For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉપરાષ્ટ્રપતિએ આપ્યા નેશનલ ફિલ્મ અવૉર્ડ, કંગનાને બેસ્ટ એક્ટ્રેસ, રજનીકાંતને દાદા સાહેબ ફાળકે અવૉર્ડ

ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર તેમજ દાદાસાહેબ ફાળકે પુરસ્કાર આપ્યા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ અને કેન્દ્રીય સૂચના તેમજ પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આજે રાજધાની દિલ્લીના વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર તેમજ દાદાસાહેબ ફાળકે પુરસ્કાર આપ્યા. વેંકૈયા નાયડુના હાથે વિજેતાઓને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવામાં આવ્યા. કંગના રનોતને બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ અવૉર્ડ મળ્યો છે. સુપર સ્ટાર રજનીકાંતને દાદા સાહેબ અવૉર્ડ આપવામાં આવ્યો છે.

કંગનાને બે ફિલ્મો માટે અવૉર્ડ

કંગનાને બે ફિલ્મો માટે અવૉર્ડ

67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની ઘોષણા માર્ચ 2021માં કરવામાં આવી હતી. કોરોના વાયરસ મહામારીના કારણે સમારંભ થઈ શક્યો નહોતો. એવામાં હવે વિજેતોઓને પુરસ્કાર આપવામાં આવ્યા છે. બૉલિવુડ અભિનેત્રી કંગના રનોતને ફિલ્મ મણિકર્ણિકા અને પંગામાં તેના અભિનય માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. કંગનાને ચોથી વાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

મનોજ અને ધનુષને બેસ્ટ એક્ટર અવૉર્ડ

મનોજ અને ધનુષને બેસ્ટ એક્ટર અવૉર્ડ

ધનુષ અને મનોજ બાજપેયીને સંયુક્ત રીતે બેસ્ટ એક્ટર અવૉર્ડ આપવામાં આવ્યો છે. મનોજ બાજપેયીને ફિલ્મ 'ભોસલે' અને ધનુષને તમિલ ફિલ્મ 'અસુરન' માટે બેસ્ટ એક્ટરનો અવૉર્ડ મળ્યો છે. સુશાંત સિંહ રાજપૂત અને શ્રદ્ધા કપૂર સ્ટારર 'છિછોરે'ને સર્વશ્રેષ્ઠ હિંદી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. આ ઉપરાંત અન્ય અવૉર્ડની વાત કરીએ તો ફિલ્મ કેસરીના ગીત 'તેરી મિટ્ટી'માટે બેસ્ટ મેલ પ્લેબેક સિંગરનો અવૉર્ડ બી પ્રાકને મળ્યો છે. બિન ફીચર ફિલ્મની શ્રેણીમાં 'એન એન્જિનિયર ડ્રીમ'એ સર્વશ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર જીત્યો છે. 'મરક્કર-અરાબિક્કદાલિન્તે-સિમ્હમ' બેસ્ટ ફીચર ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે. આનંદી ગોપાલને સામાજિક મુદ્દાઓ પર સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે.

રજનીકાંતને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર

રજનીકાંતને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર

સ્ટાર ફિલ્મ એક્ટર રજનીકાંતને 51માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય સૂચના તેમજ પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ કે, રજનીકાંતને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર જીતવા પર અભિનંદન આપુ છુ. તેમણે સિનેમા જગતને 5 દશક આપ્યા છે. કોઈ કહેશે કે તે વેટરન છે, કોઈ આઈકોનિક કલાકાર કહેશે. હું કહુ છુ કે આ 5 દશકે તેમને એક ઈન્ડીવિજ્યુઅલમાંથી એક સંસ્થા તરીકે બદલ્યા છે.

English summary
67th National Film Awards ceremony Rajinikanth Manoj Bajpayee Kangana Ranaut Dhanush
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X