ભયને નવી વ્યાખ્યા આપશે આત્મા : સુપર્ણ વર્મા

મુંબઈ, 4 માર્ચ : ફિલ્મ દિગ્દર્શક સુપર્ણ વર્મા પોતાની આવનાર ફિલ્મ આત્મા અંગે ખૂબ જ ઉત્સાહિત છે. દર્શકોને પ્રૉમીસ કરતાં સુપર્ણ વર્મા કહે છે કે આત્મા ફિલ્મ દર્શકોને તેમના ઉંડા ભય સાથે જકડી રાખશે. આત્મા અત્યાર સુધીની તમામ હૉરર ફિલ્મો કરતાં જુદી હશે. તેઓ આત્મા ફિલ્મ દ્વારા કોઈ નવો પ્રયોગ કરવા નથી માંગતાં, પણ આત્મા ફિલ્મ દ્વારા ભયને એક નવી વ્યાખ્યા આપવા માંગે છે. હૉરર ફિલ્મો માટે એક નવું સ્ટૅંડર્ડ બનાવવા માંગે છે. તેઓ દર્શક અને નિર્માતા તરીકે કોઈ પણ વસ્તુ માટે પોતાની દોષી બનાવવા નથી માંગતાં.

bipasha-basu-s-aatma

સુપર્ણ વર્માએ જણાવ્યું - હું આત્મા સાથે કોઈ એક્સપેરિમેંટ કરવા નથી માંગતો, પણ તેના વડે હૉરરને નવી રીતે વ્યાખ્યાયિત કરવા માંગુ છું. હું એક એવી ફિલ્મ બનાવવા માંગુ છું કે જે જોઈ એક દર્શક અને નિર્માતા તરકીકે મને કોઈ વસ્તુ અંગે દુઃખ થાય. અત્યાર સુધીની હૉરર ફિલ્મો એક બિહામણું ઘર હતું, એક ભટકતો આત્મા હતો કે જે અનેક વાર આપણે જોઈ ચુક્યાં છે. આમાં નવું શું છે? દર્શકોને ઇંતેજાર છે કે કંઈક નવું જોવા મળે. દર્શકો આંતરરાષ્ટ્રીય કક્ષાની હૉરર ફિલ્મો જોવા માંગે છે. મને વિશ્વાસ છે કે આત્મા અત્યાર સુધીની સૌથી બેસ્ટ હૉરર ફિલ્મ હશે.

આત્મા ફિલ્મમાં બિપાશા બાસુ મુખ્ય ભૂમિકામાં છે. તેઓ એક સિંગલ મધર છે અને નવાઝુદ્દીન સિદ્દીકી તેમા પતિ કે જે મર્યા બાદ પોતાની પુત્રીને લેવા આવે છે. ફિલ્મ એક સુપરનૅચર ડ્રામા છે કે જે હકીકત સાથે જોડાયેલી છે. માતા-પિતા એક ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છે અને તેમની પુત્રી તેની વચ્ચે ફસાયેલી છે. આત્મા ફિલ્મમાં શેરનાઝ પટેલ તથા ડોયર ધવન પણ સપોર્ટિંગ રોલમાં છે. ફિલ્મ 22મી માર્ચે રિલીઝ થવાની છે.

સુપર્ણ વર્માએ જણાવ્યું - આ લોકોનો સૌથી મનપસંદ ટૉપિક છે. આજકાલ હૉરરની ખૂબ ડિમાંડ છે. સામાન્ય રીતે એ લિસ્ટના સ્ટાર્સ હૉરર ફિલ્મોમાં કામ કરવાનું પસંદ નથી કરતાં, પણ મને નથી સમજાતું કે કેમ? મને લાગે છે કે હૉરરમાં ઘણું બધું નવા કરવા જેવું છે. આ માત્ર ભૂત સાથે જોડાયેલી બાબત નથી, પણ ભયના અહેસાસ સાથે જોડાયેલી બાબત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X