કુમાર આઝાદ

કવિ કુમાર આઝાદ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડૉક્ટર હાથીને કોઈ કેવી રીતે ભૂલી શકે. આ ભૂમિકા નિભાવનાર કવિ કુમાર આઝાદનું નિધન પણ આ વર્ષે થયુ. કાર્ડિયાક એરેસ્ટના કારણે તેમનું નિધન થયુ.

રીટા ભાદુરી

રીટા ભાદુરી

ફિલ્મો અને ટીવીના જાણીતી હસ્તી રીટા ભાદુરી 17 જુલાઈના રોજ કિડની ફેલિયરના કારણે દુનિયાને છોડી જતા રહ્યા.

મોહમ્મદ અઝીઝ

મોહમ્મદ અઝીઝ

બોલિવુડના જાણીતા પ્લેબેક સિંગર મોહમ્મદ અઝીઝ 64 વર્ષની ઉંમરે હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામ્યા.

કલ્પના લાઝમી

કલ્પના લાઝમી

પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને સ્ક્રીન રાઈટર કલ્પના લાઝમીનું નિધન કિડની અને લિવરની બિમારીના કારણે થયુ હતુ.

ઉસ્તાદ પ્યારેલાલ વડાલી

ઉસ્તાદ પ્યારેલાલ વડાલી

જાણીતા સૂફી ગાયક પ્યારેલાલ 9 માર્ચે હાર્ટ એટેક આવવાના કારણે મૃત્યુ પામ્યા.

શમ્મી આંટી

શમ્મી આંટી

200થી વધુ ફિલ્મોમાં કામ કરનાર શમ્મી આંટીનું 89 વર્ષની ઉંમરમાં નિધન થયુ.

આ પણ વાંચોઃ Viral Pics: મુંબઈ રિસેપ્શનમાં પ્રિયંકા-નિકે કેમેરા સામે આપ્યા રોમેન્ટિક પોઝઆ પણ વાંચોઃ Viral Pics: મુંબઈ રિસેપ્શનમાં પ્રિયંકા-નિકે કેમેરા સામે આપ્યા રોમેન્ટિક પોઝ

English summary
2018 was the year of shock for Bollywood 9 stars demise shook everyone.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X