For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તુર્કીની પ્રથમ મહિલા Emine Erdoganને મળીને વિવાદોમાં ઘેરાયા આમિર ખાન

બૉલિવુડ અભિનેતા આમિર ખાન એક વાર ફરીથી વિવાદોમાં ઘેરાયા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેતા આમિર ખાન એક વાર ફરીથી વિવાદોમાં ઘેરાયા છે. આમિર ખાન જે પોતાની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ના શૂટિંગ માટે તુર્કીમાં હતા, તેમના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાનની પત્ની અને ફર્સ્ટ લેડી એમીન એર્દોગાન સાથે મુલાકાતના ફોટા સામે આવ્યા છે. તે સામે આવતા જ આમિર વિશે લોકો સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે. આમિર અને એમીનની મીટિંગ ઈસ્તંબુલમાં 15 ઓગસ્ટે થઈ છે.

એમીને ટ્વિટર શેર કર્યો ફોટો

એમીને ટ્વિટર શેર કર્યો ફોટો

એમીને પોતાના ટ્વિટર હેન્ડલ પર આમિર સાથે મુલાકાતના ફોટા શેર કર્યા છે. તેમણે રાષ્ટ્રપતિના અધિકૃત નિવાસ હુબર મેંશનમાં આમિરનુ સ્વાગત કર્યુ હતુ. જણાવવામાં આવી રહ્યુ છે કે આમિરે આ મીટિંગ માટે અનુરોધ કર્યો હતો અને તે બારતમાં જારી તેમની વૉટર ફાઉન્ડેશન માટે તેમને જાગૃત કરવા ઈચ્છતા હતા. એમીને પણ ઘણા સામાજિક કાર્યક્રમો સાથે જોડાયેલા છે અને ઘણા પ્રકારના માનવાધિકાર કામોને આગળ વધારી રહ્યા છે. એમીને ટ્વિટર પર લખ્યુ, 'દુનિયાના જાણીતા ભારતીય અભિનેતા, ફિલ્મ નિર્માતા અને નિર્દેશક આમિર ખાન સાથે ઈસ્તંબુલમાં મારી ખૂબ સારી મીટિંગ હતી. હું એ જાણીને બહુ ખુશ છુ કે આમિરે પોતાની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નુ શૂટિંગ તુર્કીના અલગ અલગ ભાગોમાં પૂરુ કરવાનો નિર્ણય કર્યો છે.'

આમિરની પત્ની કિરણ છે તુર્કીમાં

આમિરની પત્ની કિરણ છે તુર્કીમાં

આમિરની પત્ની કિરણ રાવ પણ ભારત આવતા પહેલા અમુક દિવસો સુધી તુર્કીમાં રહી છે. આમિરે પણ ઘણા સામાજિક મોરચાઓ પર તુર્કી તરફથી કરવામાં આવી રહેલ પ્રયાસોની પ્રશંસા કરીછે. દેશમાં કોરોના વાયરસ મહામારીના વધતા પ્રકોપના કારણે આમિરે પોતાની ફિલ્મનુ શૂટિંગ આઉટડોર લોકેશન પર પૂરુ કરવાનો નિર્ણય લીધો હતો. આમિર ખાન 40 દિવસ સુધી તુ્કીમાં રહેશે. આમિક અને એમીનો આ ફોટો સામે આવ્યા બાદ ટ્વિટર પર યુઝર્સે આ વાત પર ધ્યાન આપ્યુ કે કેવી રીતે ભારત અને તુર્કી વચ્ચે સંબંધ બગડેલા છે. એવામાં આમિર ખાને તુ્કીમાં ફર્સ્ટ લેડી સાથે મુલાકાત ન કરવી જોઈએ.

પાકિસ્તાનના સમર્થક છે તુર્કીના રાષ્ટ્રપતિ

પાકિસ્તાનના સમર્થક છે તુર્કીના રાષ્ટ્રપતિ

ભારત અને તુર્કી વચ્ચે સંબંધો ગયા વર્ષે ઓગસ્ટથી જ ખરાબ છે જ્યારે ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને હટાવવાનો નિર્ણય લીધો હતો. તુર્કી આ મુદ્દે પાકિસ્તાન સાથે છે અને અલગ અલગ આંતરરાષ્ટ્રીય મંચ પર તે કાશ્મીરના મુદ્દાને ઉઠાવી ચૂક્યુ છે. તુર્કીના વિદેશ મંત્રાલયના પ્રવકતા તરફથી હાલમાં કહેવામાં આવ્યુ હતુ કે ભારત તરફથી જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો ખતમ કરી દેવામાં આવ્યો છે પરંતુ ચુકાદા બાદ પણ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા નથી આવી શકી. તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાન ભારત વિરોધી અને પાકિસ્તાનના મોટા સમર્થક છે.

ઈઝરાયેલના પીએમને મળવાનો કર્યો ઈનકાર

ઈઝરાયેલના પીએમને મળવાનો કર્યો ઈનકાર

આમિર ખાન ઓક્ટોબર 2017માં અંકારામાં તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાન સાથે પણ મુલાકાત કરી ચૂક્યા છે. માત્ર એટલુ જ નહિ વર્ષ 2018માં જ્યારે ઈઝરેયાલના રાષ્ટ્રપતિ બેંજામિન નેતન્યાહુ ભારતની યાત્રા પર આવ્યા હતા ત્યારે મુંબઈમાં એક કાર્યક્રમમાં શામેલ થવાથી આમિરે સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. આમિર ઉપરાંત સલમાન અને શાહરુખ ખાને પણ નેતન્યાહુનો બૉયકૉટ કર્યો હતો. હવે યુઝર્સ આમિરને આ મુદ્દે ઘેરી રહ્યા છે. તમને જણાવી દઈએકે ગયા વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના પહેલા પ્રવાસ માટે તુર્કી રવાના થવાના હતા પરંતુ 370 પર તેમના વલણને જોઈને તેમણે પોતાનો પ્રવાસ રદ કરી દીધો હતો.

પોતાની જ રાશિ સિંહમાં આવ્યા સૂર્ય, જાણો શું થશે અસરપોતાની જ રાશિ સિંહમાં આવ્યા સૂર્ય, જાણો શું થશે અસર

English summary
Aamir Khan in controversy after meeting with Turkey's first lady Emine Erdogan lands.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X