
વેલેંટાઈન પર આમિર ખાનની દીકરી ઈરાએ કર્યુ પ્રેમનુ એલાન, પપ્પાનો ફિટનેસ ટ્રેનર બન્યો બૉયફ્રેન્ડ
વેલેંટાઈન વીકમાં પ્રેમની અભિવ્યક્તિની મોસમ હોય છે. ઘણા દિવસોથી પોતાના રિલેશન માટે ચર્ચામાં રહેલી ઈરા ખાને પણ પોતાના પ્રેમની અભિવ્યક્તિ દુનિયા સામે કરી દીધી છે. આમિર ખાનની દીકરી ઈરા પોતાના ફોટા અને ડિપ્રેશન પર પોતાના બેબાક ખુલાસા માટે લોકપ્રિય રહી છે. અહીં સુધી કે પોતાના બ્રેકઅપ માટે પણ ઈરા ખાને પોતાનો મત વ્યક્ત કર્યો. પરંતુ આ વખતે તેની જિંદગી પર જે વ્યક્તિએ હક જતાવ્યો છે તેના નામની માહિતી ઈરા ખાને બધા સાથે શેર કરી દીધી છે. અમે વાત કરી રહ્યા છે ફિટનેસ ટ્રેનર નુપુર શિકરેની. અમુક ફોટા સામે આવ્યા હતા જેનાથી એ અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે બંને વચ્ચે ગાઢ સંબંધ બની ચૂક્યો છે.

ઈરા ખાને શેર કર્યો રોમેન્ટીક ફોટો
હવે ખુદ ઈરાએ નુપુર સાથે પોતાના ફોટાને પોસ્ટ કરીને એક પ્રેમભરી નોટ પણ લખીને એ જણાવી દીધુ છે કે નુપુર અને ઈરા એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને થોડા સમયથી બંને રિલેશનશિપમાં છે. ફોટા શેર કરીને ઈરા ખાને એક પોસ્ટ પણ લખી છે. ઈરા ખાને નુપુર સાથે પોતાના અમુક રોમેન્ટીક ફોટા શેર કર્યા છે જ્યાં બંને એકબીજામાં ખોવાયેલા જોવા મળી રહ્યા છે. બંને એકબીજા સાથે લંચ કરીને રોમાંસ કરતા દેખાઈ રહ્યા છે.

ઈરાએ કર્યો પ્રેમનો ઈઝહાર
આ ફોટા શેર કરીને ઈરા ખાને લખ્યુ છે કે તને આપેલુ વચન પૂરુ કરવુ મારા માટે સમ્માનની વાત છે. આ સાથે તેણે હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે. બંનેના રિલેશન નવા નથી. બંને છ મહિનાથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેના અમુક ફોટા અને વીડિયો પહેલેથી જ સામે આવી ચૂક્યા છે.

બ્રેકઅપ બાદ ફરીથી થયો પ્રેમ
બ્રેકઅપ બાદ ઈરા જ્યારે ફિટનેસ તરફ પોતાનો રસ વધુ બતાવવા લાગી તો આ દરમિયાન નુપુર અને ઈરા વચ્ચે દોસ્તી અને પછી પ્રેમનો સંબંધ બંધાઈ ગયો. તમને જણાવી દઈએ કે ઈરા ખાન પોતાના અંગત જીવન માટે હંમેશાથી ઓપન રહી છે. ગયા વર્ષે જ તેણે મિશાલી ક્રિપલાની સાથે બ્રેકઅપ કર્યુ હતુ. હાલમાં ઈરા ખાન અને નુપુરનો પરિવાર બંને આ સંબંધથી ખુશ છે. બંને પોતાના કરિયર પર ફોકસ કરીને આ સંબંધને આગળ લઈ જવાનુ પ્લાનિંગ કરી રહ્યા છે.