
6 મહિનાના લૉકડાઉનમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીને 9000 કરોડનું નુકસાન
દેશભરમા સિનેમાઘર બંધ છે. લાખો નોકરીઓ પ્રભાવિત થઈ છે. કરોડોનું નુકસાન થયું છે. એવામાં મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઑફ ઈન્ડિયાએ સરકારને અપીલ કરી છે કે અનલૉક ઈન્ડિયા અંતર્ગત મૉલ્સ, એરલાઈન્સ, રેલવે, રિટેલ, રેસ્ટોરાં, જેમ અને અન્ય કેટલાય સેક્ટર્સ ખોલવામા આવી ચૂક્યા છે, જ્યારે હવે થિયેટર્સ બીજીવાર ખોલવાની મંજૂરી પણ આપી દેવી જોઈએ. જેના પર સીધી રીતે 2 લાખ લોકોનો પરિવાર ચાલે છે.
ભારતમાં સિનેમાઘરોમાં રિલીઝ થયેલી છેલ્લી ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ', જેના રિલીઝના આગલા દિવસે જ કોરોના વાયરસના કહેરને કારણે દેશભરમાં સિનેમાઘર બંધ કરવાની ઘોષણા કરી દેવામાં આવી.

9000 કરોડનું નુકસાન
6 મહિનાથી ભારતમા તમામ મલ્ટીપ્લેક્સ અને સિંગસ સ્ક્રીન થિયેટર્સ સંપૂર્ણપણે બંધ છે. સંગઠને કહ્યું કે લાખો લોકોને નોકરી આપતા આ ક્ષેત્રને પાછલા છ મહિનામાં 9000 કરોડ રૂપિયાનું અનુમાનિત નુકસાન થયું છે.

નોકરી પર સંકટ
એસોસિએશને કહ્યું કે દેશમાં 10 હજાર સિનેમા સ્ક્રીન છે. જેના દ્વારા દેશના લાખો લોકોનું મનોરંજન થાય છે જ્યારે લાખો લોકોનું ઘર ચાલે છે. આ સેક્ટરમાં પ્રત્યક્ષ રીતે 2 લાખથી વધુ લોકોને રોજગાર મળેલું છે. લૉકડાઉનને કારણે તેની સામે સંકટની સ્થિતિ પેદા થઈ ગઈ છે.

સુરક્ષાના પુખ્તા ઈંતેજામ
એસોસિએશને કહ્યું કે ભારતીય મલ્ટીપ્લેક્સ પણ દર્શકોની કોરોના વાયરસથી પૂરી સુરક્ષાના ઈંતેજામ સાથે તૈયાર છે. અમે અમારા સ્ટાફ અને દર્શકોની સુરક્ષાનો પૂરો પ્લાન બનાવી લીધો છે. એવામાં અમે સરકારને અનુરોધ કરીએ છીએ કે લાખો લોકોના રોજગારને ધ્યાનમાં રાખતાં થિયેટર્સને તત્કાળ પ્રભાવથી ખોલવાની મંજૂરી આપવામાં આવે.

સિનેમાઘરને મોટું નુકસાન
જે ફિલ્મો ડાયરેક્ટ ઓટીટી પર ગઈ છે, તેને પગલે સિનેમાઘરનો કુલ 20 અઠવાડિયાનો બિઝનેસ ખતમ થઈ ચૂક્યો છે. કેટલાય સિનેમાઘર તો સ્થાઈ રીતે બંધ થઈ ગયાં છે. પાછલા પાંચ મહિનામાં કુલ 75 કરોડ રૂપિયાનો બોજો માત્ર પીવીઆર સિને ચેન પર છે.

સપોર્ટ મૂવી થિયેટર્સ
એસોસિએશને #SupportMovieTheatres સાથે ટ્વિટ કર્યું કે સિનેમા ઉદ્યોગ દેશની સંસ્કૃતિનો માત્ર અંતર્નિહિત ભાગ જ નહિ બલકે અર્થવ્યવસ્થાનો પણ અભિન્ન ભાગ છે જેનાથી લાખો લોકોની આજીવિકા ચાલે છે.
કંગનાએ શેર કરી પોતાની ઓફીસની તસવીરો, કહ્યું - મંદીરને કબ્રસ્તાન બનાવી દીધુ