PK : બીજુ પોસ્ટર રિલીઝ, આમિરે ધર્યો ગુજરાતી લુક, ટ્રાંઝિસ્ટર ફગાવી ભોંપૂ ઉપાડ્યો...
મુંબઈ, 20 ઑગસ્ટ : આમિર ખાનની ફિલ્મ પીકે અંગે દર્શકોની ઉત્સુકતા વધતી જાય છે અને તેની પાછળ આમિર ખાન તથા રાજકુમાર હીરાણીની બહેતરીન માર્કેટિંગ સ્ટ્રૅટેજીનો બહુ મોટો હાથ છે. લગભગ એક માસ અગાઉ પીકેનું પહેલુ પોસ્ટર રિલીઝ કરાયુ હતુ કે જેમાં આમિર ખાન રેલ્વે ટ્રૅક પર ન્યુડ ઊભા હતાં અને તેને અંગે વિવાદ ઊભો થઈ ગયો હતો.
ત્યારથી જ લોકોને પીકેના બીજા પોસ્ટરનો ઇંતેજાર હતો કે જે આજે રિલીઝ કરી દેવાય છે. મુંબઈના યશ રાજ સ્ટુડિયો ખાતે આમિર ખાન અને રાજકુમાર હીરાણીએ પીકેનુ બીજુ પોસ્ટર રિલીઝ કર્યુ અને રાહતની વાત એ છે કે આ પોસ્ટરમાં આમિર ખાન ન્યુડ નથી. આમિર ખાન આ પોસ્ટરમાં કંઇક જુદા જ અંદાજમાં દેખાય છે. ગુજરાતી પહેરવેશમાં આમિર ખાને હાથે ભોંપૂ પકડી રાખ્યો છે. આમિર આ લુકમાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે.
ચાલો સ્લાઇડરમાં જોઇએ તસવીરો :

બીજુ પોસ્ટર રિલીઝ
આમિર ખાન અને રાજકુમાર હીરાણીએ આજે પીકે ફિલ્મનું બીજુ પોસ્ટર રિલીઝ કર્યુ.

ટ્રાંઝિસ્ટર ગાયબ
બીજા પોસ્ટરમાં આમિર ખાનના હાથમાંથી ટ્રાંઝિસ્ટર પણ ગાયબ છે.

પહેલુ પોસ્ટર
આ હતુ પીકેનુ પહેલુ પોસ્ટર કે જેમાં આમિર રેલવે ટ્રૅક પર ન્યુડ ઊભા હતાં અને તેમના હાથે એક ટ્રાંઝિસ્ટર હતું કે જે તેમના પ્રાઇવેટ પાર્ટ્સને ઢાંકતુ હતું.

ભોંપૂનું આગમન
પીકેના બીજા પોસ્ટરમાં આમિર ખાનના હાથે ટ્રાંઝિસ્ટરની જગ્યાએ ભોંપૂ છે.

ગુજરાતી પહેરવેશ
આ છે પીકેનુ બીજુ પોસ્ટર કે જેમાં આમિર ખાન ગુજરાતી પહેરવેશમાં દેખાય છે અને તેમના હાથે ભોંપૂ છે.













Click it and Unblock the Notifications
