સલમાને ટોપી ઉતારી ધૂમ મચાવી, તો આમિર પેંટ ખોલી બોલ્યાં જય હૈ

મુંબઈ, 24 જાન્યુઆરી : સલમાન ખાન અને આમિર ખાનની મૈત્રી બંનેની દરેક ફિલ્મ રિલીઝ થતા સાથે જ વધતી રહી છે. ગત વર્ષના અંતે આમિર ખાનની ધૂમ 3ના પ્રમોશન માટે સલમાને આમિરની ટોપી પહેરી પોતાનો શો બિગ બૉસ 7 હોસ્ટ કર્યો હતો, તો 2014ના આરંભે રિલીઝ થયેલી સલમાનની જય હો ફિલ્મના પ્રમોશન માટે આમિર નવા-નવા ફંડા શોધી રહ્યાં છે. પહેલા તો નૉર્મલી આમિર ખાને ટ્વિટર ઉપર જય હો જય હો લખી ફિલ્મનું પ્રમોશન કર્યું અને હવે અચાનક જ આમિર ખાને પોતાની અને સલમાન ખાનની ઝાડીમાં સુ સુ કરતા એક તસવીર ટ્વીટ કરી છે અને લખ્યું છે જય હો આડે માત્ર એક જ દિવસ બચ્યો.

aamir-salman
આમિર ખાન પહેલા સલમાન ખાને પણ આમિરની ફિલ્મ ધૂમ 3નું ખૂબ જ શ્રેષ્ઠ રીતે પ્રમોશન કર્યુ હતું. સલમાને ધૂમ 3માં આમિર દ્વારા પહેરવામાં આવેલી કૅપ પહેરી પોતાના શો બિગ બૉસને હોસ્ટ કર્યો હતો. ઉપરાંત સલમાને આમિરની ફિલ્મને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર પણ બહુ પ્રમોટ કરી હતી. હવે આમિર ખાનનો વારો હતો સલમાનની ફિલ્મના પ્રમોશનનો. તેથી આમિરે પણ ધૂમ 3 બાદ સીધું જ જય હોનું પ્રમોશન શરૂ કરી દીધું.

આમિર ખાને પોતાના ટ્વિટર પર જય હોની રિલીઝના થોડાક કલાક પહેલા જ પોતાના દરેક ટ્વીટ બાદ જય હો લખવાનું શરૂ કર્યું. પછી આમિરે જય હોની રિલીઝના એક દિવસ અગાઉ જ ટ્વિટર પર પોતાની અને સલમાનની એક તસવીર ટ્વીટ કરી કે જેની ઉપર લખ્યુ હતું કે જો બે મિત્રો એક જ ઝાડીમાં સુસુ કરે, તો મૈત્રી વધુ પ્રગાઢ હોય છે. આમિરનું આ ટ્વીટ લોકોને ગમ્યું. વાસ્તવમાં અંદાઝ અપના અપના તરફ વધી રહી છે આ મૈત્રી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X